ઇઝરાયલી સેનાએ વેસ્ટ બેન્કમાં બંધક બનાવેલા 10 ભારતીય કામદારોને બચાવ્યા છે. આ કામદારોને છેલ્લા એક મહિનાથી પેલેસ્ટાઇનના કબજા હેઠળના વેસ્ટ બેન્કમાં બંધક બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયલી સેનાએ રાત્રે આ કાર્યવાહી હાથ ધરી હતી. ઇઝરાયલની ઇમિગ્રેશન ઓથોરિટી દ્વારા ભારતીય કામદારોને બચાવવામા આવ્યા હોવાની પુષ્ટી કરી હતી. આ કામદારો ખાસ કરીને ભારતથી ઇઝરાયલ કામ કરવા આવ્યા હતા. કામદારોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
ભારતીય મજૂરોને કેવી રીતે કેદ કરવામાં આવ્યા હતા
ઓથોરિટીએ જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયનોએ કામદારોને કામ આપવાનું વચન આપીને વેસ્ટ બેન્કના અલ-ઝાયમ ગામમાં લઇ ગયા હતા અને પછી તેમના પાસપોર્ટ લઈ લીધા હતા અને ઇઝરાયલમાં પ્રવેશવા માટે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાંધકામ પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે મૂળ ઇઝરાયલ આવેલા કામદારોને IDF અને ન્યાય મંત્રાલયના સહયોગથી અધિકારીઓ દ્વારા રાતોરાત કરવામાં આવેલા ઓપરેશનમાં બચાવી લેવામાં આવ્યા હતા. જ્યાં સુધી તેમની રોજગાર સ્થિતિ નક્કી ન થાય ત્યાં સુધી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ઇઝરાયલે પેલેસ્ટિનિયનોની યુક્તિ કેવી રીતે પકડી?
ઇઝરાયલી સેનાએ નિયમિત તપાસ દરમિયાન ભારતીય પાસપોર્ટનો ગેરકાયદેસર ઉપયોગ શોધી કાઢ્યો હતો. આ પછી આ ગુનામાં સામેલ લોકોની પૂછપરછ કરવામાં આવી. આ પછી ખબર પડી કે તેઓએ ભારતીય કામદારોને બંધક બનાવી લીધા હતા અને તેમના પાસપોર્ટ છીનવી લીધા હતા અને તેમના પર પોતાના ફોટા ચોંટાડીને ઇઝરાયલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પછી ગુનેગારો પાસેથી મળેલી માહિતીના આધારે ઇઝરાયલી સેનાએ એક ઓપરેશન હાથ ધર્યું અને ભારતીય બંધકોને સુરક્ષિત જાહેર કર્યા હતા.
ઇઝરાયલમાં કેટલા ભારતીય કામદારો છે?
ગયા વર્ષે ભારતમાંથી લગભગ 16,000 કામદારો ઇઝરાયલ આવ્યા હતા. 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના હુમલા બાદ હજારો પેલેસ્ટિનિયન બાંધકામ કામદારોને ઇઝરાયલમાં પ્રવેશવાથી રોકવામાં આવ્યા બાદ સર્જાયેલી કર્મચારીઓની ખાલી જગ્યા ભરવા માટે ઇઝરાયલી સરકાર દ્વારા આ પ્રયાસનો એક ભાગ છે. હાલમાં પણ ઇઝરાયલી કંપનીઓ મોટા પાયે ભારતીય કામદારોની ભરતી કરી રહી છે.
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો