શોધખોળ કરો

Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'

Iran-US War News: ઈરાને કુવૈત અને બહેરીનમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. જેનાથી ભયંકર યુદ્ધ શરૂ થયું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાને કુવૈત અને બહેરીનમાં યુએસ બેઝ પર મિસાઈલ હુમલા કર્યા.
  • ઈરાનનો દાવો, અમેરિકાની કાર્યવાહીના જવાબમાં હુમલા કરવામાં આવ્યા.
  • એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય, મિસાઈલોને રોકવાનો પ્રયાસ.
  • અમેરિકાનો દાવો, ઈરાની મિસાઈલો લક્ષ્ય સુધી પહોંચી નહોતી.

Iran-US War News: પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ ફરી ભડકી ઉઠી છે. શાંત થવાને બદલે આગ વધુ ભડકી રહી હોય તેવું લાગે છે. ઈરાને કુવૈત અને બહેરીનમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. જેનાથી ભયંકર યુદ્ધ શરૂ થયું છે. ઈરાને કુવૈત અને બહેરીનમાં યુએસ બેઝ પર મિસાઈલ હુમલા કર્યા છે. આ તાજેતરનો મિસાઈલ હુમલો ઈરાનનો છેલ્લા અઠવાડિયામાં કુવૈતમાં અમેરિકન લશ્કરી બેઝ પર ત્રીજો હુમલો છે. મંગળવારે રાત્રે ઈરાને યુએસ લશ્કરી બેઝને નિશાન બનાવીને બીજો મિસાઈલ હુમલો કર્યો ત્યારે ગલ્ફ ક્ષેત્રમાં તણાવ અચાનક વધી ગયો છે.

ઈરાન તરફથી કુવૈતના અલ સાલેમ એર બેઝ અને બહેરીનના ઈસા એર બેઝને નિશાન બનાવ્યું હતું.  તેને ઈરાને અમેરિકાની કાર્યવાહીનો બદલો ગણાવ્યો હતો. જે  પર્સિયન ગલ્ફ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને કેશમ ટાપુ નજીક અમેરિકાની "કાર્યવાહી" નો જવાબ ગણાવ્યો છે. IRGC અનુસાર, કેશ્મ દ્ધીપ પર અમેરિકન હુમલાના જવાબમાં અમેરિકન નેવીના પાંચમા ફ્લીટ હેડક્વાર્ટર અને એરબેઝ પર મિસાઈલ-ડ્રોન હુમલો કર્યો છે. જો કે, ઈરાની હુમલા બાદ કુવૈતમાં ઘણા મોટા વિસ્ફોટ થયા હતા. ત્યારબાદ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે. 

ઈરાને મિસાઈલ ફાયર કરી

સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અમેરિકન અને સાથી દળોએ ઈરાની મિસાઈલ ખતરાનો સામનો કરવા માટે MIM-104 પેટ્રિઅટ એર ડિફેન્સ બેટરીથી ઇન્ટરસેપ્ટર મિસાઈલ ફાયરિંગ કરતા દર્શાવવામાં આવ્યા છે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકન એર ડિફેન્સ મિસાઈલ આવનારી મિસાઈલને અટકાવવામાં નિષ્ફળ ગઈ અને બિન-લશ્કરી વિસ્તારમાં પડી ગઈ. હજુ સુધી જાનહાનિ કે નુકસાન થયાની પુષ્ટી થઈ નથી. 

કુવૈત અને બહેરીનમાં હાહાકાર

બહેરીનમાં એર રેડ સાયરન વાગવાના અહેવાલોએ પણ મિસાઈલ ખતરા વધુ વધવાની આશંકા વ્યક્ત કરી છે. પ્રાદેશિક દળોએ પરિસ્થિતિ પર નજર રાખી હોવાથી ઈરાકના એર્બિલના રહેવાસીઓને પણ એલર્ટ મળ્યું છે. મિસાઈલ હુમલા બાદ કુવૈતના સંરક્ષણ મંત્રાલયે જાહેર જનતાને એર ડિફેન્સ ઈન્ટરસેપ્શનના કારણે પડતા કોઈપણ કાટમાળ અથવા અજાણી વસ્તુઓથી દૂર રહેવાની અપીલ કરી છે, કારણ કે આ જાહેર સલામતી માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. મંત્રાલયે નાગરિકો અને રહેવાસીઓને સલાહ આપી છે કે કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ અથવા મિસાઈલના ટુકડા જોવા મળે તો તાત્કાલિક 112 પર ફોન કરીને અથવા સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવે. 

અમેરિકાએ પશ્ચિમ એશિયાઈ દેશોમાં અમેરિકન બેઝ પર ઈરાની હુમલા અંગે એક નિવેદન જાહેર કર્યું છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાની મિસાઈલો તેમના લક્ષ્ય સુધી પહોંચી શકી નથી. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં ઈરાનના પ્રયાસોના જવાબમાં યુએસ દળોએ અનેક ઈરાની બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોનને સફળતાપૂર્વક નષ્ટ કર્યા હતા.

Frequently Asked Questions

ઈરાને કુવૈત અને બહેરીનમાં કયા સ્થળોને નિશાન બનાવ્યા હતા?

ઈરાને કુવૈતના અલ સાલેમ એર બેઝ અને બહેરીનના ઈસા એર બેઝને નિશાન બનાવ્યા હતા.

ઈરાને આ હુમલાઓ શા માટે કર્યા?

ઈરાને આ હુમલાઓને પર્સિયન ગલ્ફ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને કેશમ ટાપુ નજીક અમેરિકાની

શું ઈરાની મિસાઈલો અમેરિકન લક્ષ્યો સુધી પહોંચી શકી?

અમેરિકાનું કહેવું છે કે ઈરાની મિસાઈલો તેમના લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી અને યુએસ દળોએ અનેક ઈરાની મિસાઈલો અને ડ્રોનને નષ્ટ કર્યા હતા.

હુમલા બાદ કુવૈત અને બહેરીનમાં શું પરિસ્થિતિ હતી?

કુવૈતમાં મોટા વિસ્ફોટ થયા હતા અને એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી. બહેરીનમાં એર રેડ સાયરન વાગ્યા હતા અને રહેવાસીઓને સલામતી માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હોર્મુઝ બંધ, ભારત પર થશે ગંભીર સંકટ, તેલથી મોંઘવારી સુધી 4 મોરચા પર લાગશે ઝટકો, ટેન્શનમાં CTI
હોર્મુઝ બંધ, ભારત પર થશે ગંભીર સંકટ, તેલથી મોંઘવારી સુધી 4 મોરચા પર લાગશે ઝટકો, ટેન્શનમાં CTI
'જહન્નુમ બના દેંગે', અમેરિકાની એક્શનથી ગુસ્સે ભરાયુ ઇરાન, કુવૈત-બહેરીનમાં US ઠેકાણાંઓ પર ભારે બૉમ્બમારો, હોર્મુઝ બંધ
'જહન્નુમ બના દેંગે', અમેરિકાની એક્શનથી ગુસ્સે ભરાયુ ઇરાન, કુવૈત-બહેરીનમાં US ઠેકાણાંઓ પર ભારે બૉમ્બમારો, હોર્મુઝ બંધ
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
POK: 19 બાળકો અને 7 પ્રેગનન્ટ મહિલાઓને મારી ગોળી, PoKમાં પાકિસ્તાન સૈન્યનો નરસંહાર
POK: 19 બાળકો અને 7 પ્રેગનન્ટ મહિલાઓને મારી ગોળી, PoKમાં પાકિસ્તાન સૈન્યનો નરસંહાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેકોર્ડબ્રેક
Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Patan ABVP Protest : ફી વધારા સામે ABVPનું હેમચંદ્રાચાર્ય યુનિ.માં વિરોધ પ્રદર્શન
Surat Demolition : સુરત ભૂતિયા ડિમોલિશન, મનપા અધિકારીના જુઠ્ઠાણાનો કોંગ્રેસે કર્યો પર્દાફાશ
PM Modi Speech : રાજકીય અસ્થિરતાને કારણે દેશને નુકસાન , PM મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
ENG vs NZ 2nd Test: નાઈટ ક્લબ વિવાદ બાદ કેપ્ટન બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર, નવા કેપ્ટનની જાહેરાત
ENG vs NZ 2nd Test: નાઈટ ક્લબ વિવાદ બાદ કેપ્ટન બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર, નવા કેપ્ટનની જાહેરાત
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
ગૂડ ન્યૂઝ! પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ખતમ; જાણો પ્રતિ લિટરે તમને કેટલો થશે ફાયદો

Embed widget