Ebrahim Raisi Helicopter Crash: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરને રવિવારે (19 મે)ના રોજ અકસ્માત થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ દુર્ઘટના અઝરબૈજાનની સરહદ નજીક ઈરાનના ઉત્તર-પશ્ચિમમાં થઈ હતી. અકસ્માતની નજીકના સ્થળનું નામ તબરેઝ છે. જોકે, હજુ સુધી બચાવ ટીમ ઈરાનના રાષ્ટ્રપતિ સુધી પહોંચી શકી નથી. ઈરાની ટેલિવિઝન ચેનલ અનુસાર ઈરાનના તારબેઝ શહેરના સાંસદ મોહમ્મદ રેઝા મીર તાજે કહ્યું કે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર હજુ સુધી મળ્યું નથી. અધિકારીઓ અને સેના દુર્ઘટના સ્થળે પહોંચવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે.


 






'સાંસદ મોહમ્મદ રઝા મીરે કહ્યું- હજુ હેલિકોપ્ટર મળ્યું નથી'


ઈરમ ન્યૂઝના અહેવાલ મુજબ ઈરાનના સાંસદ મોહમ્મદ રઝા મીરે કહ્યું,રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને અનેક અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર દુર્ઘટના બાદ હજુ સુધી મળ્યું નથી. રાષ્ટ્રપતિ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. તેમણે વધુમાં કહ્યું કે રિવોલ્યુશનરી ગાર્ડ, આર્મી અને રેડ ક્રેસન્ટ દુર્ઘટના સ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.


અઝરબૈજાન પ્રાંતના જંગલોમાં ક્રેશ થયું


ઈરાની સાંસદે કહ્યું, "પ્રારંભિક માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર પૂર્વ અઝરબૈજાન પ્રાંતની આસપાસના જંગલોમાં ક્રેશ થયું હતું, જે તબ્રિઝથી 106 કિલોમીટર દૂર છે. હેલિકોપ્ટરમાં સવાર લોકો સાથે કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી".


'ખરાબ હવામાનને કારણે હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું'


ઈરાની ટીવી ચેનલના અહેવાલ અનુસાર, તેમના દેશના ગૃહ પ્રધાન અહેમદ વાહિદીએ જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા. ખરાબ હવામાન અને ધુમ્મસના કારણે, તેમની સાથે નિકળેસા હેલિકોપ્ટરમાં, જેમાં એકમાં રાષ્ટ્રપતિ મુસાફરી કરી રહ્યા હતા, તેની હાર્ડ લેન્ડિંગ કરવી પડી. બચાવ ટુકડીઓ અકસ્માત સ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ખરાબ હવામાન અને ધુમ્મસને કારણે તેમને હેલિકોપ્ટર સુધી પહોંચવામાં સમય લાગી શકે છે. એપીના અહેવાલ મુજબ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે તે ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીને લઈ જતા હેલિકોપ્ટરના હાર્ડ લેન્ડિંગના અહેવાલો પર નજીકથી નજર રાખી રહ્યું છે.