શોધખોળ કરો

યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટની બંધ કરતા વૈશ્વિક તેલ બજારમાં ખળભળાટ મચ્યો છે. જાણો આ માર્ગ કેમ મહત્વનો છે અને ભારત સહિત વિશ્વ પર તેની કેવી માઠી અસર થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

શનિવાર, 28 ફેબ્રુઆરી 2026 ના રોજ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત સૈન્ય હુમલાના જવાબમાં ઈરાને વિશ્વના સૌથી વ્યૂહાત્મક ગણાતા દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' ને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. આ આક્રમક નિર્ણય પાછળનું મુખ્ય કારણ પોતાના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા અને પશ્ચિમી દેશો પર આર્થિક દબાણ લાવવાનું છે. પર્સિયન ગલ્ફના આ મહત્વના પ્રવેશદ્વારને બંધ કરવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના પુરવઠામાં મોટું ગાબડું પડવાની ભીતિ સેવાઈ રહી છે, જેની સીધી અસર દુનિયાભરના અર્થતંત્ર પર અત્યંત નકારાત્મક રીતે જોવા મળશે.

હોર્મુઝ સ્ટ્રેટનીની ભૌગોલિક સ્થિતિ અને મહત્વ

હોર્મુઝ સ્ટ્રેટની એ એક સાંકડો દરિયાઈ રસ્તો છે જે ભૌગોલિક રીતે ઉત્તરમાં ઈરાન અને દક્ષિણમાં સંયુક્ત આરબ અમીરાત તથા ઓમાનની વચ્ચે આવેલો છે. આશરે 161 કિલોમીટર લાંબો આ માર્ગ પર્સિયન ગલ્ફ અને હિંદ મહાસાગરને જોડતી એક અત્યંત મહત્વની કડી માનવામાં આવે છે. તેની પહોળાઈ માત્ર 21 માઈલ જેટલી જ છે, જેમાં જહાજોની અવરજવર માટેનો મુખ્ય નૌકાવિહાર માર્ગ તો માત્ર 2 માઈલ જેટલો જ સાંકડો છે. આ વિસ્તારના પાણી છીછરા હોવાને કારણે અહીં મોટા જહાજો મિસાઈલ હુમલા કે દરિયાઈ સુરંગો સામે અત્યંત લાચાર બની જાય છે. ઈરાન પાસે આ વિસ્તારમાં 200 થી 250 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી 3,000 જેટલી ટૂંકા અંતરની મિસાઈલોનો મોટો જથ્થો ઉપલબ્ધ છે, જે આ માર્ગ પર નજર રાખવામાં અને હુમલા કરવામાં સક્ષમ છે.

વૈશ્વિક તેલ પુરવઠાની જીવાદોરી

આ સાંકડો દરિયાઈ માર્ગ દુનિયાભરની ઉર્જા જરૂરિયાતો માટે જીવાદોરી સમાન છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દરિયાઈ માર્ગે થતા તેલના પરિવહનનો આશરે ચોથો ભાગ એટલે કે 25 ટકા હિસ્સો આ રસ્તા પરથી પસાર થાય છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ, દર વર્ષે સરેરાશ 20 મિલિયન બેરલથી વધુ કાચું તેલ અને શુદ્ધ ઇંધણ અહીંથી નિકાસ કરવામાં આવે છે. પર્સિયન ગલ્ફના તેલ ઉત્પાદક દેશો પાસે નિકાસ માટે અન્ય કોઈ વૈકલ્પિક દરિયાઈ માર્ગ ઉપલબ્ધ નથી. કતાર જેવો દેશ પોતાનો તમામ પ્રવાહી કુદરતી ગેસનો જથ્થો આ જ રસ્તે દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડે છે. એશિયાના મોટા બજારો માટે આ માર્ગ બંધ થવો એટલે ઉર્જા સંકટને આમંત્રણ આપવા બરાબર છે.

આર્થિક કટોકટી અને સંભવિત વિનાશ

જો આ દરિયાઈ પ્રતિબંધ લાંબો સમય ચાલશે, તો વિશ્વભરમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. પુરવઠા સાંકળ ખોરવાઈ જવાથી પરિવહન ખર્ચમાં ધરખમ વધારો થશે, જે વિશ્વભરમાં મોંઘવારી વધારશે. ઈરાન આ વખતે લાંબા ગાળાના યુદ્ધ માટે સજ્જ જણાય છે અને તેની પડખે ચીન તથા રશિયા જેવા દેશો ઉભા રહેવાની પ્રબળ શક્યતા છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનમાં શાસન પરિવર્તનના પ્રયાસો સામે ઈરાન હવે આર્થિક હથિયારનો ઉપયોગ કરી રહ્યું છે. જો પશ્ચિમી દેશો પોતાની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક નહીં રોકે, તો આ સંઘર્ષ ભયંકર વૈશ્વિક આર્થિક મંદીનું કારણ બની શકે છે.

Frequently Asked Questions

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ શા માટે બંધ કર્યું?

ઈરાને ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલાના જવાબમાં પોતાના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા અને પશ્ચિમી દેશો પર આર્થિક દબાણ લાવવા માટે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટનું ભૌગોલિક મહત્વ શું છે?

હોર્મુઝ સ્ટ્રેટ પર્સિયન ગલ્ફ અને હિંદ મહાસાગરને જોડતો એક સાંકડો દરિયાઈ માર્ગ છે. તે ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત/ઓમાનની વચ્ચે આવેલો છે અને આંતરરાષ્ટ્રીય તેલ પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થઈ શકે છે?

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી કાચા તેલના પુરવઠામાં મોટું ગાબડું પડી શકે છે, જેના કારણે તેલના ભાવ વધી શકે છે અને વિશ્વભરમાં મોંઘવારી વધી શકે છે.

શું ઈરાન લાંબા ગાળાના યુદ્ધ માટે તૈયાર છે?

લેખ મુજબ, ઈરાન આ વખતે લાંબા ગાળાના યુદ્ધ માટે સજ્જ જણાય છે અને તેની પડખે ચીન તથા રશિયા જેવા દેશો ઉભા રહેવાની પ્રબળ શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો કયા દેશો નકશામાંથી ભૂંસાઈ જશે? જુઓ વિનાશની સૌથી ભયાનક યાદી
ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો કયા દેશો નકશામાંથી ભૂંસાઈ જશે? જુઓ વિનાશની સૌથી ભયાનક યાદી
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાનના યુદ્ધથી ક્રિકેટ પર સંકટ, ટી20 વર્લ્ડકપ બાદ મોટી સીરીઝ ટળી
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાનના યુદ્ધથી ક્રિકેટ પર સંકટ, ટી20 વર્લ્ડકપ બાદ મોટી સીરીઝ ટળી
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
Embed widget