અલ તવીવઃ ઈઝરાયલની યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા નફ્તાલી બેનેટને (Naftali Bennett) પ્રધાનમંત્રી પદના શપથ લેવાની સાથે જ દેશમાં નેતન્યાહૂ (Benjamin Netanyahu) યુગનો અંત થયો છે. પીએમ નફ્તાલીએ શપથ ગ્રહણ બાદ જાહેરાત કરી કે દેશમાં અલગ અલગ વિચારધારાવાળા લોકો સાથે મળીને કામ કરશે. નવી સરકારમાં 27 મંત્રી છે. જેમાંથી નવ મહિલાઓ છે. નવી સરકારે અલગ અલગ વિચારધારાના પક્ષો સાથે ગઠબંધન કર્યુ છે. યેશ અતિદ પાર્ટીની મિકી લેવીને સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.


કોણ છે નફ્તાલી બેનેટ ?


રાજકારણમાં આવતાં પહેલા તેઓ ટેક એન્ટરપ્રેન્યોર રહી ચુક્યા છે. પૂર્વ સ્પેશિયલ ફોર્સ કમાંડો રહેલા નફતાલી બેનેટ અમેરિકામાં જન્મેલા માતા-પિતાના પુત્ર છે. તેઓ પત્ની અને ચાર બાળકો સાથે ઇઝરાયલના રાનાનામાં રહે છે. 


નેતન્યાહૂના નેતૃત્વમાં રાજકારણમાં કર્યો પ્રવેશ


ઈઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટ ડિફેંસ ફોર્સિસના એલીટ કમાંડો યૂનિટ સાયરેત મટકલ અને મગનલના કમાંડો રહી ચુક્યા છે. 2005માં ટેક સ્ટાર્ટઅપને 145 મિલિયન ડોલકમાં વેચ્યા બાદ 2006માં બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વમાં તેઓ રાજકારણમાં આવ્યા હતા. જે બાદ નેતન્યાહૂના ચીફ ઓફ સ્ટાફ બનાવાયા હતા. 2012 થી 2020 દરમિયાન તેઓ 5 વખત ઈઝરાયલના સંસદ રહી ચુક્યાછે.  તેઓ દેશના રક્ષા મંત્રી પણ રહ્યા છે.




અનેક વિવાદિત નિવેદન આપી ચુક્યા છે


બેનેટ અનેક વખત વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. 2013માં તેમણે કહ્યું હતું કે ફિલીસ્તાની આતંકવાદીઓને મારી નાંખવા જોઈએ. તેમને મુક્ત ન કરવા જોઈએ. યહૂદી ધર્મ પાળતાં નફ્તાલી બેનેટે હાઇટેક સેક્ટરથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. તેઓ તેલ અવીવ નજીક રહે છે. તેમણે પૂર્વ સહયોગી બેંજામિન નેતન્યાહૂને હરાવવા મધ્યમાગ્રી અને વામપંથી સાથે ગઠબંધન કર્યુ હતું. તેમના પાર્ટી યામિના માર્ચમાં થયેલી ચૂંટણીમાં માત્ર સાત સીટ જીતી હતી. છેલ્લા બે વર્ષમાં ઇઝરાયલમાં ચોથી વખત મતદાન થયું હતું. સીત સીટ જીત્યા બાદ તેઓ કિંગમેકર બનીને ઉભર્યા હતા.