100 indian rupees value in America: વિશ્વભરના દેશોનું ચલણ મૂલ્ય દરેક દેશમાં બદલાય છે. કેટલાક દેશોમાં પૈસાની કિંમત વધારે છે તો કેટલાક દેશોમાં તે ઘણી ઓછી છે. ઉદાહરણ તરીકે, તમે ગરીબીની આરે ઉભેલા પાકિસ્તાનના ચલણની કિંમત સમજી શકો છો કે 1 યુએસ ડોલરના બદલામાં તમને 278 પાકિસ્તાની રૂપિયા મળશે.
જો તમે અમેરિકા જઈ રહ્યા છો તો જાણો ત્યાંના 100 ભારતીય રૂપિયાની કિંમત. અમેરિકામાં ભારતીય 100 રૂપિયાની કિંમત લગભગ 1.19 ડોલર છે.
ડોલર સામે અન્ય દેશોની કરન્સીના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
દરેક દેશની પોતાની અનામત વિદેશી ચલણ હોય છે. તે આ આંતરરાષ્ટ્રીય કરન્સી સાથે આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરે છે અને જો તેની વિદેશી અનામત વધે કે ઘટે તો તેની અસર ચલણના ભાવ પર જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો આપણે જોઈએ કે, જો અમેરિકાના ફોરેન રિઝર્વમાં રૂપિયાનું મૂલ્ય અને ભારતના ફોરેન રિઝર્વમાં ડૉલરનું મૂલ્ય સમાન છે, તો રૂપિયાનું મૂલ્ય સ્થિર રહેશે. આઝાદી પછી, ભારત સરકારે રૂપિયાની કિંમતને મજબૂત રાખવા માટે લાંબા સમય સુધી પ્રયાસ કર્યો, તો બીજી તરફ, કેટલાક દેશો એવા છે કે જેમણે પોતાની કરન્સીની કિંમત ડોલર સામે ઘટાડી દીધી છે અને આજે તે દેશોની સ્થિતિ ઘણી સારી છે. ઉપરાંત, આજે તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સામેલ છે.
કયા દેશમાં રૂપિયાની કિંમત વધુ છે
વિયેતનામમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય સૌથી વધુ છે. અહીં એક રૂપિયો 294.21 વિયેતનામી ડોંગ છે, જો તમારી પાસે 100 રૂપિયા છે તો તે 29,421 વિયેતનામી ડોંગ છે. આ સિવાય ઇન્ડોનેશિયામાં પણ ભારતીય રૂપિયાની કિંમત ઘણી સારી છે અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 188.11 ઇન્ડોનેશિયન રૂપિયા છે, જો અહીં 100 રૂપિયાની જગ્યાએ તમને 18,811 ઇન્ડોનેશિયન રૂપિયા મળશે.આમ વિશ્વમાં કેટલાક દેશોએ ડોલર સામે પોતાની કરન્સીનું મૂલ્ય જાળવી રાખવા ઘણા પ્રયત્નો કર્યા છે. હાલમાં ઘણા દેશોમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય વધારે છે. માટે તે દેશોના લોકો ભારતમાં કામ કરવા માટેની તક શોધે છે.
અમેરિકામાં ભારતીય 100 રૂપિયાની કિંમત લગભગ 1.19 ડોલર છે. એટલે કે આપના 100 રૂપિયા ત્યાંનાં એક ડોલર સમાન છે. માટે લોકો અમેરિકામાં કામ કરવા જવાનું વિચારે છે,અને ત્યાંથી કમાઈને ભારતમાં રોકાણ કરે છે.