US Iran talks: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી પ્રયાસો ઠપ્પ થઈ ગયા છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ, ઈરાને સુનિશ્ચિત વાટાઘાટોમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અહેવાલ મુજબ, પાકિસ્તાન સહિત પ્રાદેશિક દેશો દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરવાના પ્રયાસો હવે નિરર્થક સાબિત થઈ રહ્યા છે.

ઈરાને મધ્યસ્થીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે તે આગામી દિવસોમાં ઈસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓ સાથે મળવા માટે તૈયાર નથી અને અમેરિકાની માંગણીઓને અસ્વીકાર્ય માને છે. અહેવાલમાં જણાવાયું છે કે, "ઈરાને સત્તાવાર રીતે મધ્યસ્થીઓને જાણ કરી હતી કે તે ઈસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓ સાથે મળવા માટે તૈયાર નથી અને અમેરિકાની માંગણીઓ અસ્વીકાર્ય છે."

પાકિસ્તાનની ભૂમિકા પર અસર

Continues below advertisement
Continues below advertisement

પાકિસ્તાને અગાઉ અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોનું આયોજન કરવાની ઓફર કરી હતી, પરંતુ મધ્યસ્થી પ્રયાસોમાં પ્રગતિના અભાવે આ ઓફર હવે ટાળી દેવામાં આવી છે. ઇસ્લામાબાદે કહ્યું હતું કે તે અર્થપૂર્ણ વાટાઘાટોનું આયોજન કરવા અને તેને સરળ બનાવવા માટે તૈયાર છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું હતું કે દેશ સન્માનિત મહેસૂસ કરશે, અર્થપૂર્ણ વાટાઘાટોને સમર્થન આપશે.

તો બીજી તરફ અમેરિકાએ ઈરાનમાં ક્રેશ થયેલા તેના F-15 ફાઇટર જેટના એક પાઇલટને બચાવી લીધો છે, પ્રારંભિક અહેવાલો પુષ્ટિ આપે છે. બીજા પાઇલટને શોધવા માટે ઈરાનમાં બચાવ મિશન ચાલી રહ્યું છે. CBS ન્યૂઝ અનુસાર, બીજા ક્રૂ મેમ્બરની શોધ હજુ પણ ઈરાનની અંદર ચાલી રહી છે. કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યુ (CSAR) મિશનને યુએસ અને સાથી દળો દ્વારા હાથ ધરવામાં આવતા સૌથી જટિલ અને સમય-સંવેદનશીલ કામગીરીમાં ગણવામાં આવે છે. નોંધનિય છે કે, આ માટે  ખાસ યુએસ એરફોર્સ યુનિટ્સને CSAR મિશન માટે ખાસ તાલીમ આપવામાં આવે છે અને ઘણીવાર  આ ટીમને સંઘર્ષ ઝોનની નજીક પૂર્વ-તૈનાત કરવામાં આવે છે જ્યાં વિમાન નીચે પડવાનું જોખમ હોય છે. ઈરાને શુક્રવારે દક્ષિણ ઈરાનમાં એક યુએસ F-15 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. ફાઇટર જેટ બે પાઇલટને લઈ જઈ રહ્યું હતું, જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે.