India-Canada Row: કેનેડાના વિપક્ષના નેતાએ કહ્યુ- 'ભારત સાથે સંબંધો જરૂરી, હું PM બનીશ તો સંબંધો ફરીથી સુધારીશ'

India-Canada Row: તેઓએ કહ્યું કે કેનેડા માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની દરેક મહાસત્તા સાથે વિવાદમાં છે.

Continues below advertisement

કેનેડા અને ભારત વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડાનું કહેવું છે કે આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ જસ્ટિન ટ્રુડો ભારત સાથે સંબંધો બનાવી શક્યા નથી. બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે. જો તેઓ કેનેડાના વડાપ્રધાન બનશે તો તેઓ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધારશે.

Continues below advertisement

ભારત સાથે ઔપચારિક સંબંધોની જરૂર

કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રમુખ અને કેનેડિયન સંસદમાં વિરોધ પક્ષના નેતા પિયરે પોઈલિવરે મંગળવારે એક રેડિયો શોમાં સામેલ થયા હતા. અહી તેમણે કહ્યું હતું કે અમારે ભારત સાથે ઔપચારિક સંબંધોની જરૂર છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. અમે એકબીજા સાથે અસંમત હોઈ શકીએ છીએ પરંતુ ઔપચારિક સંબંધ જરૂરી છે. તેમણે 41 કેનેડિયન રાજદ્વારીઓને કેનેડા પાછા મોકલવાના મામલામાં ટ્રુડો પર દોષનો ટોપલો ઢોળ્યો. તેઓએ કહ્યું કે કેનેડા માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની દરેક મહાસત્તા સાથે વિવાદમાં છે.

હિંદુ મંદિરોમાં તોડફોડના પ્રશ્ન પર આપ્યો આ જવાબ

કેનેડામાં હિંદુ મંદિરોની તોડફોડના પ્રશ્ન પર પોઈલિવરે કહ્યું હતું કે  "હું માનું છું કે જે લોકો હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડે છે, લોકોને નુકસાન પહોંચાડે છે અથવા જેઓ સંપત્તિને નુકસાન પહોંચાડે છે તેમને ફોજદારી કેસનો સામનો કરવો જોઈએ."

ભારતે કેનેડિયન રાજદ્વારીઓને કેનેડા પાછા મોકલ્યા

કેનેડાના વડા પ્રધાનના નિવેદન બાદ ભારત સાથેના સંબંધો બગડતાં ભારતે 41 કેનેડિયન રાજદ્વારીઓને પાછા મોકલ્યા હતા. ભારતના આ નિર્ણયથી નારાજ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ તાજેતરમાં કહ્યું હતું કે ભારતે ઔપચારિક રીતે જાહેરાત કરી છે કે 20 ઓક્ટોબર સુધીમાં 21 રાજદ્વારીઓ અને તેમના પરિવારોને છોડીને તમામ રાજદ્વારીઓની પ્રતિરક્ષા રદ કરવામાં આવશે. આનાથી અમારા રાજદ્વારીઓ જોખમમાં મુકાઈ જશે. આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, "ભારતમાં કેનેડાના રાજદ્વારી હાજરીને નોંધપાત્ર રીતે ઘટાડવાની માંગના જવાબમાં કેનેડિયન રાજદ્વારીઓના ભારતમાંથી વિદાયથી અમે ચિંતિત છીએ. અમેરિકાએ કહ્યું છે કે તેણે કેનેડાના આરોપોને ગંભીરતાથી લીધા છે. આ સિવાય બ્રિટનની સાથે ભારતને પણ આ હત્યાની તપાસમાં કેનેડાને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. કેનેડા સાથે તણાવ બાદ પશ્ચિમી સત્તાઓએ ભારતની નિંદા કરવાનું ટાળ્યું છે. રોયટર્સે વિશ્લેષકોને ટાંકીને કહ્યું કે અમેરિકા અને બ્રિટન ભારત સાથેના સંબંધોમાં કોઈ કડવાશ નથી ઈચ્છતા અને સંબંધોમાં કોઈપણ પ્રકારનું નુકસાન ઈચ્છતા નથી. બંને દેશો ભારતને તેમના મુખ્ય એશિયાઈ હરીફ ચીનની સામે રાખવા માંગે છે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola