Earthquake In Turkey: સોમવારે સવારે (6 ફેબ્રુઆરી) તુર્કી અને મધ્ય પૂર્વમાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચારેબાજુ તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં કુલ 757 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જેમાં સીરિયાના 237 અને તુર્કીમાં 520 લોકો સામેલ છે. તે જ સમયે, 3 હજારથી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. માર્યા ગયેલા મોટાભાગના માલ્ટા અને સાનલુઇર્ફાના છે. તુર્કીના અદાના શહેરમાં 17 માળની અને 14 માળની ઇમારતો ધરાશાયી થઇ છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે.


ભૂકંપનો પહેલો આંચકો સ્થાનિક સમય અનુસાર સવારે 4.17 કલાકે અનુભવાયો હતો અને તેની થોડી મિનિટો બાદ મધ્ય તુર્કીમાં બીજો આંચકો અનુભવાયો હતો. તુર્કીમાં આ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી હતી. આ ભૂકંપ દક્ષિણ તુર્કીમાં આવ્યો હતો. અહીં ઘણા એપાર્ટમેન્ટ તૂટી પડ્યા છે. લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે, ભૂકંપ પછી, તુર્કીએ આંતરરાષ્ટ્રીય મદદ માટે અપીલ કરી છે. હેબર્ટુર્ક ટેલિવિઝનએ અહેવાલ આપ્યો છે કે પડોશી પ્રાંતો માલત્યા, ડાયરબાકીર અને માલત્યામાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે.


આ 10 શહેરોમાં ભારે નુકસાન


બીએનઓ ન્યૂઝ અનુસાર સીરિયામાં પણ મોટું નુકસાન થયું છે. અહીં અત્યાર સુધીમાં 237 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. તુર્કીના ગૃહમંત્રી સુલેમાન શોયલુએ કહ્યું કે, દેશના 10 શહેરો પર ભૂકંપની મોટી અસર થઈ છે. આમાં કહમેનમાર્શ, હટાય, ગાઝિઆન્ટેપ, ઓસ્માનિયે, અદિયામાન, સાનલિઉર્ફા, માલત્યા, અદાના, દિયારબાકીર અને કિલિસનો સમાવેશ થાય છે.


તુર્કીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે


BNO ન્યૂઝ અનુસાર, તુર્કીના ગૃહ મંત્રાલયનું કહેવું છે કે શક્તિશાળી ભૂકંપ બાદ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે. આ વીડિયોમાં ભૂકંપને કારણે થયેલા નુકસાનને સ્પષ્ટપણે જોઈ શકાય છે.


ભૂકંપ સ્થાનિક સમયાનુસાર સવારે 4.17 વાગ્યે આવ્યો હતો, જે લગભગ 17.9 કિમીની ઊંડાઈએ હતો. યુએસ જિયોલોજિકલ સર્વિસનું કહેવું છે કે સોમવારે દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ નજીક 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે તુર્કી અને સીરિયામાં મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા છે. તુર્કીની ડિઝાસ્ટર અને ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી એએફએડીનું કહેવું છે કે ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર કહરામનમારસ પ્રાંતના પાજરસિક શહેરમાં હતું.









તુર્કીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું 


BNO ન્યૂઝ અનુસાર, તુર્કીના ગૃહ મંત્રાલયનું કહેવું છે કે શક્તિશાળી ભૂકંપ બાદ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે. આ વીડિયોમાં ભૂકંપને કારણે થયેલા નુકસાનને સ્પષ્ટપણે જોઈ શકાય છે.






ઘણી ઇમારતો ધરાશાયી થવાની અને કાટમાળમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. લોકો પણ ચીસો પાડતા અને દોડતા જોઈ શકાય છે. જો કે, એબીપી લાઈવ સોશિયલ મીડિયાના કોઈપણ વીડિયોની પુષ્ટી કરતું  નથી.


તુર્કીના વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ નુકસાનની માહિતી આપવામાં આવી નથી. જો કે સોશિયલ મીડિયા પર જે વીડિયો પોસ્ટ થઈ રહ્યા છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાનનો દાવો કરવામાં આવી રહ્યો છે.