Canada Toronto Shooting: ટોરોન્ટોના સ્કારબરોમાં શુક્રવારે (7 માર્ચ) મોડી રાત્રે સામૂહિક ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે. આ ઘટના પ્રોગ્રેસ એવન્યુ અને કોર્પોરેટ ડ્રાઈવ પાસે લગભગ 10.30 વાગ્યે બની હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના દરમિયાન એક પબ પાસે લોકોને પર અંઘાઘૂંઘ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
જો કે ફાયરિંગની ઘટના બાદ ઘાયલોની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. પોલીસ અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, વિસ્તારને સુરક્ષિત કર્યો અને ઘાયલોને સહાય પૂરી પાડી રહ્યાં છે.
આરોપીની શોધ ચાલુ છે
પોલીસે પુષ્ટિ કરી છે કે આ ઘટનામાં શંકાસ્પદ હજુ પણ ફરાર છે, અને પોલીસ તેમને શોધી રહી છે. શૂટરની ઓળખ, હુમલાના હેતુઓ અથવા હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. વિસ્તારના રહેવાસીઓને સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરવા સૂચન કર્યું છે.
માર્ખામ, ટોરોન્ટોમાં શૂટિંગ
માર્કહામ, ટોરોન્ટોમાં શુક્રવારે (7 માર્ચ)ના રોજ એક ઘરમાં ગોળીબારમાં 20 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. યોર્ક પ્રાદેશિક પોલીસનું કહેવું છે કે શુક્રવારની સવારે લગભગ 6.30 વાગ્યે હાઇવે 48 અને કેસલમોર એવન્યુ નજીક સોલેસ રોડ પરના એક ઘરમાં ગોળીબાર થયો હતો. કેવિન નેબ્રિઝાના જણાવ્યા અનુસાર, ગોળીબારનો જવાબ આપનારા અધિકારીઓને બે પુખ્ત વયના લોકો બંદૂકની ગોળીથી ઘાયલ થયા હતા. મૃતક મહિલાની ઓળખ 20 વર્ષીય નિલાક્ષી રગુથાસ તરીકે થઈ છે. પોલીસનું કહેવું છે કે તેને ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવી હતી અને થોડા સમય બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતી.