Elon Musk News: એલન મસ્કની કંપની સ્પેસએક્સનું સ્ટારશિપ રોકેટ ગુરુવારે (6 ફેબ્રુઆરી) લોન્ચ થયાની થોડી મિનિટો પછી નિયંત્રણ બહાર જતું રહ્યું હતું અને આકાશમાં જ તેમાં વિસ્ફોટ થયો હતો. સ્ટારશિપ રોકેટના ટુકડા દક્ષિણ ફ્લોરિડા અને બહામાસ નજીક આકાશમાં વિખેરાઈ ગયા હતા.

Continues below advertisement






403 ફૂટ ઊંચું (123 મીટર) રોકેટ સૂર્યાસ્ત પહેલા ટેક્સાસથી ઉડાન ભરી હતી. સ્પેસએક્સે પ્રથમ તબક્કામાં સફળતાપૂર્વક ઉડાન ભરી પરંતુ અવકાશયાન તેના પૂર્વનિર્ધારિત માર્ગ પર આગળ વધી શક્યું નહીં અને નિયંત્રણ ગુમાવ્યું હતું.


સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા


સ્પેસએક્સના લાઇવ સ્ટ્રીમમાં સ્ટારશિપ અનિયંત્રિત રીતે ફરતું દેખાતું હતું, ત્યારબાદ કંપનીએ સંપર્ક ગુમાવ્યાની જાણકારી આપી હતી.  આના થોડા સમય પછી સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા જેમાં અવકાશયાનના ટુકડા દક્ષિણ ફ્લોરિડા અને બહામાસ નજીક આકાશમાં આગના ગોળાની જેમ પડતા જોવા મળ્યા.


આ ઘટનાને કારણે મિયામી, ફોર્ટ લોડરડેલ, પામ બીચ અને ઓર્લાન્ડો એરપોર્ટ પર અવકાશ પ્રક્ષેપણના કાટમાળને કારણે ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી.


સ્પેસએક્સે એક નિવેદન બહાર પાડ્યું


સ્પેસએક્સે એક અપડેટમાં જણાવ્યું હતું કે લોન્ચ દરમિયાન સ્ટારશિપ પૂર્વનિર્ધારિત માર્ગ પર ઝડપથી આગળ વધી શક્યું ન હતું, જેના કારણે અમારો તેની સાથે સંપર્ક તૂટી ગયો. આ પછી ટીમે ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરવાનો પ્રયાસ કર્યો અને તાત્કાલિક સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી હતી.


સ્પેસએક્સે કહ્યું, 'ઘટનાને વધુ સારી રીતે સમજવા માટે અમે આજના ફ્લાઇટ ટેસ્ટના ડેટાની સમીક્ષા કરીશું.' આજની ફ્લાઇટ સ્ટારશિપને વધુ સુધારા કરવા માટે પ્રેરણા આપશે.


લોન્ચ બે મહિના પછી થયું


આ લોન્ચ લગભગ બે મહિના પછી થયું હતું. જાન્યુઆરીમાં અગાઉના એક લોન્ચિંગ દરમિયાન પણ વિસ્ફોટ થયો હતો. જેના કારણે સળગતો કાટમાળ તુર્ક અને કૈકોસ પર પડ્યા હતા. નાસા આ મિશન પર નજીકથી નજર રાખી રહ્યું હતું કારણ કે અવકાશ એજન્સીએ આ દાયકાના અંતમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓને ઉતારવા માટે સ્ટારશિપ બુક કરી દીધી છે.                         


વિનાશક એસ્ટરોઇડથી લઈને ત્રીજા વિશ્વ યુદ્ધ સુધી? નોસ્ટ્રાડેમસની 2025 માટે 5 ડરામણી ભવિષ્યવાણીઓ