ન્યૂયોર્કમાં 8મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 પર FIA એ મહિલા લીડર્સનું કર્યું સન્માન
ન્યૂયોર્ક ફેડરેશન ઓફ ઈન્ડિયા એસોસિએશન્સ (FIA) NY-NJ-CT-NE જે આઠ નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં ફેલાયેલું ઈન્ડિયન ડાયસ્પોરા રિપ્રેઝેન્ટ કરનારુ સૌથી જૂનું અને સૌથી મોટું નોન પ્રોફિટ ગ્રાસરુટ આર્ગેનાઈઝેશન છે.

ન્યૂયોર્ક ફેડરેશન ઓફ ઈન્ડિયા એસોસિએશન્સ (FIA) NY-NJ-CT-NE જે આઠ નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં ફેલાયેલું ઈન્ડિયન ડાયસ્પોરા રિપ્રેઝેન્ટ કરનારુ સૌથી જૂનું અને સૌથી મોટું નોન પ્રોફિટ ગ્રાસરુટ આર્ગેનાઈઝેશન છે. તેમણે 6 માર્ચે 2026ના ન્યૂયોર્ક સિટીના ઈન્ડિયા હાઉસમાં પોતાના 8માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સફળતાપૂર્વક કરી હતી.
આ ખાસ કાર્યક્રમ, જે હવે તેના આઠમા વર્ષમાં છે તે ભારતીય ડાયસ્પોરાની અસાધારણ મહિલા લીડર્સને ઓળખ આપે છે જેમણે તમામ મુશ્કેલીઓને પાર કરી છે અને બિઝનેસ, મીડિયા, ફાઇનાન્સ અને સામાજિક ઉદ્યોગસાહસિકતા જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ દ્વારા US માં સમાજને પ્રેરણા આપી છે.
આ સાંજને રિદ્ધિ પારિખ પટેલ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. તેમણે કાર્યક્રમની શરૂઆત રાધા સુબ્રમણ્યમને યાદ કરી એક મિનિટનું મૌન રાખીને કરી હતી, જેઓ એક એવોર્ડ વિજેતા હતા અને હાલમાં તેમનું નિધન થયું હતું.
FIA ના નવા પ્રમુખ, શ્રીકાંત અક્કાપલ્લી, જેમણે 1 જાન્યુઆરી, 2026 ના રોજ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે મહિલા લીડર્સના ગ્રઉપને મજબૂત સમર્થન વિશે વાત કરી. તેમણે તમામ મહિલાઓનો તેમણે કરેલા મોટા સકારાત્મક ફેરફારો માટે આભાર વ્યક્ત કર્યો અને FIA ના ચેરમેન અંકુર વૈદ્ય, બોર્ડ, ટ્રસ્ટીઓ અને એક્ઝિક્યુટિવ કમિટી વતી એવોર્ડ વિજેતાઓને અભિનંદન આપ્યા. પોતાની સ્પીચ પછી, FIA ના પ્રમુખ શ્રીકાંત અક્કાપલ્લીએ ખાસ મહેમાન, ન્યૂ યોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલ, રાજદૂત બિનયા શ્રીકાંત પ્રધાનનો પરિચય કરાવ્યો.
વધુમાં, કોન્સ્યુલ જનરલે દેશની પ્રગતિ માટે મહિલા સશક્તિકરણ પર ભાર આપ્યો હતો. તેમણે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે "બેટી બચાવો બેટી પઢાઓ" અભિયાન, ઉજ્જવલા યોજના; 100 મિલિયન ઘરમાં 9 મિલિયન મહિલા સ્વ-સહાય જૂથો સાથે જોડતા આર્થિક પ્રોગ્રામ અને સરકારી હોદ્દાઓ પર રહેલી મહિલાઓ માટે ભારતની પહેલને મહત્વપૂર્ણ ગણાવી.
આ સિવાય સન્માનિત લોકોને ગવર્નર કૈથી હોચુલ તરફથી માન્યતા પ્રમાણપત્રો, FIA સૈશ અને ટ્રોફી પણ મળી હતી. નોર્થસ્ટાર સ્ટ્રેટેજીના COO શ્રીમતી જોડી લિન હરક્લોઝે મહિલાઓને એકબીજાને આગળ વધારવાની અપીલ કરી હતી. રોબર્ટ વુડ જૉનસન બરનાબાસ હેલ્થના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. બલપ્રીત ગ્રેવાલ-વિર્કે કમ્યુનિટી નિર્માણમાં FIAના કામને ક્રેડિટ આપી હતી. તેમણે તેમના માતાપિતાની બહાદુરી, ઇમિગ્રન્ટ્સની તાકાત અને તેમના પતિના સપોર્ટને પણ ક્રેડિટ આપી હતી.
અમેરિકન એક્ટ્રેસ રેશ્મા શેટ્ટીએ પણ તેમના 10 વર્ષની દીકરી માટે માં બનવાના અને સાંસ્કૃતિક વારસા પર વાત કરી હતી. NYPD ના પ્રથમ ડેપ્યુટી કમિશનર, શ્રીમતી તાનિયા કિન્સેલાએ આ સન્માન તેમની માતા અને દાદીને સમર્પિત કર્યું, જે પરંપરાગત અવરોધો પર પેઢીગત વિજયનું પ્રતીક છે. વધુમાં, CGI-NY ના પત્ની બિનયા એસ. પ્રધાન, મોનાલિસા શુવદર્શિનીએ પણ આ સન્માન અને પ્રશંસા બદલ દરેકનો આભાર માન્યો.
સાંજે FIA ના જનરલ સેક્રેટરી સૃષ્ટિ કૌલ નરુલા દ્વારા આભારવિધિ સાથે સમાપન થયું. વાર્ષિક ઉજવણી FIA ની જેન્ડર સમાનતાને આગળ વધારવા અને સમાજમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે મહિલાઓને સશક્તિકરણ કરવાની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.






















