Venezuela Crisis:વેનેઝુએલાની રાજધાની કારાકાસથી વધુ એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. રાષ્ટ્રપતિની ધરપકડ બાદ, રાષ્ટ્રપતિ મહેલમાં અને તેની આસપાસ અંધાધૂંધ ફાયરિંગ થયું છે. છેલ્લા 45 મિનિટથી ગોળીબાર સંભળાઈ રહ્યો છે. ડ્રોન અને વિમાનોનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારો વીજ પૂરવઠોખોરવાયો છે. અધિકારીઓએ ઘટનાસ્થળ વિશે કોઈ માહિતી જાહેર કરી નથી.
અમેરિકા ઘટનામાં સામેલ નથી: વ્હાઇટ હાઉસ
આ અચાનક ગોળીબાર અને હવાઈ ગતિવિધિ પછી, વિશ્વનું ધ્યાન અમેરિકા પર કેન્દ્રિત થયું. જોકે, વ્હાઇટહાઉસે તરત જ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં જણાવ્યું કે, અમેરિકા તેમાં સામેલ નથી.
આ ઘટના 3 જાન્યુઆરીએ અમેરિકાના "ઓપરેશન એબ્સોલ્યુટરિઝોલ્યુશન" હેઠળ રાષ્ટ્રપતિ નિકોલસમાદુરોની ધરપકડ થયાના થોડા સમય પછી બની હતી. માદુરો હાલમાં ન્યૂયોર્કની જેલમાં છે, જ્યારે ડેલ્સીરોડ્રિગ્ઝેવેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.
અમેરિકાના હુમલામાં 80 લોકોના મોત
દરમિયાન, વેનેઝુએલામાંનિકોલસમાદુરોની ધરપકડ કરવા માટે અમેરિકાના લશ્કરી કાર્યવાહી અને તેના પરિણામે થયેલી હિંસામાં નોંધપાત્ર જાનમાલનું નુકસાન થયું છે. તાજેતરના આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 80 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં મુખ્યત્વે રાષ્ટ્રપતિ માદુરોના રક્ષણ માટે તૈનાત રાષ્ટ્રપતિ ગાર્ડના સભ્યો અને યુએસ સ્પેશિયલ ફોર્સનીકાર્યવાહીનો પ્રતિકાર કરનારા વેનેઝુએલાના લશ્કરી સૈનિકોનો સમાવેશ થાય છે. વધુમાં, કારાકાસમાંરહેણાંકવિસ્તારો નજીક ભારે ગોળીબારમાં અસંખ્ય નાગરિકો અને કેટલાક બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે.
