નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોને ધ્યાનમાં રાખતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંએ બુધવારે સ્પેનના રાજા અને રાણીનું એક અલગ અંદાજમાં સ્વાગત કર્યું. તેમણે હાથ મિલાવાવના બદલે ભારતીય શૈલીમાં નમસ્તે કરીને તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ મૈક્રોંના પગલે ચાલતા જ તેની પત્ની અને ફ્રાન્સની પ્રથમ મહિલા બ્રિગિટે મૈક્રોંએ પણ હાથ ન મિલાવ્યો અને સ્પેનની રાણી લેટિજિયા તરફ હવામં ફ્લાઇંગ કિસ કરીત તેમનું સ્વાગત કર્યું. ભારતમાં હાજર ફ્રાન્સનાં રાજદૂત ઈમેનએલ લેનિનને ટ્વિટકરીને જાણકારી આપી હતી.


જણાવીએ કે, યૂરોપીય સાર્વજનિક સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે, લોકોમાં કેરોના વાયરસ ફેલાતો રોકવા માટે હાથ મિલાવવાથી બચવું જોઈએ કારણ કે તે સંપર્કમાં આવવાથી ફેલાય છે. સમાચાર એજન્સી રોયટરના એક આંકડા અનુસાર, સ્પેનમાં 2124 કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે ફ્રાન્સમાં 1784 કેસ છે .


નોંધનીય છે કે, આ પહેલા ઈઝરાયેલનાં PM બેંજામિન નેતન્યાહુએ પોતાના દેશના લોકોને નમસ્તે દ્વારા એક બીજાને અભિવાદન કરવાની સલાહ આપી હતી. ઈઝરાયેલનાં PM નેતન્યાહુની આ સલાહ પર કોંગ્રેસના વરીષ્ઠ નેતા શશી થરૂરે પણ પ્રતિક્રિયા આપી હતી, કે તેમણે પોતાનાં ટ્વિટમાં લખ્યું કે અમારી તમામ પંરપરામાં વિજ્ઞાન છે, ત્યારે તો ભારત મહાન છે.મંગળવાર સુધી ચીનમાં કુલ 80,778 લોકોમાં સંક્રમણની પુષ્ટી થઈ છે. તેમણે છેલ્લા ત્રણ મહિનામાં બિમારીનાં કારણે મરવાવાળા લોકોની સંખ્યા3,158 લોકો છે, સારવાર કરવાવાળા લોકોની સંખ્યા 16,145 લોકો અને સારા થયેલા 61,475 લોકો શામેલ છે.