Japan Typhoon Warning: જાપાન આ વર્ષેના સૌથી શક્તિશાળી તોફાનનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. હજારો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શક્તિશાળી તોફાન ‘શાનશાન’ દક્ષિણ ક્યૂશુ ટાપુ તરફ આગળ વધી રહ્યું છે, તોફાનને પગલે અત્યંત તીવ્ર પવન અને ભારે વરસાદ વરસાદવાની આગાહી કરવામાં આવી છે.






મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હયાશીએ પત્રકારોને જણાવ્યું હતું કે, "તોફાન શાનશાન ગુરુવાર સુધીમાં દક્ષિણ ક્યૂશુ સુધી પહોંચવાની ધારણા છે અને લેન્ડફોલ કરી શકે છે." તેમણે ચેતવણી આપી હતી કે આ વાવાઝોડું તેની સાથે તોફાની પવનો અને ઊંચા મોજા લાવી શકે છે.


ભારે વરસાદની પણ ચેતવણી


તોફાન શાનશાનના કારણે દક્ષિણ ક્યૂશુમાં 48 કલાકમાં 1100 મિલીમીટર (43 ઇંચ) વરસાદ પડવાની ધારણા છે, જે આ ક્ષેત્રની વાર્ષિક સરેરાશ કરતાં અડધી છે. જાપાન હવામાન એજન્સી (JMA) એ ક્યુશુના કાગોશિમા ક્ષેત્રમાં તોફાનો, દરિયામાં ઉંચા મોજા ઉછળવાની ચેતવણી જાહેર કરી છે


આ તોફાનના કારણે ઓટો ઉત્પાદક ટોયોટાએ તેની તમામ 14 ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ કરી દીધું છે. ઉપરાંત, જાપાન એરલાઇન્સે બુધવાર અને ગુરુવાર માટે 172 સ્થાનિક ફ્લાઇટ્સ અને 6 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે, જ્યારે ANAએ બુધવાર, ગુરુવાર અને શુક્રવાર માટે 219 સ્થાનિક અને 4 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે. લગભગ 25,000 મુસાફરો આ સ્થિતિથી પ્રભાવિત થયા છે.


બચાવ કામગીરી


ગામાગોરી શહેરમાં ભૂસ્ખલનથી એક ઘર દટાઇ ગયું છે જેમાં પરિવારના પાંચ સભ્યો ફસાઈ ગયા હતા. બુધવારે, બચાવકર્મીઓએ 70 વર્ષીય મહિલાને બહાર કાઢી હતી. તે બેભાન અવસ્થામાં હતી. 70 વર્ષીય અને 30 વર્ષીય બે અન્ય વ્યક્તિઓની શોધ હજુ ચાલુ છે. તાજેતરના અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે ક્લાઇમેન્ટ ચેન્જના કારણે આ પ્રદેશમાં તોફાનો દરિયાકિનારાની નજીક આવી રહ્યા છે, ઝડપથી વધી રહ્યા છે અને લાંબા સમય સુધી જમીન પર રહે છે. આ તોફાન 'એમ્પિલ' પછી આવી રહ્યું છે. તોફાન એમ્પિલે આ મહિને સેંકડો ફ્લાઇટ્સ અને ટ્રેનોને અસર કરી હતી, જોકે તેના કારણે ઓછું નુકસાન થયું હતું.