શોધખોળ કરો

Israel Lebanon Ceasefire:34 વર્ષ પછી લેબનોન અને ઇઝરાયલ મળ્યાં, ટ્રમ્પે યુદ્ધવિરામની કરી જાહેરાત

Israel Lebanon Ceasefire:ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ ઓન અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની વાતચીત બાદ, સાંજે 5 વાગ્યાથી 10 દિવસનો યુદ્ધવિરામ અમલમાં આવશે.

Israel Lebanon War:મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા તરફ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ઇસ્લામાબાદમાં ઇરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત થવાની શક્યતા છે, તો બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ પછી, ટ્રમ્પે 10મું યુદ્ધ બંધ કરવાનો દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની વાતચીત બાદ, 10 દિવસનો યુદ્ધવિરામ 16 એપ્રિલે સાંજે 5 વાગ્યાથી અમલમાં આવ્યો છે.

ઇઝરાયલ-લેબનાનના  નેતા 34 વર્ષ પછી મળ્યા: ટ્રમ્પ

આ કરાર ઇઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે એક મહિનાથી વધુ સમયના યુદ્ધ પછી થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથઆઉટ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું, "મેં લેબનાન  રાષ્ટ્રપતિ જોસેફ ઓન અને ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી. બંને દેશોના નેતાઓ 34 વર્ષમાં પહેલી વાર વોશિંગ્ટન, ડી.સી.માં સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મળ્યા. મેં ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન ડેન રઝિન-કેન સાથે, ઇઝરાયલ અને લેબનાન  સાથે કાયમી શાંતિ સ્થાપિત કરવા માટે કામ કરવા નિર્દેશ આપ્યો."

તેમણે પોસ્ટમાં આગળ કહ્યું, "હું ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ અને લેબનાન રાષ્ટ્રપતિ જોસેફ ઓનને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપીશ. 1983 પછી ઇઝરાયલ અને લેબનીઝ વચ્ચે આ પ્રથમ અર્થપૂર્ણ સંવાદ હશે. બંને પક્ષો શાંતિ ઇચ્છે છે, અને મને વિશ્વાસ છે કે તે થશે, અને ખૂબ જ ટૂંક સમયમાં સ્થાપિત થશે. 

લેબનોનના રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો 

અમેરિકા ભલે પોતાને નિર્ણાયક કરારના મધ્યસ્થી તરીકે રજૂ કરી રહ્યું હોય, પરંતુ વાસ્તવિકતા અલગ હોય તેવું લાગે છે. આજે શરૂઆતમાં, જોસેફ આઉને નેતન્યાહૂ સાથે સીધી વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો. દરમિયાન, લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉને ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના પ્રયાસો બદલ આભાર માન્યો હતો.

તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, "યુદ્ધવિરામ પ્રાપ્ત કરવા અને લેબનોનમાં કાયમી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયાસો બદલ આભાર. આ પ્રયાસોએ પ્રદેશમાં શાંતિ પ્રક્રિયાને આગળ વધારવાનો માર્ગ મોકળો કર્યો છે." તેમણે આશા વ્યક્ત કરી કે આ પ્રયાસો ચાલુ રહેશે જેથી શક્ય તેટલી વહેલી તકે સંઘર્ષ બંધ થઈ શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મુશ્કેલ સમયમાં આ દેશે ભારતને મદદની આપી ખાતરી, કહ્યું - કોઈ પણ સંજોગોમાં ઇંધણ અને ઊર્જાની અછત નહીં થવા...
મુશ્કેલ સમયમાં આ દેશે ભારતને મદદની આપી ખાતરી, કહ્યું - કોઈ પણ સંજોગોમાં ઇંધણ અને ઊર્જાની અછત નહીં થવા...
ડૉનાલ્ડ ટ્રમ્પ મસ્ક, ટિમ કૂક અને અનેક અબજોપતિઓ સાથે ચીન પહોંચશે, અનેક મોટા કરાર થવાની સંભાવના
ડૉનાલ્ડ ટ્રમ્પ મસ્ક, ટિમ કૂક અને અનેક અબજોપતિઓ સાથે ચીન પહોંચશે, અનેક મોટા કરાર થવાની સંભાવના
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
અમેરિકા સાથે મધ્યસ્થતાનો ઢોંગ કરી રહ્યું છે પાકિસ્તાન, ઈરાનને આ રીતે કરી રહ્યું છે મદદ
અમેરિકા સાથે મધ્યસ્થતાનો ઢોંગ કરી રહ્યું છે પાકિસ્તાન, ઈરાનને આ રીતે કરી રહ્યું છે મદદ
Advertisement

વિડિઓઝ

PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
Fertilizer Price Hike : ખેડૂતો માટે માઠા સમાચાર ખાતરના ભાવમાં ધરખમ વધારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો
Summer Vacation : ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?
અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
Embed widget