શોધખોળ કરો

'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી

ઈરાની સૈન્યએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સ્ટ્રેટમાંથી પસાર થતા કોઈપણ જહાજને આગ લગાવી દેવામાં આવશે.

અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ સોમવારે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી હતી. સૈન્યએ ચેતવણી આપી હતી કે સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજમાં આગ લગાવી દેવામાં આવશે. IRGCના આ નિર્ણયથી મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધ્યો છે અને વૈશ્વિક યુદ્ધનું જોખમ વધ્યું છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, IRGC કમાન્ડર-ઇન-ચીફના વરિષ્ઠ સલાહકાર બ્રિગેડિયર જનરલ સરદાર ઇબ્રાહિમ જબારીએ સોમવારે સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી હતી. ઈરાની સૈન્યએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સ્ટ્રેટમાંથી પસાર થતા કોઈપણ જહાજને આગ લગાવી દેવામાં આવશે.

જબારીએ કહ્યું હતું કે, "હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. જો કોઈ તેને પાર કરવાનો પ્રયાસ કરશે તો અમારા ગાર્ડ્સ અને નૌકાદળના કર્મચારીઓ તે જહાજોને આગ લગાવી દેશે."

દુનિયાની લાઈફલાઈન પર સંકટ

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંનું એક છે, જે વૈશ્વિક તેલ વપરાશનો લગભગ પાંચમો ભાગ તે માર્ગથી સપ્લાય થાય છે અને પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડે છે. સાઉદી અરેબિયા, કુવૈત, ઇરાક, કતાર, બહેરીન અને યુએઈમાંથી તેલ અને ગેસ આ સાંકડા સામુદ્રધુની દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચે છે. આ પુરવઠો મોટાભાગનો એશિયન દેશોમાં જાય છે, જેમાં ચીનનો પણ સમાવેશ થાય છે. યુએસ એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા અને યુએઈ પાસે વૈકલ્પિક પાઇપલાઇન માર્ગો હોવા છતાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા મોટાભાગના ઉર્જા ભંડારો પાસે આ પ્રદેશમાંથી બહાર નીકળવાનો કોઈ યોગ્ય વિકલ્પ નથી.

પર્સિયન ગલ્ફને વૈશ્વિક બજારો સાથે જોડતા આ માર્ગના બંધ થવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. ઈરાને અગાઉ તણાવ દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ  બંધ કરવાની ધમકી આપી હતી. જો કે, તે એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે, જ્યાં વાણિજ્યિક જહાજોને પરિવહનનો અધિકાર છે. ઈરાન અને ઓમાન તેના પ્રાદેશિક પાણીને નિયંત્રિત કરે છે. અગાઉ, ફેબ્રુઆરીમાં ઈરાને લશ્કરી કવાયતો દરમિયાન ટ્રાફિકને આંશિક રીતે પ્રતિબંધિત કર્યો હતો, જેના કારણે તેલના ભાવમાં 6 ટકાનો વધારો થયો હતો. સંપૂર્ણ નાકાબંધીની આ જાહેરાત 1980ના દાયકાના "ટેન્કર યુદ્ધ" પછી પહેલી વાર થઈ છે.

વૈશ્વિક અર્થતંત્ર હચમચી શકે છે

ખામેનીના મૃત્યુ પછી ફાટી નીકળેલી આગ પહેલાથી જ નાણાકીય બજારોને કટોકટીમાં ધકેલી ચૂકી છે. જો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહેશે તો વિશ્વભરમાં ઇંધણની તીવ્ર અછત સર્જાઈ શકે છે. નિષ્ણાતો માને છે કે આ માર્ગમાં કોઈપણ વિક્ષેપ વૈશ્વિક અર્થતંત્ર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદાય આ વ્યૂહાત્મક જળમાર્ગ પર નજીકથી નજર રાખી રહ્યું છે, કારણ કે ત્યાં કોઈપણ નાની લશ્કરી હિલચાલ મોટા યુદ્ધનું કારણ બની શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
Advertisement

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: દીવમાં ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ, રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ
Gujarat Weather: દીવમાં ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ, રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી
દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી
દેશમાં 43 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી, 11,682 MBBS બેઠકો વધી
દેશમાં 43 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી, 11,682 MBBS બેઠકો વધી
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
ICC Rankings Update: ઈશાન કિશને કર્યો કમાલ, સંજૂ સેમસનને પણ થયો મોટો લાભ, જુઓ લેટેસ્ટ રેન્કિંગ 
ICC Rankings Update: ઈશાન કિશને કર્યો કમાલ, સંજૂ સેમસનને પણ થયો મોટો લાભ, જુઓ લેટેસ્ટ રેન્કિંગ 
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
Embed widget