Israel Iran War: ઇઝરાયેલ હાલમાં મધ્ય પૂર્વમાં એકસાથે અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે. ઈઝરાયેલના હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારના મોત બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇએ કહ્યું કે, હમાસ ખતમ નથી થયું. હમાસ બાદ ઈઝરાયેલનું આગામી નિશાન ઈરાન છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકન ગુપ્તચર એજન્સીનો એક દસ્તાવેજ લીક થયો છે, જેમાં ઈઝરાયેલ હવે ઈરાન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે.


ઇરાન પર હુમલાની તૈયારીમાં છે ઇઝરાયેલ 
અમેરિકાના સેટેલાઇટ નેશનલ જિયૉસ્પેશિયલ-ઇન્ટેલિજન્સ એજન્સી (એનજીએ)એ કેટલીક એવી તસવીરો કેપ્ચર કરી છે, જેમાં ઇઝરાયેલી સેનાની તૈયારીઓને જોતા એવું લાગે છે કે તે મોટી કાર્યવાહી કરવાના મૂડમાં છે. ઑક્ટોબર 15 અને 16, 2024 ના રોજ આવા બે દસ્તાવેજો ઈરાનને સમર્થન આપતા ઘણા ટેલિગ્રામ એકાઉન્ટ્સ દ્વારા પણ શેર કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોમાં ઈઝરાયેલની સૈન્ય કવાયતો સંપૂર્ણ વિગતમાં બતાવવામાં આવી છે, જે દર્શાવે છે કે ઈઝરાયેલ હવે ઈરાન પર મોટો હુમલો કરી શકે છે.


ઈરાને 1 ઓક્ટોબર, 2024ના રોજ લગભગ 200 મિસાઈલોથી ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ સમગ્ર વિશ્વની નજર ઈઝરાયેલ કેવી રીતે બદલો લેશે તેના પર ટકેલી હતી. જો કે ઈરાનના હુમલાનો ઈઝરાયેલે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, આ દસ્તાવેજનો ખુલાસો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


અમેરિકાના લીક થયેલા ડૉક્યૂમેન્ટમાં શું જોવા મળ્યું ? 
બન્ને ડૉક્યૂમેન્ટમાંથી એકનું ટાઇટલ છે "ઇઝરાયેલ: વાયુ સેના ઇરાન પર હુમલાની તૈયારી ચાલુ રાખી છે" ઇઝરાયેલી સૈન્ય તૈયારીઓમાં કથિત રીતે હવામાંથી હવામા વિમાનોમાં ઇંધણ ભરવાનું અભિયાન, શોધ અને બચાવ અભિયાન અને સંભવિત ઇરાની હુમલાને ધ્યાનમાં રાખીને મિસાઇલોને ફરીથી સ્થાપિત કરવાની સ્થિતિને બતાવવામાં આવી છે. બીજા ડૉક્યૂમેન્ટમાં હથિયારો અને અન્ય સૈન્ય સંપતિઓને રણનીતિક સ્થાનો પર લઇ જવાની તૈયારીઓ દેખાઇ રહી છે.


આ ગુપ્તચર દસ્તાવેજો કથિત રીતે લીક થયાના સમાચાર બાદ અમેરિકન ગુપ્તચર એજન્સીઓ અને FBI સંયુક્ત રીતે તેની તપાસ કરી રહી છે. જેથી એ જાણી શકાય કે માહિતી કેવી રીતે લીક થઈ અને શું વધુ દસ્તાવેજો લીક થઈ શકે છે.


આ પણ વાંચો


અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો! હોશિયાર વિદ્યાર્થીઓ પાછળથી દારૂ પીવાનું શરૂ કરે છે