Iran Poisoning Case : ઈરાનમાં હિઝાબ વિવાદ હજી થમ્યો નથી ત્યાં વધુ એક સનસની ઘટનાક્રમે દુનિયાભરમાં ચકચાર જગાવી છે. સાથે જ ઈરાનની ભયંકર અને ક્રુર મેલી મુરાદ ખુલી પડી છે. ઈરાનમાં તાજેતરમાં જ દેશભરની સેંકડો શાળાની છોકરીઓને ઝેર આપવામાં આવી હોવાના અહેવાલો બહાર આવ્યા બાદ ઈરાનમાં ચિંતા વ્યાપી જવા પામી છે. ઈરાનના અર્ધ-સત્તાવાર મેહર ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, સંસદના સભ્ય શહરયાર હૈદરીએ જણાવ્યું હતું કે, દેશભરમાં લગભગ 900 વિદ્યાર્થીઓને ઝેર આપવામાં આવ્યું હતું. શહરયાર હૈદરીએ એક અનામી વિશ્વસનીય સ્ત્રોતને કારણે આ દાવો કર્યો છે. 


ઈરાનના સરકારી મીડિયા અનુસાર, 30 નવેમ્બરના રોજ કોમ શહેરમાંથી ઝેરનો પ્રથમ કેસ નોંધાયો હતો. જ્યારે એક હાઈસ્કૂલની 18 વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.


14 ફેબ્રુઆરીના રોજ કોમમાં અન્ય એક ઘટનામાં રાજ્ય સંચાલિત તસ્નીમ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યા બાદ 13 શાળાઓના 100થી વધુ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે તમામને ઝેર આપવામાં આવ્યું હતું. રાજધાની તેહરાનમાં પણ શાળાની છોકરીઓને ઝેર આપવામાં આવ્યું હોવાના અહેવાલો પણ મળ્યા છે. જ્યાં 35ને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ફાર્સ સમાચાર અનુસાર ફાર્સે જણાવ્યું હતું કે, મહિલા વિદ્યાર્થીઓ હવે "સારી" સ્થિતિમાં છે અને તેમાંથી ઘણીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.


વિદ્યાર્થીઓને પણ ઝેર અપાયું?


સરકારી મીડિયાએ તાજેતરના મહિનાઓમાં બોરુજેર્ડ શહેરમાં અને ચર્મહલ અને બખ્તિયારી પ્રાંતમાં વિદ્યાર્થીઓના ઝેરના અહેવાલ આપ્યા છે. ઘણા અહેવાલોમાં છોકરીઓની શાળાના વિદ્યાર્થીઓ સામેલ છે, પરંતુ મીડિયાએ 4 ફેબ્રુઆરીના રોજ છોકરાઓની શાળામાં ઝેરની ઓછામાં ઓછી એક ઘટના નોંધી છે. સીએનએન અહેવાલ પ્રમાણે, તે સ્પષ્ટ નથી કે ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલ છે કે કેમ? અને વિદ્યાર્થિનીઓને નિશાન બનાવવામાં આવી હતી કે કેમ? 


કન્યાશાળાઓ બંધ કરવાનો પ્રયાસ


સંશોધન અને ટેક્નોલોજીના પ્રભારી ઇરાનના નાયબ સ્વાસ્થ્ય મંત્રી યુનુસ પનાહીએ 26 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, ઝેર પ્રકૃતિમાં 'રાસાયણિક' હતું. પરંતુ IRNA મુજબ યુદ્ધમાં વપરાતા સંયોજનો રસાયણો નહોતા અને લક્ષણો ચેપી નહોતા. પનાહીએ જણાવ્યું હતું કે, આ ઝેર ગર્લ્સ સ્કૂલો નિશાન બનાવવા અને બંધ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હોવાનું જણાય છે.


Iran-Israel Tension: મુંબઈ નજીક ઈઝરાયેલી જહાજ પર ઈરાની ડ્રોનનો હુમલો


અરબી સમુદ્ર હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું નવું યુદ્ધનું મેદાન બની રહ્યું છે. 10 ફેબ્રુઆરીના રોજ એક અજાણી વસ્તુ હિંદ મહાસાગરમાંથી પસાર થતી વખતે જહાજ સાથે અથડાઈ હતી. આ જહાજ ભારત અને ઓમાનના દરિયાકિનારાથી લગભગ 555 કિમી દૂર હતું. આ ઘટનાની વિગતવાર માહિતી એક અઠવાડિયા બાદ એટલે કે 17મી ફેબ્રુઆરીએ જ મળી શકશે. બીબીસી દ્વારા પ્રથમ વખત એક અહેવાલ આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ઈરાનના ડ્રોને કેમ્પો સ્ક્વેર કોમર્શિયલ જહાજને નિશાન બનાવ્યું છે. આ વાતની પુષ્ટિ અમેરિકન સૈન્ય અધિકારીએ પણ કરી હતી. અન્ય એક સૈન્ય સૂત્રએ જણાવ્યું કે ઈરાને આ હુમલો કર્યો હતો.