Israel Palestine War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ઘણા દેશો ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે અને ઘણા દેશોએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે "ગાઝા કે હાથ, પેલેસ્ટાઈન ઝિંદાબાદ.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ઘણા દેશો ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે અને ઘણા દેશોએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે "ગાઝા કે હાથ, પેલેસ્ટાઈન ઝિંદાબાદ.
આ પહેલીવાર નથી જ્યારે ઓવૈસીએ પેલેસ્ટાઈનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હોય. આ પહેલા સોમવારે (9 ઓક્ટોબર) તેમણે કહ્યું હતું કે ભારત ઐતિહાસિક રીતે પેલેસ્ટાઈનની સાથે ઊભું છે. તેમણે દાવો કર્યો કે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે ભારતની નીતિ (પેલેસ્ટિનિયન મુદ્દા પ્રત્યે) બદલાઈ ગઈ હતી.
એએનઆઇ સાથેની વાતચીતમાં ઓવૈસીએ કહ્યું હતુ કે 'ભાજપના એક દિવંગત નેતા - જે દેશના પીએમ પણ રહ્યા હતા - તેમણે એકવાર પેલેસ્ટાઈન વિશે કહ્યું હતું કે અરબોની જમીન પર કબજો કરવામાં આવ્યો છે. અમે પેલેસ્ટાઈન સાથે એકતામાં એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. શરૂઆતથી અમારી નીતિ પેલેસ્ટાઈનની તરફેણમાં રહી છે. જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે આ બદલાઈ ગયું. નામ લીધા વિના ઓવૈસી પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિવંગત નેતા અટલ બિહારી વાજપેયીના વાયરલ વીડિયોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં તેઓ પેલેસ્ટાઈનની તરફેણમાં વાત કરી રહ્યા હતા.
એઆઈએમઆઈએમના વડાએ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે 1993 અને 1995ના ઓસ્લો કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 'ઓસ્લો સમજૂતી અસ્તિત્વમાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે વેસ્ટ બેન્ક અને ગાઝામાં એક સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્ય બનાવવામાં આવશે. 30 વર્ષ થઈ ગયા છે. દુનિયા જાણે છે કે અલ-અક્સા મસ્જિદ ત્યાં છે. ગાઝા પટ્ટી પર છેલ્લા 16 વર્ષથી નાકાબંધી છે. તે એક ખુલ્લી હવાની જેલ છે.