નવી દિલ્હીઃ કોરોના સામે ભારત ઝઝૂમી રહ્યું છે, અને મહામારીથી ભારતની અર્થવ્યસ્થાને મોટો ફટકો પડ્યો છે, અર્થવ્યવસ્થા તુટી રહી છે. પહેલી ત્રિમાસિક એટલે કે એપ્રિલ થી જૂનની વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થામાં 23.9 ટકાનો ઘટાડો નોંધાવામાં આવ્યો છે, જે જી-20 દેશોમાં સૌથી મોટો ઘટાડો છે. આ મામેલ ચીને ભારત પર કટાક્ષ કરતા કહ્યું કે, જો ભારત સાચવે નહીં તો ભારત આખુ આર્થિક મંદીમાં ફસાઇ જશે.


ચીનના ગ્લૉબલ ટાઇમ્સમાં છપાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કૉવિડ-19ના પ્રભાવે પહેલાથી જ ભારતને કમજોર કરી દીધુ છે. ભારતના આર્થિક તંત્રને નબળુ પાડી દીધુ છે. અખબારે ભારતીય જીડીપીમાં વધુ ઘટાડાની સંભાવના દર્શાવતા કહ્યું કે, લાખો લોકો ફરીથી એકવાર ગરીબીની રેખા નીચે આવી જઇ શકે છે, ભારતે આ મામલે સાચવવુ જોઇએ. રિપોર્ટ અનુસાર, મોટાભાગના ધંધા અને નોકરીઓ ખતમ થઇ ગઇ છે. મહામારી દક્ષિણ એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશને વધુ અસર પહોંચાડી રહી છે. હાલ આ બાબતે કોઇ રિકવરી નથી દેખાઇ રહી. ભારતમાં કોરોના મહામારી બાદ મેન્યૂફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં 39 ટકા અને માઇનિંગ સેક્ટરમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. સાથે સાથે કેટલાક અર્થશાસ્ત્રીઓનુ કહેવુ છે કે સ્થિતિ હજુ વધુ ખરાબ થઇ શકે છે.

ભારત સાથે ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે ગ્લૉબલ ટાઇમ્સે કહ્યું કે, એલએસી પર તનાવ બન્ને દેશોના દ્વીપક્ષીય સંબંધોને વધુ ખરાબ કરી રહ્યાં છે. સાથે ચીની કંપનીઓ ભારતમાં પોતાનુ રોકાણ પણ ઓછુ કરી કરી છે. અખબારે ધમકી આપી છે કે સીમા વિવાદના કારણે ચીનના માર્કેટમાં ભારતીય વસ્તુઓનુ આવવાનુ બંધ થઇ જશે, અને આનાથી ભારતીય અર્થવ્યવસ્થા વધુ ખરાબ થઇ જશે.