શોધખોળ કરો

₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે

Oman Gujarat gas pipeline: ₹40,000 કરોડના ખર્ચે અરબી સમુદ્રમાં 2,000 કિમી લાંબી અંડરવોટર પાઇપલાઇન નખાશે; યુદ્ધની સ્થિતિમાં પણ ભારતને મળતો રહેશે સસ્તો અને સુરક્ષિત ગેસ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત ઓમાનથી ગુજરાત ૨૦૦૦ કિમી ગેસ પાઇપલાઇન નાખશે.
  • હોર્મુઝ સ્ટ્રેટ નિર્ભરતા ઘટાડી, ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરશે.
  • આ ₹૪૦,૦૦૦ કરોડનો પ્રોજેક્ટ ૩૦ વર્ષ જૂનો વિચાર છે.
  • પેટ્રોલિયમ મંત્રાલયે વિગતવાર રિપોર્ટ બનાવવા સૂચના આપી.

Oman Gujarat gas pipeline: મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્ર ધુની) પરના સતત ટેન્શન વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષા માટે એક મોટો અને માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. હવે ભારતને ક્રૂડ કે ગેસ માટે હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. ભારતમાં ઉર્જાનો સપ્લાય ખોરવાય નહીં અને દેશને સતત ગેસ મળતો રહે તે માટે અરબી સમુદ્રના તળિયે ઓમાનથી લઈને સીધી ગુજરાત સુધી આશરે 2,000 કિલોમીટર લાંબી અંડરવોટર ગેસ પાઇપલાઇન નાખવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રોજેક્ટથી ભારતને સીધો અને સુરક્ષિત નેચરલ ગેસ મળશે.

દુનિયાભરમાં હાલ જે રીતે ભૌગોલિક રાજનીતિ બદલાઈ રહી છે, તેને જોતા ભારતે પોતાના ગેસ અને તેલના સપ્લાયને સુરક્ષિત કરવા કમર કસી છે. તમને જણાવી દઈએ કે, ઓમાન-ગુજરાત ડીપ-સી (ઊંડા સમુદ્રની) ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટનો વિચાર આજકાલનો નથી, પણ છેલ્લા 30 વર્ષોથી તેની ચર્ચા ચાલી રહી છે. અગાઉ મોટા ખર્ચ અને ટેકનિકલ મુશ્કેલીઓના કારણે આ પ્રોજેક્ટ કાગળ પર જ રહ્યો હતો. સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઇઝ (SAGE) કંપની વર્ષોથી આ પ્રોજેક્ટ પાછળ મહેનત કરી રહી છે અને તેઓ દરિયાના તળિયાનો ટેકનિકલ અને નાણાકીય સર્વે પણ કરી ચૂક્યા છે.

કેટલો ખર્ચ થશે અને શું ફાયદો થશે?

આ ઐતિહાસિક પ્રોજેક્ટ પાછળ આશરે ₹40,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ દુનિયાનો સૌથી ઊંડો દરિયાઈ માર્ગ હશે, જેના દ્વારા ઓમાનથી સીધો કુદરતી ગેસ ભારતના પશ્ચિમ કિનારે એટલે કે ગુજરાતમાં પહોંચશે. આ પાઇપલાઇન બની જવાથી ગલ્ફ દેશો અને ભારત વચ્ચે સીધો અને સુરક્ષિત માર્ગ બની જશે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેટ જેવા જોખમી દરિયાઈ માર્ગો પર ભારતની નિર્ભરતા સાવ ખતમ થઈ જશે.

ભારત માટે આ પ્રોજેક્ટ આટલો મહત્વનો કેમ છે?

આપણે ત્યાં મોટાભાગનું ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ (ખાસ કરીને LNG) વિદેશથી જ આવે છે. આ સપ્લાયનો મોટો હિસ્સો ગલ્ફ દેશોમાંથી હોર્મુઝ સ્ટ્રેટ થઈને જ ભારતમાં પ્રવેશે છે. જો આ માર્ગમાં કોઈ યુદ્ધ કે ટેન્શન ઊભું થાય, તો તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ અને ઇંધણના ભાવો પર પડે છે.

આ પણ વાંચોઃ US-ઈરાન ડીલ પર ટ્રમ્પનું સસ્પેન્સ, પણ હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાને મોટો દાવ રમ્યો, ટોલ નહીં પણ ટેક્સ....

હાલમાં જહાજો મારફતે જે LNG આવે છે, તેને પહેલા પ્રવાહી બનાવવો પડે અને ભારતમાં આવ્યા બાદ ફરી ગેસમાં ફેરવવો પડે છે, જેમાં ઘણો ખર્ચ થાય છે. પાઇપલાઇન આવવાથી આખી ઝંઝટ ખતમ થશે અને ગેસ સીધો ભારત પહોંચશે. મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે જહાજોની સુરક્ષા અને ગેસના ભાવમાં થતી વધઘટને પગલે આ પાઇપલાઇન પ્રોજેક્ટમાં ભારતનો રસ ફરી જાગ્યો છે.

સરકારે શરૂ કરી દીધી છે તૈયારીઓ

તાજેતરમાં જ પેટ્રોલિયમ મંત્રાલયે GAIL, એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ અને ઇન્ડિયન ઓઇલ (IOCL) જેવી સરકારી કંપનીઓને આ પ્રોજેક્ટનો ડિટેલ રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના આપી દીધી છે. રિપોર્ટ આવ્યા બાદ સપ્લાય અને ફાઇનાન્સિંગ અંગે ઓમાન સરકાર સાથે સત્તાવાર વાટાઘાટો શરૂ થશે.

આ પાઇપલાઇનનો અમુક ભાગ તો દરિયામાં 3,000 મીટર (3 કિમી) ની ઊંડાઈએ નાખવામાં આવશે. આ પ્રોજેક્ટથી ભારતને ઉર્જાના નવા સ્ત્રોત મળશે અને ઓમાનને કાયમી ગ્રાહક મળશે. દરખાસ્ત મુજબ, આ પાઇપલાઇન દ્વારા ગેસ લાવવાનો શિપિંગ ખર્ચ પ્રતિ mmBtu માત્ર $2 થી $2.25 જેટલો જ આવશે, જે લાંબા ગાળે ભારત માટે ઘણો ફાયદાકારક સાબિત થશે.

આ પણ વાંચોઃ ભારતમાં તેલ અને ગેસનો ભંડાર ખૂટી જશે? હોર્મુઝ કટોકટી વચ્ચે સરકારે કર્યો મોટો ખુલાસો

Frequently Asked Questions

ઓમાન-ગુજરાત ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ શું છે?

આ પ્રોજેક્ટ અરબી સમુદ્રના તળિયે ઓમાનથી ગુજરાત સુધી આશરે 2,000 કિલોમીટર લાંબી અંડરવોટર ગેસ પાઇપલાઇન નાખવાની તૈયારી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને સીધો અને સુરક્ષિત કુદરતી ગેસ પૂરો પાડવાનો છે.

ભારત માટે આ પ્રોજેક્ટ શા માટે મહત્વપૂર્ણ છે?

આ પ્રોજેક્ટ ભારતની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરશે. તે હોર્મુઝ સ્ટ્રેટ જેવા જોખમી દરિયાઈ માર્ગો પર ભારતની નિર્ભરતા ઘટાડશે અને યુદ્ધ જેવી સ્થિતિમાં ગેસ સપ્લાય ખોરવાઈ નહીં તેની ખાતરી આપશે.

આ પાઇપલાઇન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ કેટલો છે અને તેમાં કોણ સામેલ છે?

આ પ્રોજેક્ટ પાછળ આશરે ₹40,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. પેટ્રોલિયમ મંત્રાલયે GAIL, એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ અને ઇન્ડિયન ઓઇલ જેવી સરકારી કંપનીઓને ડિટેલ રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી છે.

આ પાઇપલાઇનથી ભારતને આર્થિક રીતે શું ફાયદો થશે?

પાઇપલાઇન આવવાથી LNG ને પ્રવાહી બનાવવાનો અને ફરી ગેસમાં ફેરવવાનો મોટો ખર્ચ બચશે. આ પાઇપલાઇન દ્વારા ગેસ લાવવાનો શિપિંગ ખર્ચ પ્રતિ mmBtu માત્ર $2 થી $2.25 જેટલો જ આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
Embed widget