વિશ્વના સૌથી સુંદર ટૂરિસ્ટ સ્થળોમાંનું એક થાઇલેન્ડ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે, તેના પર્યટન માટે નહીં, પરંતુ ગોવામાં એક નાઇટક્લબના માલિક લુથ્રા બ્રધર્સ આગની ઘટના બાદ થાઇલેન્ડ ભાગી ગયાની ચર્ચાને કારણે હાલ તે વધુ ચર્ચામાં છે. કલબના માલિક આ ઘટનાના દિવસે દેશ છોડીને ફુકેટ ભાગી જવામાં સફળ રહ્યા. ફુકેટ થાઇલેન્ડનું એક ફેમશ પર્યટન સ્થળ છે, જે દર વર્ષે લાખો ભારતીયોને આકર્ષે છે. અહીંના ચલણનું મૂલ્ય ભારતીય રૂપિયા કરતા વધારે છે. Vice.com ના અહેવાલ મુજબ, 1 થાઇ બાહ્ટ (THB) ની કિંમત આશરે 2.83 ભારતીય રૂપિયા (INR) છે.
જો કોઈ ભારતીય થાઇલેન્ડમાં કામ કરે છે અને દર મહિને આશરે 100,000 રૂપિયા કમાય છે, તો ભારતમાં તેનું મૂલ્ય 282,000 રૂપિયા થશે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યારે તે ભારત પાછો ફરે છે ત્યારે થાઇલેન્ડમાં કમાયેલા પૈસા નોંધપાત્ર રીતે વધુ મૂલ્યવાન બને છે. વધુમાં, જો કોઈ ભારતીય 100,000 રૂપિયા થાઇલેન્ડ પ્રવાસ માટે લઈ જાય છે, તો ત્યાં તેની કિંમત 35 હજાર ,376 રૂપિયા થઇ જાય છે.
થાઇલેન્ડનું ચલણ અને હકીકતો
થાઇલેન્ડનું સત્તાવાર ચલણ થાઇ બાટ છે, જે સો સૌ સતાંગમાં વિભાજિત કરાય છે. આ ચલણ બેંક ઓફ થાઇલેન્ડ દ્વારા સંચાલિત અને નિયંત્રિત થાય છે. ભારતીય પ્રવાસીઓને શરૂઆતના ખર્ચ ટાળવા માટે અગાઉથી થોડી માત્રામાં સ્થાનિક ચલણનું વિનિમય કરવાની સલાહ આપવામાં આવે છે.
ભારતીય પ્રવાસીઓની રેકોર્ડ સંખ્યા
થાઇલેન્ડ પ્રત્યે ભારતીય પ્રવાસીઓનું આકર્ષણ સતત વધી રહ્યું છે. ફક્ત 2024 માં, લગભગ 2.1 મિલિયન ભારતીયોએ થાઇલેન્ડની મુલાકાત લીધી હતી. ચીન અને મલેશિયા પછી ભારતને થાઇલેન્ડનું સૌથી મોટું પ્રવાસન બજાર માનવામાં આવે છે, જે તેના અર્થતંત્રને નોંધપાત્ર વેગ આપે છે.