Earthquake: અડઘી રાત્રે આવ્યો ભૂકંપ, ઘરમાંથી ભાગ્યાં લોકો, જોરદાર ઝટકા અનુભવાયા, જાણો સ્થિતિ
Indonesia Earthquake: ગત રાત્રે ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રામાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભારતીય સમય મુજબ સવારે 2:50 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા.

Earthquake in Indonesia: શનિવારની રાત્રે ભારતીય સમય મુજબ 2:50 વાગ્યે ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રા ક્ષેત્રમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. છેલ્લા એક અઠવાડિયામાં ઘણા દેશોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NSC) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ 58 કિલોમીટરની ઊંડાઈએ હતું. હાલમાં ભૂકંપના આંચકાને કારણે કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.
શનિવારે મ્યાનમારમાં તીવ્ર ભૂકંપ આવ્યો
શનિવારે મ્યાનમારના ક્યાઉક્સે નજીક 5.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, બપોરે 15:54 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ક્યાઉક્સેથી લગભગ 35 કિલોમીટર દૂર હતું.
અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો
શનિવારે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર, 17 મે, 2025 ના રોજ સવારે 4:26 વાગ્યે અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ 36.37 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અ69.83 ડિગ્રી પૂર્વ રેખાંશ પર આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ 120 કિલોમીટર નોંધાઈ હતી.
EQ of M: 4.6, On: 18/05/2025 02:50:22 IST, Lat: 2.86 N, Long: 96.35 E, Depth: 58 Km, Location: Northern Sumatra, Indonesia.
— National Center for Seismology (@NCS_Earthquake) May 17, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/yBE9LDQZrM
ભૂકંપના આંચકાથી ચીન ધ્રુજી ઉઠ્યું
શુક્રવારે (16 મે, 2025 ) ચીનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર અનુસાર, શુક્રવારે સવારે ભારતીય સમય મુજબ 6:29 વાગ્યે ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર નીચે હતી.





















