બ્રિટનમાં દરરોજ 20 હજારથી વધુ નવા કોરોના વાયરસા કેસ નોંધાઈ રહ્યાં છે. 31 જાન્યુઆરીથી 31 ઓક્ટોબર 2020 વચ્ચે ઈંગ્લેડમાં 10,11,660 પોઝિટિવ મળી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 21,951 નવા કેસ સામે આવ્યા હતા અને 326 મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ, બેલ્જિયમ, પોર્ટુગલ, ઓસ્ટ્રિયા અને જર્મની જેવા દેશોમાં કોરોનાની સંભવિત બીજી લહેરને જોતા અગાઉથી જ કડક પ્રતિબંધ લાગાવવામાં આવ્યા છે.
વોર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 4.62 કરોડની પાર પહોંચી ગઈ ગઈ છે. અત્યાર સુધીમાં 11.97 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અત્યાર સુધી 3 કરોડ 39 લાખ 37 હજાર 845 દર્દીઓ સાજા થયા છે.