શોધખોળ કરો

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

એક પાકિસ્તાની પત્રકારે GHQ ના વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને ઇમરાન ખાનના મૃત્યુની આશંકા વ્યક્ત કરી હતી; દાવાઓ વાયરલ થતાં જ પાકિસ્તાની સેના (ISPR) એ મૌન તોડીને આપી પ્રતિક્રિયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનના જેલમાં મૃત્યુની અફવા ફેલાઈ.
  • પાકિસ્તાની સેનાએ સત્તાવાર રીતે આ અહેવાલોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા.
  • પત્રકારે સેનાના મૌન પરથી ઇમરાનના મૃત્યુની આશંકા વ્યક્ત કરી.
  • ISPRના ખુલાસાથી પત્રકારને ઇમરાન જીવિત હોવાનો સંતોષ.

Imran Khan Death Rumors News: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન લાંબા સમયથી જેલના સળિયા પાછળ છે. તેમને અત્યંત કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે, એટલી હદે કે તેમના પરિવારના સભ્યો કે અંગત ડૉક્ટરને પણ તેમને મળવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો ચાલતી રહે છે. પરંતુ તાજેતરમાં જ એક એવા અહેવાલે સનસનાટી મચાવી દીધી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વ પીએમ ઇમરાન ખાનનું જેલમાં જ મોત નીપજ્યું છે!

આ દાવાઓ આગની જેમ ફેલાયા બાદ, પાકિસ્તાન સેનાના માહિતી વિભાગ (ISPR) ને મેદાનમાં ઉતરવું પડ્યું છે. ISPR એ આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના જેલમાં મોત અંગેના દાવાઓ સાવ ખોટા અને તદ્દન પાયાવિહોણા છે.

ઇમરાન ખાનના મોતનો આ દાવો આખરે કોણે કર્યો?

આ સમગ્ર વિવાદની શરૂઆત બુધવારે (12 ઓગસ્ટ, 2026) થઈ, જ્યારે પાકિસ્તાની પત્રકાર વજાહત ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ભારે વાયરલ થયો. આ વિડીયોમાં વજાહત ખાને એક મોટો દાવો કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન આર્મીના જનરલ હેડક્વાર્ટર (GHQ) ના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમની વાત થઈ છે અને તેમને ડર છે કે કદાચ ઇમરાન ખાન હવે આ દુનિયામાં નથી રહ્યા.

જોકે, પત્રકારે પોતાના દાવામાં બચાવનો રસ્તો પણ રાખ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ માહિતી હજુ સુધી કોઈ સ્વતંત્ર સોર્સ દ્વારા કન્ફર્મ થઈ નથી અને આ માત્ર એક આશંકા કે અનુમાન છે, કોઈ નક્કર રિપોર્ટ નહીં.

વજાહત ખાને પોતાના વિડીયોમાં ભારપૂર્વક કહ્યું હતું કે, "હું ફરીવાર કહું છું કે તે અધિકારીઓએ ઇમરાન ખાનના મોતની કોઈ પુષ્ટિ નથી કરી. તેમણે માત્ર એટલો જ ગંભીર ડર વ્યક્ત કર્યો છે કે કદાચ સૌથી ખરાબ ઘટના ઘટી ચૂકી છે અથવા ઘટવાની તૈયારીમાં છે. આવું કેમ? કારણ કે આટલા મોટા મુદ્દે પાકિસ્તાની સેનાએ અત્યંત અસામાન્ય અને ભયાનક રીતે ચુપકીદી સાંધી લીધી છે."

પાકિસ્તાની સેનાના ખુલાસા પછી પત્રકારે શું કહ્યું?

જ્યારે પાકિસ્તાની સેના (ISPR) એ સત્તાવાર રીતે આ અફવાઓ ફગાવી દીધી, ત્યારે વજાહત ખાને ફરી એકવાર પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, "ઘણા મહિનાઓ પછી આ પહેલી ઘટના છે જ્યારે ISPR એ પોતાનું મૌન તોડીને કંઈક બોલવું પડ્યું છે અને મારા રિપોર્ટિંગને ખોટું ગણાવ્યું છે. મને ખરેખર એ વાતની ખુશી છે કે ISPR એ કોઈ જવાબ તો આપ્યો. મારો રિપોર્ટ ખોટો હોય તો પણ, તેનો સીધો અર્થ એ છે કે ઇમરાન ખાન હજુ જીવિત છે અને સુરક્ષિત છે."

Frequently Asked Questions

ઇમરાન ખાનના મૃત્યુની અફવાઓ શા માટે ફેલાઈ?

પાકિસ્તાની પત્રકાર વજાહત ખાનના એક વિડીયો બાદ ઇમરાન ખાનના મૃત્યુની અટકળો શરૂ થઈ. તેમણે આર્મીના અધિકારીઓ સાથેની વાતચીત ટાંકીને આવા ભયની આશંકા વ્યક્ત કરી હતી.

ઇમરાન ખાનના મૃત્યુના દાવાઓ વિશે પાકિસ્તાની સેનાએ શું કહ્યું?

પાકિસ્તાન સેનાના માહિતી વિભાગ (ISPR) એ સ્પષ્ટ કર્યું છે કે ઇમરાન ખાનના જેલમાં મૃત્યુના દાવાઓ સાવ ખોટા અને પાયાવિહોણા છે. તેમણે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યો હતો.

ઇમરાન ખાનના મૃત્યુની અફવાઓ કોણે શરૂ કરી હતી?

આ અફવાઓની શરૂઆત પાકિસ્તાની પત્રકાર વજાહત ખાને 'X' પર વાયરલ થયેલા એક વિડીયો દ્વારા કરી હતી. તેમણે GHQ ના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો.

પત્રકાર વજાહત ખાને પોતાના દાવા વિશે શું સ્પષ્ટતા કરી હતી?

વજાહત ખાને કહ્યું હતું કે તેમની માહિતી કોઈ સ્વતંત્ર સોર્સ દ્વારા કન્ફર્મ થઈ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે તે માત્ર એક આશંકા કે અનુમાન હતું, કોઈ નક્કર રિપોર્ટ નહીં.

Advertisement

ટોપ સ્ટોરી

'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
નેપાળમાં ભયંકર પૂરના 9 દિવસ બાદ જિંદગીની તલાશને સફળતા, 2 લોકોનું સફળ રેસ્કયુ, સંભળાતો હતો અવાજ
નેપાળમાં ભયંકર પૂરના 9 દિવસ બાદ જિંદગીની તલાશને સફળતા, 2 લોકોનું સફળ રેસ્કયુ, સંભળાતો હતો અવાજ
SCO શિખર સંમેલનમાં મોદી-પેજેકિશ્યનની મુલાકાતથી ટ્રમ્પ અકળાયા, ભારતને આપી ચેતવણી
SCO શિખર સંમેલનમાં મોદી-પેજેકિશ્યનની મુલાકાતથી ટ્રમ્પ અકળાયા, ભારતને આપી ચેતવણી
નેપાળની વિનાશક પૂરમાં અત્યાર સુધી 1,290 લોકોનાં મૃત્યુ, જાણો હજુ કેટલા લોકો ગુમ
નેપાળની વિનાશક પૂરમાં અત્યાર સુધી 1,290 લોકોનાં મૃત્યુ, જાણો હજુ કેટલા લોકો ગુમ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી
Rajkot News: ઓવરટેક બાબતે બોલાચાલી બાદ મારામારી, ધોરાજીના યુવકનું સારવાર દરમિયાન મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ
સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ
અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'
અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'
Vibrant Gujarat: 'ગુજરાત સરકાર ટી20 નહીં, ટેસ્ટ મેચ રમે છે', આનંદ મહિન્દ્રાની પ્રશંસાત્મક પૉસ્ટ
Vibrant Gujarat: 'ગુજરાત સરકાર ટી20 નહીં, ટેસ્ટ મેચ રમે છે', આનંદ મહિન્દ્રાની પ્રશંસાત્મક પૉસ્ટ
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
Embed widget