છેલ્લા ઘણા દિવસોથી બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે હિન્દુઓ પરના અત્યાચારો વધુને વધુ ગંભીર બની રહ્યા છે. હવે, અહેવાલો સામે આવ્યા છે કે બાંગ્લાદેશમાં હિંસક ટોળાએ વધુ એક હિંદુ યુવક પર હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર, ટોળાએ હિન્દુ યુવાન પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો તેને ઘાયલ કર્યો અને પછી તેને આગ લગાવી સગળાવી દેવામાં આવ્યો હતો. આ હુમલામાં ખોકન દાસ (50 ) ગંભીર રીતે ઘાયલ થયા હતા. એવું જાણવા મળ્યું છે કે હિન્દુ વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ખોકન દાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર ગુસ્સે ભરાયેલા ટોળાએ હુમલો કર્યો હતો. બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ત્રણ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે.

Continues below advertisement

બાંગ્લાદેશમાં એક હિંસક જૂથ દ્વારા ખોકન દાસ નામના અન્ય એક હિન્દુ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ 50  વર્ષીય વ્યક્તિ ઘાયલ થઈ હતી અને તેને આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટના 31  ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં બની હતી.

શું છે સમગ્ર મામલો ?

Continues below advertisement

અહેવાલો અનુસાર, બાંગ્લાદેશમાં હુમલો કરાયેલા હિન્દુ વ્યક્તિનું નામ ખોકન દાસ છે. 50  વર્ષીય ખોકન દાસને હિંસક ટોળાએ ઘાયલ કરીને આગ લગાવી દીધી હતી. અહેવાલો અનુસાર, આ ઘટના 31  ડિસેમ્બરે બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં બની હતી. અહેવાલો અનુસાર, ખોકન દાસ ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.

હિન્દુ પર અત્યાચારની ચોથી ઘટના બની

છેલ્લા ઘણા દિવસોથી બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે હિન્દુ યુવક પર અત્યાચારની આ ચોથી ઘટના છે. અગાઉ, 24  ડિસેમ્બરે, બાંગ્લાદેશના કાલીમોહર યુનિયનના હુસૈનડાંગા વિસ્તારમાં એક ટોળાએ કથિત રીતે અમૃત મંડલ નામના 29  વર્ષીય યુવાનને માર મારીને હત્યા કરી હતી. 18  ડિસેમ્બરે, મૈમનસિંહમાં એક હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસને ભીડે નિર્દયતાથી માર માર્યો હતો, જ્યાં તેને રસ્તાની વચ્ચે એક ઝાડ પર લટકાવીને આગ લગાવી દેવામાં આવી હતી.

બાંગ્લાદેશમાં (Bangladesh) લઘુમતી હિન્દુઓ પર અત્યાચારનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા (Violence Against Hindus) ચરમસીમાએ છે. ઉલ્લેખનીય છે કે, મૈમનસિંઘ જિલ્લામાં જ થોડા દિવસો પહેલા 18 ડિસેમ્બરના રોજ ભીડે દીપુ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકને ઢોર માર મારીને જીવતો સળગાવી દીધો હતો. તે ઘટનાની શાહી હજુ સુકાઈ નહોતી ત્યાં જ બજેન્દ્રની હત્યા થઈ હતી. ત્યાં હવે વધુ એક હિંદુ યુવકની હત્યા કરવામાં આવી છે.   આ સિવાય ઢાકામાં અમૃત મંડલ નામના યુવકની પણ ગોળી મારીને હત્યા કરાઈ હતી. આમ, માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં 4 હિન્દુ યુવાનોની હત્યાથી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.