શોધખોળ કરો

Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો

Iran Israel War: ઈરાને રવિવારે મોડી રાત્રે ઈઝરાયલ પર હુમલા શરૂ કર્યા, જેના જવાબમાં ઈઝરાયલે સોમવારે વહેલી સવારે અનેક ઈરાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવીને મોટો હવાઈ હુમલો કર્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાને રવિવારે મોડી રાત્રે ઇઝરાયેલ પર હુમલા કર્યા.
  • ઇઝરાયેલે ઈરાનના તેહરાન સહિત અનેક લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા.
  • ઈરાને ઇઝરાયેલ દ્વારા બેલિસ્ટિક મિસાઈલ હુમલાની પુષ્ટિ કરી.
  • હુમલા બાદ ઇઝરાયેલ હાઈ એલર્ટ પર, શાળાઓ બંધ.

Iran Israel War:  મધ્ય પૂર્વમાં યુદ્ધ ફરી એકવાર શરૂ થઈ ગયું છે. ઈરાને રવિવારે મોડી રાત્રે ઈઝરાયલ પર હુમલા શરૂ કર્યા, જેના જવાબમાં ઈઝરાયલે સોમવારે વહેલી સવારે અનેક ઈરાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવીને મોટો હવાઈ હુમલો કર્યો હતો.  ઈરાની સમાચાર એજન્સી IRNA અનુસાર, દેશના અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈઝરાયલે રાજધાની તેહરાન, ઈસ્ફહાન, તબ્રીઝ અને પશ્ચિમ ઈરાનના કેટલાક  ભાગો પર મિસાઈલ હુમલો કર્યો હતો.   લેબનોનની રાજધાની બેરુતમાં પણ વિસ્ફોટો સંભળાયા હતા.

નોંધનીય છે કે ટ્રમ્પે અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ઉત્તરી ઈઝરાયલ પર ઈરાની હુમલાનો બદલો ન લેવા કહ્યું હતું. એવા અહેવાલો હતા કે નેતન્યાહૂ ટ્રમ્પની વિનંતી પર સંમત થયા હતા. તેમ છતાં ઈઝરાયલે અનેક ઈરાની લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. 

ઈરાને હુમલાની પુષ્ટી કરી

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સોમવારે સવારે એક નિવેદન જાહેર કરીને પુષ્ટી કરી કે " દુશ્મન" (ઈઝરાયલ) એ ઈરાની પ્રદેશની અંદર હુમલો કર્યો હતો. IRGC અનુસાર, હુમલામાં હવાઈ બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈસ્ફહાનમાં ઓછામાં ઓછા ત્રણ મોટા વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. તેહરાન, તબ્રીઝ અને કરજમાંથી પણ વધુ ભારે વિસ્ફોટો સંભળાયા. જોકે, ઇઝરાયલનો દાવો છે કે ઇઝરાયલી વિમાન ઇરાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું નથી. બોમ્બમારા ઇરાકી હવાઈ ક્ષેત્રમાં અને ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત યુદ્ધ જહાજો દ્વારા કરવામાં આવ્યા હતા.

ઇઝરાયલ હાઇ એલર્ટ પર, અંડરગ્રાઉન્ડ હશે હોસ્પિટલો 

ઇરાન પરના હુમલા બાદ ઇઝરાયલે કોઈપણ સંભવિત બદલો લેવા માટે તૈયારી કરવા માટે રાષ્ટ્રીય ચેતવણી જાહેર કરી છે. ઇઝરાયલના હોમ ફ્રન્ટ કમાન્ડે સુરક્ષા કારણોસર બધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. વધુમાં બધી હોસ્પિટલોને ભૂગર્ભમાં કાર્યરત રહેવાની સૂચના આપવામાં આવી છે. રવિવારે ઇરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલો બાદ ઇઝરાયલે તેના સુરક્ષા પગલાં વધુ કડક કર્યા છે. દેશની અંદર પરિવહન હાલમાં 75 ટકા ક્ષમતા પર કાર્યરત છે. જો કે, ઇઝરાયલ એરપોર્ટ ઓથોરિટીએ સ્પષ્ટતા કરી છે કે એરપોર્ટ કામગીરીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'

Frequently Asked Questions

તાજેતરના યુદ્ધની શરૂઆત કેવી રીતે થઈ?

ઈરાને રવિવારે મોડી રાત્રે ઈઝરાયલ પર હુમલા કર્યા, જેના જવાબમાં ઈઝરાયલે સોમવારે વહેલી સવારે અનેક ઈરાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો.

ઈઝરાયલે ઈરાનના કયા શહેરોને નિશાન બનાવ્યા હતા?

ઈઝરાયલે રાજધાની તેહરાન, ઈસ્ફહાન, તબ્રીઝ અને પશ્ચિમ ઈરાનના કેટલાક ભાગો પર મિસાઈલ હુમલો કર્યો હતો.

ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલે કયા સુરક્ષા પગલાં લીધા?

ઈઝરાયલે રાષ્ટ્રીય ચેતવણી જાહેર કરી, બધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો અને હોસ્પિટલોને ભૂગર્ભમાં કાર્યરત રહેવાની સૂચના આપી.

ઈરાને તેના પ્રદેશ પરના હુમલાની પુષ્ટિ કેવી રીતે કરી?

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ નિવેદન જાહેર કરીને પુષ્ટિ કરી કે દુશ્મન (ઈઝરાયલ) એ હવાઈ બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
Advertisement

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Embed widget