Indonesia Earthquake: ઇન્ડોનેશિયામાં સુમાત્રા આઇલેન્ડના ઇસ્ટન હિસ્સામાં મંગળવારે (25 એપ્રિલ) ના રોજ 7.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી ઇન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સી (BMKG)એ પણ સુનામીની ચેતવણી જાહેર કરી છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ અગાઉ ભૂકંપની તીવ્રતા 6.9 હોવાનો અંદાજ લગાવ્યો હતો.






ઈન્ડોનેશિયા દેશના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 84 કિલોમીટર માપવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ કહ્યું કે આના કારણે સુનામીની સંભાવના છે. ભૂકંપ પછી એજન્સીએ સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારની નજીક રહેતા લોકોને તાત્કાલિક દરિયાકાંઠેથી દૂર રહેવાની સૂચના આપવા જણાવ્યું છે.


સુમાત્રાની રાજધાની પડાંગમાં ભૂકંપ


ઈન્ડોનેશિયાના હવામાન વિભાગના પ્રવક્તા અબ્દુલ મુહરીએ દેશની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીને ટાંકીને કહ્યું કે અમે સુમાત્રાના પશ્ચિમ કિનારે નજીકના ટાપુમાંથી ડેટા એકત્રિત કરી રહ્યા છીએ. અબ્દુલ મુહરીએ કહ્યું કે પશ્ચિમ સુમાત્રાની રાજધાની પડાંગમાં જોરદાર આંચકા અનુભવાયા હતા અને કેટલાક લોકો દરિયાકિનારાથી દૂર સુરક્ષિત સ્થળોએ ખસી ગયા હતા.


ભૂકંપ બાદ સ્થાનિક લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા છે. જો કે, વહીવટીતંત્ર પરિસ્થિતિને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.


સુનામીની ચેતવણી


ભૂકંપગ્રસ્ત વિસ્તાર પેડાંગના લોકો મોટરબાઈક અને પગપાળા ઉંચાણવાળા વિસ્તારમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ બેગ લઈને જતા હતા અને કેટલાક વરસાદથી પોતાને બચાવવા માટે છત્રી લઈને જતા હતા. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે લોકોને સાઇબેરટ આઈલેન્ડમાંથી પહેલાથી જ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યાં સુધી સુનામીની ચેતવણી હટાવી લેવામાં ન આવે ત્યાં સુધી તેમને સુરક્ષિત વિસ્તારમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયામાં વારંવાર ધરતીકંપ આવે છે કારણ કે તે પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલું છે.


Fly Dubai Flight Fire: કાઠમંડુ એરપોર્ટથી દુબઈ માટે ઉડાન ભરતાની સાથે જ વિમાનના એન્જિનમાં લાગી આગ 


Fly Dubai Flight Caught Fire: નેપાળમાં સોમવારે (24 એપ્રિલ) કાઠમંડુ એરપોર્ટથી દુબઈ જતા ફ્લાય દુબઈ એરક્રાફ્ટના એન્જિનમાં આગ લાગી હતી. જે બાદ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે ફ્લાય દુબઈ ફ્લાઈટ 576 (બોઈંગ 737-800) સુરક્ષિત રીતે ઉતરી ગઈ. આ ફ્લાઈટ કાઠમંડુથી દુબઈ જઈ રહી છે. કાઠમંડુ એરપોર્ટની કામગીરી હવે સામાન્ય થઈ ગઈ છે.


નેપાળના પર્યટન મંત્રીનું કહેવું છે કે કાઠમંડુ એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે જે દુબઈના પ્લેનમાં કથિત રીતે આગ લાગી હતી તેને હવે દુબઈ મોકલી દેવામાં આવ્યું છે. દુબઈ જઈ રહેલી આ ફ્લાઈટમાં 20 નેપાળી અને 49 વિદેશી નાગરિકો હતા.


એરક્રાફ્ટ એન્જિનમાં આગ


સૂત્રોનું કહેવું છે કે આ ફ્લાય દુબઈ એરક્રાફ્ટના એન્જિનમાં રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જે બાદ એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો અને ફાયર વિભાગના અનેક વાહનો સ્થળ પર મુકવામાં આવ્યા હતા