શોધખોળ કરો

ફ્રાન્સનો આ રૂંવાડા ઊભા કરી દેતો કેસ: 487 પુરુષો પાસે પીંખાઈ, પેશાબ પીવડાવ્યો... છતાં બળાત્કારીને આટલી ઓછી સજા કેમ?

ફ્રાન્સનો આ રૂંવાડા ઊભા કરી દેતો કેસ કાયદાની ખામી દર્શાવે છે; વર્ષો સુધી ત્રાસ ગુજારનાર ગુઇલાઉમ બોચીને માત્ર 25 વર્ષની સજા.

guillaume bucci court verdict: "મેં 487 પુરુષો પછી તો ગણતરી જ છોડી દીધી... મારે તેમાંથી કેટલાક સાથે તો 10-10 વાર સૂવું પડ્યું. તેણે મને તેનું પેશાબ પીવા અને પબ્લિક ટોયલેટ ચાટવા માટે પણ મજબૂર કરી."

આ કોઈ ફિલ્મી ડાયલોગ નથી, પરંતુ આ શબ્દો છે 42 વર્ષીય લેટીસિયા આર. ના, જેણે ગયા અઠવાડિયે ફ્રાન્સની કોર્ટમાં પોતાના પર ગુજરેલા અત્યાચારની રૂંવાડા ઊભા કરી દે તેવી કહાની વર્ણવી. તેના હાથ ધ્રૂજતા હતા, આંખોમાં આંસુ હતા, છતાં તેના અવાજમાં એક હિંમત હતી. તેની સામે કઠેડામાં ઊભો હતો તેનો જ પૂર્વ પાર્ટનર (જીવનસાથી) ગુઇલાઉમ બોચી. એ જ નરાધમ જેણે સાત વર્ષ સુધી તેને જીવતી સળગાવી, બ્લેડથી કાપી, સિગારેટના ડામ આપ્યા અને સેંકડો અજાણ્યા પુરુષોને સોંપી દીધી. જ્યારે લેટીસિયાએ કોર્ટમાં આ બધું કહ્યું ત્યારે આખો કોર્ટરૂમ સ્તબ્ધ થઈ ગયો હતો. 487 એ કોઈ સામાન્ય આંકડો નહોતો, તે એક મહિલાના સન્માન અને આત્માના ચકનાચૂર થવાની ગણતરી હતી.

"તેણે કહ્યું, તું મારી ગુલામ છે"

ફ્રાન્સ24 ના રિપોર્ટ મુજબ, લેટીસિયા 11 વર્ષ પહેલાં ગુઇલાઉમ બોચીને મળી હતી. બોચી એક મોટી બેંકમાં મેનેજર હતો, ભણેલો-ગણેલો અને બહારથી બહુ જ સારો દેખાતો હતો. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પણ ધીમે-ધીમે તેણે લેટીસિયા પર પોતાનો કબજો જમાવવાનું શરૂ કર્યું. લેટીસિયાએ કોર્ટને કહ્યું, "તે મને કહેતો કે તું મારી ગુલામ છે, હું તારો માલિક છું, હું કહું એમ જ તારે કરવું પડશે." શરૂઆત BDSM ના નામે હળવી મારપીટથી થઈ. લેટીસિયાને લાગ્યું કે જો તેને નહીં ગમે તો તે આ બધું બંધ કરી દેશે, પણ એવું ક્યારેય ન થયું અને ક્રૂરતા વધતી જ ગઈ.

"દર 10 દિવસે માત્ર એક રાત ઊંઘવા મળતી"

સ્ટ્રેટ્સ ટાઇમ્સના અહેવાલ મુજબ, બોચીએ લેટીસિયાના જીવન પર પૂરો કાબૂ મેળવી લીધો હતો. તે ક્યારે સૂશે, ક્યારે જાગશે, શું પહેરશે બધું જ તે નક્કી કરતો. તેને અન્ડરવેર પહેરવાની પણ મનાઈ હતી અને બાથરૂમ જવા માટે પણ મંજૂરી લેવી પડતી. સૌથી ભયાનક વાત એ હતી કે લેટીસિયાને દર 10 દિવસે ફક્ત એક જ આખી રાત ઊંઘવા મળતી. બાકીની રાતો તેને યાતનાઓ સહન કરવામાં અથવા અજાણ્યા પુરુષો સાથે વિતાવવી પડતી. બોચી જાણીજોઈને તેને બાથરૂમ જવા નહોતો દેતો, જેથી તે કપડાં જ બગાડે અને આ જોઈને તેને વિકૃત આનંદ મળતો.

"મારા શરીર પર છરી અને બ્લેડથી કાપા પાડ્યા"

માત્ર માનસિક જ નહીં, શારીરિક ત્રાસ પણ ભયંકર હતો. બોચી તેને બેલ્ટ, લાકડાના બોર્ડ અને ઇલેક્ટ્રિક વાયરથી બેફામ મારતો. લેટીસિયાએ કોર્ટમાં જણાવ્યું, "તેણે મારી પીઠ પર છરી અને બ્લેડથી કાપા પાડ્યા. લોહી વહેતું પણ તેને કોઈ પરવા નહોતી." તે વારંવાર લેટીસિયાને સળગતી સિગારેટના ડામ આપતો. લેટીસિયા પીડાથી બૂમો પાડે તો તેને વધુ માર પડતો. બોચી તેને વોટ્સએપ પર ધમકીઓ આપતો કે "જો તું મારું નહીં માને, તો હું તને મારી નાખીશ."

બાળકીને જન્મ આપ્યાના બીજા જ દિવસે ટ્રક ડ્રાઇવર પાસે મોકલી

વર્ષ 2017 માં લેટીસિયાએ એક દીકરીને જન્મ આપ્યો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી તેનું શરીર પ્રસૂતિની પીડાથી કણસતું હતું. છતાં, આ રાક્ષસે ડિસ્ચાર્જ થયાના બીજા જ દિવસે તેને એક ટ્રક ડ્રાઇવર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી. કોર્ટમાં આ વાત સાંભળીને સૌની આંખો ભીની થઈ ગઈ. લેટીસિયાએ કહ્યું, "મને લાગ્યું જાણે હું અંદરથી મરી ગઈ છું."

પેશાબ પીવડાવ્યો, પબ્લિક ટોયલેટ ચટાવ્યા

ધ ટેલિગ્રાફના અહેવાલ પ્રમાણે, બોચીએ માત્ર બળાત્કાર જ નહોતો કરાવ્યો, પણ તેને માણસમાંથી પ્રાણી બનાવી દીધી હતી. તેણે લેટીસિયા પાસે પેશાબ પીવડાવ્યો અને જાહેર શૌચાલય પણ ચાટવા મજબૂર કરી. આ કેસ તાજેતરના પ્રખ્યાત 'ગિઝેલ પેલિકોટ' કેસ કરતા પણ વધુ ખતરનાક છે, કારણ કે પેલિકોટ કેસમાં મહિલાને બેભાન કરીને બળાત્કાર થતો હતો, જ્યારે અહીં લેટીસિયાને પૂરા હોશમાં રાખીને આ બધી યાતનાઓ અપાતી હતી.

ઓનલાઇન વેપાર: 487 પુરુષોની ડાયરી

બોચીએ લેટીસિયાને ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું. તે વેબસાઇટ્સ પર અજાણ્યા લોકો, પોતાના મિત્રો અને ઓફિસના સાથીઓને લેટીસિયા પાસે મોકલતો. તેણે લેટીસિયાને એક ડાયરી રાખવા મજબૂર કરી, જેમાં તેણે દરેક પુરુષનું નામ લખવાનું હતું. જ્યારે આ આંકડો 487 પર પહોંચ્યો ત્યારે લેટીસિયાએ ગણતરી જ છોડી દીધી.

આટલી ભયંકર ક્રૂરતા છતાં માત્ર 25 વર્ષની સજા કેમ?

કોર્ટમાં જ્યારે બોચીની કબૂલાત અને પુરાવા રજૂ થયા, ત્યારે કોર્ટે તેને બળાત્કાર, ત્રાસ અને બળજબરીથી વેશ્યાવૃત્તિ કરાવવા બદલ દોષિત ઠેરવ્યો. સરકારી વકીલે આજીવન કેદની માંગણી કરી હતી. પરંતુ, ધ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, કોર્ટે તેને માત્ર 25 વર્ષની જેલની સજા ફટકારી છે (જેમાંથી તેને ઓછામાં ઓછા 16-17 વર્ષ જેલમાં કાઢવા પડશે).

આટલી ઓછી સજા પાછળ ફ્રાન્સનો કાયદો જવાબદાર છે. ફ્રેન્ચ કાયદા મુજબ, ગંભીર બળાત્કાર માટે મહત્તમ 20 વર્ષ અને જો પીડિતા કાયમી ધોરણે અપંગ થઈ જાય તો 30 વર્ષની સજા છે. આજીવન કેદ ત્યારે જ મળે જો પીડિતાનું મૃત્યુ થાય. લેટીસિયા આજે ગંભીર રીતે બીમાર અને અપંગ બની ગઈ છે, પરંતુ તે જીવિત છે, તેથી જજ તેને આજીવન કેદ આપી શક્યા નહીં. વળી, ફ્રાન્સમાં બધા ગુનાઓની સજાઓનો સરવાળો થતો નથી, માત્ર સૌથી મોટા ગુનાની સજા જ મળે છે.

લેટીસિયા આજે જીવે છે, પણ તેનું શરીર અને મન કાયમ માટે તૂટી ગયા છે. જ્યારે 51 વર્ષનો બોચી 16-17 વર્ષ પછી પેરોલ પર બહાર આવશે, ત્યારે તે કદાચ ફરીથી સમાજમાં ફરતો હશે, અને આ જ વાત લેટીસિયા અને સમાજને સૌથી વધુ ડરાવી રહી છે.

Frequently Asked Questions

લેટીસિયા આર. પર તેના પૂર્વ પાર્ટનર દ્વારા કયા પ્રકારનો અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો?

લેટીસિયા પર 7 વર્ષ સુધી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તેને મારપીટ, બ્લેડથી કાપવું, સિગારેટના ડામ આપવા અને સેંકડો અજાણ્યા પુરુષોને સોંપવામાં આવી હતી.

લેટીસિયાના પૂર્વ પાર્ટનર ગુઇલાઉમ બોચી દ્વારા તેને કઈ વિકૃત માંગણીઓ કરવામાં આવતી હતી?

બોચી લેટીસિયાને પોતાનો પેશાબ પીવા અને જાહેર શૌચાલય ચાટવા માટે મજબૂર કરતો હતો. તે લેટીસિયાને 'મારી ગુલામ' કહીને તેની પર સંપૂર્ણ કબજો જમાવી બેઠો હતો.

ગુઇલાઉમ બોચીને લેટીસિયા પર અત્યાચાર માટે શું સજા મળી?

બોચીને બળાત્કાર, ત્રાસ અને બળજબરીથી વેશ્યાવૃત્તિ કરાવવા બદલ 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જોકે, ફ્રાન્સના કાયદા મુજબ, તેને ઓછામાં ઓછા 16-17 વર્ષ જેલમાં કાઢવા પડશે.

લેટીસિયા પર થયેલા અત્યાચારની ભયાનકતા 'ગિઝેલ પેલિકોટ' કેસ કરતાં કેવી રીતે અલગ હતી?

આ કેસ 'ગિઝેલ પેલિકોટ' કેસ કરતાં વધુ ખતરનાક હતો કારણ કે તેમાં લેટીસિયાને બેભાન કરીને નહીં, પરંતુ પૂરા હોશમાં રાખીને યાતનાઓ આપવામાં આવતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: સ્લોવાકિયાએ PM મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ સન્માન, 'વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત
PM Modi: સ્લોવાકિયાએ PM મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ સન્માન, 'વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
વધુ એક દેશમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, પીએમની મોટી જાહેરાત
વધુ એક દેશમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, પીએમની મોટી જાહેરાત
PM મોદી સ્લોવાકિયા પહોંચ્યા, આજે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરશે મુલાકાત
PM મોદી સ્લોવાકિયા પહોંચ્યા, આજે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરશે મુલાકાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટક્યું ચોમાસું?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં કેમ થયો ભડકો?
Gujarat Rain Forecast: ગુજરાતમાં સાત દિવસ છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી
NEET Paper Leak Case: NEET પેપરલીક કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા
Patan Crime: દારૂબંધીના દાવા ખોખલા સાબિત! પાટણમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો!, Video Viral
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: સ્લોવાકિયાએ PM મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ સન્માન, 'વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત
PM Modi: સ્લોવાકિયાએ PM મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ સન્માન, 'વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
Embed widget