જાપાન: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતાના જાપાન પ્રવાસના અંતિમ દિવસે ભારતીયોને સંબોધિત કર્યા હતા, તેમને કહ્યું કે અહીં આવ્યા વગર જો તમને મળ્યા વગર જતો રહેત તો તમને સારું ન લાગત. તેમને ભારતીયોને કહ્યું કે, આજે દુનિયામાં ભારત સૌથી ઝડપથી ઉભરતા અર્થવ્યવસ્થામાં તેની ગણતરી થવા લાગી છે. તેમને અહીં એફડીઆઈને ‘ફર્સ્ટ ડેવલપ ઈંડિયા’ તરીકે નવું નામ આપ્યું હતું. તેમને ભારતીયોને કહ્યું કે હાલની સરકાર દેશના ઈમાનદાર નાગરિકોના હિતોની રક્ષા માટે દરેક સંભવ કદમ ઉઠાવશે.

તેમને કહ્યું કે ભારતમાં ચૂંટણી નજીક આવતા હંમેશાં ગરીબોને યાદ કરવામાં આવે છે. પરંતુ બાદમાં ગરીબોને ભૂલી જાય છે. પરંતુ આ સરકાર પુરી રીતે ગરીબોના વિકાસ માટે સમર્પિત છે. પીએમ મોદીએ કોબે અને ભારતીયોને સંબોધતા કહ્યું કે, જ્યારે ગુજરાતમાં ભીષણ ભૂકંપ આવ્યા ત્યારે જાપાનનું કોબે જ હતું, જેને સૌથી પહેલા ગુજરાતમાં મદદ મોકલાવી હતી. તે દિવસોને ક્યારેય ભૂલાય તેમ નથી.