India Pakistan war 2026 prediction: જમ્મુ કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓ દક્ષિણ એશિયામાં શાંતિ ડહોળી શકે છે. અમેરિકાની અગ્રણી થિંક ટેન્ક 'કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ' (CFR) ના તાજા રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2026 માં ભારત અને પાકિસ્તાન (India Pakistan War) વચ્ચે ભયાનક યુદ્ધ ફાટી નીકળી શકે છે. 'ઓપરેશન સિંદૂર' બાદ બંને દેશો વચ્ચે સર્જાયેલી તંગદિલી અને બંને પક્ષે થઈ રહેલી જંગી શસ્ત્ર ખરીદી આ જોખમને વધુ ઘેરો બનાવી રહી છે.

Continues below advertisement

ઓપરેશન સિંદૂર અને કાશ્મીરમાં 30 આતંકવાદીઓ સક્રિય

CFR ના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું પ્રમાણ વધવાથી બંને પરમાણુ સંપન્ન દેશો આમને સામને આવી શકે છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના (Intelligence Agencies) ઇનપુટ્સ મુજબ, કડક શિયાળામાં પણ જમ્મુ રિજિયનમાં 30 થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય છે. આ સ્થિતિ ગમે ત્યારે વિસ્ફોટક બની શકે છે, જેની સીધી અસર અમેરિકાના હિતો પર પણ પડી શકે છે.

Continues below advertisement

ભારતીય વાયુસેનાનો PoK માં સપાટો અને 'ઓપરેશન સિંદૂર'

ઉલ્લેખનીય છે કે, 22 April ના રોજ પહેલગામમાં થયેલા હુમલાના જવાબમાં ભારતે 7 May, 2025 ના રોજ 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેના અને વાયુસેનાએ (IAF) પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ઘૂસીને આતંકવાદી અડ્ડાઓ અને પાક સેનાના ઠેકાણાઓ નેસ્તનાબૂદ કર્યા હતા. આ ઘટના બાદ પાકિસ્તાન લશ્કરી રીતે ઘણું નબળું પડ્યું છે.

ભારતની 79,000 કરોડની મેગા ડિફેન્સ ડીલ

યુદ્ધની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ભારતે પોતાની સૈન્ય તાકાત વધારવા કમર કસી છે. સંરક્ષણ મંત્રાલયે (Ministry of Defence) ત્રણેય સેનાઓ માટે ₹79,000 Crore ના અત્યાધુનિક શસ્ત્રો ખરીદવાની મંજૂરી આપી છે.

સેના માટે: લોઈટરિંગ મ્યુનિશન અને ઘાતક પિનાકા રોકેટ સિસ્ટમ (Pinaka Rocket).

વાયુસેના માટે: એસ્ટ્રા મિસાઈલ અને સ્પાઈસ 1000 (SPICE 1000) બોમ્બ.

નેવી માટે: હાઈ એલ્ટિટ્યુડ લોંગ રેન્જ ડ્રોન સિસ્ટમ્સ. બીજી તરફ, નુકસાન પામેલું પાકિસ્તાન પણ તુર્કી અને ચીન પાસે ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ માટે કરગર્યું છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ યુદ્ધના એંધાણ

રિપોર્ટમાં માત્ર ભારત જ નહીં, પરંતુ 2026 માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચે પણ યુદ્ધની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 2,600 km લાંબી ડ્યુરન્ડ લાઈન પર તાલિબાન અને પાક સેના વચ્ચે ઓક્ટોબર મહિનાથી સતત ઘર્ષણ ચાલી રહ્યું છે. બંને દેશોના રાજદ્વારી સંબંધો તળિયે બેસી ગયા છે. CFR નો આ રિપોર્ટ અમેરિકન વિદેશ નીતિના નિષ્ણાતો અને પૂર્વ સૈન્ય અધિકારીઓના સર્વે પર આધારિત છે.