Israel Syria Buffer Zone: બશર અલ-અસદને ઉથલાવી દીધા બાદ હવે સીરિયા પર ઇસ્લામિક વિદ્રોહી જૂથ હયાત તહરિર અલ-શામ (HTS) દ્વારા કબજો કરવામાં આવ્યો છે. સીરિયામાં HTSના કબજા બાદ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ તેમના પરિવાર સાથે રશિયા ભાગી ગયા છે. વળી, યુએસ એરફોર્સ બૉમ્બર્સે, ઇઝરાયેલ સાથે મળીને સીરિયામાં સૈન્ય મથકો અને રાસાયણિક હથિયારોના કારખાનાઓ પર શક્તિશાળી હવાઈ હુમલા કર્યા અને તેનો નાશ કર્યો હતો.


અમેરિકા અને ઈઝરાયેલ બંનેને ડર હતો કે આ સીરિયન શસ્ત્રો બળવાખોરોના હાથમાં આવી જશે. બીજીતરફ ઈઝરાયેલની સેના પણ જમીન માર્ગે સીરિયાની સરહદમાં ઘુસી ગઈ હતી. 1974ની સંધિ બાદ આ પ્રથમ વખત છે જ્યારે ઈઝરાયેલની સેનાએ સીરિયાની ધરતી પર પગ મૂક્યો હોય. એટલું જ નહીં ઇઝરાયેલની સેનાએ ગોલાન હાઇટ્સ પાસે સીરિયાની સરહદની 10 કિમી અંદરની જમીન પર કબજો કરી લીધો છે અને તેને બફર ઝૉનમાં ફેરવી દીધો છે. ઈઝરાયેલે આ પગલા પાછળ પોતાના દેશના નાગરિકોની સુરક્ષાને કારણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ પગલું થોડા સમય માટે જ છે.


IDFએ સીરિયન જમીન પર ખુબ મચાવી તબાહી 
બશર અલ-અસદ દેશ છોડ્યા પછી ઇઝરાયેલની વાયુસેના સીરિયાની અંદર પ્રવેશી અને ઘણા લશ્કરી લક્ષ્યો પર હુમલો કર્યો. ઈઝરાયેલના સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે આ હુમલો ખૂબ જ ભયાનક હતો. રવિવારે (08 ડિસેમ્બર) ઇઝરાયેલી સેનાએ ઇઝરાયેલ-સીરિયા બૉર્ડર પર ગોલાન હાઇટ્સની અંદર બફર ઝૉન બનાવ્યો છે.


સીરિયામાં અસદ શાસનના અંત સાથે સીરિયામાં ઈરાનનો પ્રભાવ પણ ખતમ થઈ ગયો છે. જેના કારણે ઈઝરાયેલને મોટી તક મળી છે. હવે ઈરાન સીરિયા થઈને લેબનાનમાં હિઝબુલ્લાહને શસ્ત્રો મોકલી શકશે નહીં.


IDF એ તબાહ કર્યા સૈન્ય ઠેકાણાંઓ 
ઇઝરાયેલની સેનાએ રવિવારે (8 ડિસેમ્બર) સીરિયામાં પ્રવેશ કર્યો અને 7 લશ્કરી થાણાઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધા. આમાં ખલખા એરબેઝ અને મિલિટરી બેઝ પણ સામેલ છે. આ હુમલાઓમાં સીરિયન આર્મીની મિલિટરી ઈન્ટેલિજન્સ ઓફિસને પણ ભારે નુકસાન થયું છે. IDFએ દાવો કર્યો હતો કે ઈરાન સીરિયામાં હથિયારોની ફેક્ટરી ચલાવી રહ્યું છે અને તેના નિષ્ણાતો ત્યાં હાજર છે.


આ પણ વાંચો


તખ્તાપલટ છતાં સીરિયામાં સંકટ ખતમ થયુ નથી, US-રશિયા અને વિદ્રોહીઓ સામે છે આ પડકારો