donald trump warns israel netanyahu: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર ફાઇનલ થવાની તૈયારીમાં છે, બરાબર એ જ સમયે ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરુત પર જોરદાર હુમલો કરી દીધો છે. આ હુમલાથી ઈરાન ભડક્યું છે અને શાંતિ કરાર તૂટવાની અણી પર આવી ગયો છે. આ સ્થિતિ જોઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ગુસ્સે ભરાયા છે અને તેમણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને કડક શબ્દોમાં ચેતવણી આપતા આ હુમલા રોકવા માટે સીધું અલ્ટીમેટમ આપી દીધું છે.

Continues below advertisement

બેરુતમાં ઇઝરાયલનો અચાનક હુમલો અને ઈરાનનો રોષ

રવિવારે સવારે ઇઝરાયલી સેનાએ અચાનક લેબનોનની રાજધાની બેરુતના દક્ષિણ વિસ્તારો (જેને દહિયા તરીકે ઓળખવામાં આવે છે) માં આવેલા હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયલી સેનાએ પોતે આ હુમલાની પુષ્ટિ કરી છે. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે અને 15 જેટલા લોકો ઘાયલ થયા છે. જે સમયે અમેરિકા અને ઈરાન શાંતિ કરારની એકદમ નજીક પહોંચી ગયા છે, ત્યારે જ થયેલા આ હુમલાથી ઈરાનમાં ભારે રોષ ફેલાયો છે. એવું મનાઈ રહ્યું છે કે આ હુમલાના કારણે જ ઈરાને હજુ સુધી શાંતિ કરારને લીલી ઝંડી આપી નથી.

Continues below advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે આપી કડક ચેતવણી

આ આખી પરિસ્થિતિ પર ડોનાલ્ડ ટ્રમ્પે સીધી ઇઝરાયલને ધમકી આપતા કહ્યું છે કે, "આવા ખાસ દિવસે બેરુત પર હુમલો બિલકુલ નહોતો થવો જોઈતો. આપણે ઈરાન સાથે શાંતિ કરારની ખૂબ જ નજીક છીએ. ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ ઇઝરાયલે જે હુમલાનો બદલો લીધો છે તે હુમલો ખૂબ નાનો હતો અને તેમાં કોઈ ઈજા કે જાનહાનિ નહોતી થઈ. એટલે ઇઝરાયલે વળતો હુમલો કરીને આ મહત્વપૂર્ણ શાંતિ પ્રક્રિયામાં કોઈ અડચણ ઉભી ન કરવી જોઈએ."

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ધડાકો: ઈરાન સાથે કાલે થશે ઐતિહાસિક ડીલ, ખુલી જશે હોર્મુઝ સ્ટ્રેટ!

"શાંતિની આ શાનદાર શરૂઆતને બગાડશો નહીં"

ટ્રમ્પે બંને પક્ષોને અપીલ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "અમે એક એવા કરારની ખૂબ જ નજીક છીએ જે લેબનોન સહિત આખા મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા લાવશે. હવે તમામ પક્ષોએ એક ડગલું પાછળ હટવું જોઈએ. ઇઝરાયલે લેબનોનમાં ક્યાંય પણ હુમલો ન કરવો જોઈએ અને સામે હિઝબુલ્લાહ કે અન્ય કોઈ પક્ષે પણ ઇઝરાયલ પર હુમલા ન કરવા જોઈએ. આ એક લાંબી અને ભવ્ય શાંતિની શરૂઆત બની શકે છે, મહેરબાની કરીને તેને બગાડશો નહીં."

આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાન વચ્ચે 24 કલાકમાં ડીલ ફાઇનલ થશે: પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફનો મોટો દાવો