Elon Musk Net Worth: એલન મસ્કની નેટવર્થ $400 બિલિયનને વટાવી ગઈ છે. આ સાથે એલન મસ્ક 400 બિલિયન ડૉલરની નેટવર્થને પાર કરનારા વિશ્વના પ્રથમ અબજોપતિ બની ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ એલન મસ્કની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. એલન મસ્કની ખાનગી માલિકીની કંપની સ્પેસએક્સના શેરના આંતરિક વેચાણને કારણે મસ્કની સંપત્તિમાં વધારો થયો છે અને મસ્કની સંપત્તિ $50 બિલિયન વધીને $400 બિલિયનને પાર કરી ગઈ છે.
એક દિવસમાં વધી 62 અબજ ડૉલરની સંપતિ
એલન મસ્કની કંપની ટેસ્લા ઇન્ક.ના શેર પણ બુધવારે સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હતા, જેના કારણે મસ્કની નેટવર્થ $447 બિલિયન થઈ ગઈ હતી. મસ્કની સંપત્તિમાં એક દિવસમાં 62.8 અબજ ડૉલરનો વધારો નોંધાયો છે. આ પછી, વિશ્વના સૌથી અમીર 500 લોકોની સંયુક્ત સંપત્તિ 10 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે અને વિશ્વના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે. વિશ્વ બેંકના ડેટા અનુસાર, વિશ્વના પાંચસો સૌથી ધનિક લોકોની સંયુક્ત સંપત્તિ ગયા વર્ષે જર્મની, જાપાન અને ઓસ્ટ્રેલિયાના સંયુક્ત કુલ ઘરેલું ઉત્પાદનના કદ સુધી પહોંચી ગઈ છે.
આ વર્ષે એલન મસ્કની સંપતિ અનેકગણી વધી
વર્ષ 2024માં એલન મસ્કની કુલ સંપત્તિમાં લગભગ $218 બિલિયનનો વધારો થયો છે, જે વિશ્વના બાકીના અમીરોની સરખામણીમાં સૌથી વધુ છે. ટેસ્લાના શેર, જે એલન મસ્કની સંપત્તિનો મોટો હિસ્સો બનાવે છે, આ વર્ષે 71% વધ્યો છે અને બુધવારે $424.77 પર બંધ થયો છે, જે 2021 પછીનો તેમનો સૌથી વધુ છે. હવે ટ્રમ્પના આગમન સાથે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ઇલેક્ટ્રિક વાહનો માટે ટેક્સ ક્રેડિટ નાબૂદ કરશે, જેના કારણે ટેસ્લાના શેરમાં વધુ વધારો થઈ શકે છે. એલન મસ્ક ટ્રમ્પ સરકારમાં કાર્યક્ષમતા વિભાગનો હવાલો પણ સંભાળશે. જો કે આ સરકારી પૉસ્ટ નહીં હોય, તે મસ્કને ઓવલ ઓફિસમાં સીધો પ્રવેશ આપશે.
આ પણ વાંચો
Elon Musk એ X ને બનાવી દીધી 'સુપર એપ', આવી ગયું LinkedIn વાળુ ખાસ ફિચર