હોંગકોંગના તાઈપોમાં ભીષણ આગ લાગી છે અને અનેક બહુમાળી ઇમારતો લપેટમાં આવી ગઈ છે. આગ બુઝાવવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે. ફાયર સર્વિસનું કહેવું છે કે લગભગ 90 ટકા રહેવાસીઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

Continues below advertisement

બુધવારે બપોરે (26 નવેમ્બર, 2025) હોંગકોંગના તાઈપોમાં અનેક ઉંચી ઇમારતોમાં આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 44 લોકો માર્યા ગયા હતા અને 3૦૦ લોકો ગુમ થયા હતા. આગ સાત ઇમારતોમાં ફેલાઈ ગઈ હોવાના અહેવાલ છે. પોલીસે જણાવ્યું છે કે, આ ઘટનાના સંદર્ભમાં ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.

રોઇટર્સે ફાયર સર્વિસીસ ડિપાર્ટમેન્ટ (FSD) ને ટાંકીને જણાવ્યું હતું કે, ભીષણ આગને કારણે ઘણા લોકો ઇમારતોમાં ફસાઇ ગયા  હતા. ઘણા કિલોમીટર દૂરથી જ્વાળાઓ દેખાઈ રહી હતી. FSD એ જણાવ્યું હતું કે, તેમને બુધવારે  બપોરે 2:51 વાગ્યે આગ લાગવાના અહેવાલ મળ્યા હતા.

Continues below advertisement

આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે

ઘટનાસ્થળે આગ બુઝાવવાની  કામગીરી ચાલુ છે. ઇમારતોમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા વીડિયો સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શહેરના તાઈપો જિલ્લામાં સંકુલની બહાર વાંસના પાલખ સુધી આગ ફેલાઈ ગઈ હતી. તાઈ પો હોંગકોંગના ઉત્તર ભાગમાં આવેલો એક પડોશી વિસ્તાર છે, જે ચીનના મુખ્ય શહેર શેનઝેનની સરહદ નજીક છે.

ફાયર સર્વિસે અહેવાલ આપ્યો છે કે, અત્યાર સુધીમાં લગભગ 90 ટકા રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે. જો કે, ઘણા લોકો હજુ પણ ગુમ થયાના અહેવાલ છે. ઘટના બાદ ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આગને લેવલ 5 તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જે સૌથી ગંભીર આગ છે.

આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે,  ઇમારતોમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા વીડિયો સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શહેરના તાઈ પો જિલ્લામાં સંકુલની બહાર વાંસના પાલખ સુધી આગ ફેલાઈ ગઈ હતી. તાઈપો હોંગકોંગના ઉત્તર ભાગમાં આવેલો એક પડોશી વિસ્તાર છે, જે ચીનના મુખ્ય શહેર શેનઝેનની સરહદ નજીક છે.

ફાયર સર્વિસે અહેવાલ આપ્યો છે કે, અત્યાર સુધીમાં લગભગ 90 ટકા રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે. જો કે, ઘણા લોકો હજુ પણ ગુમ થયાના અહેવાલ છે. ઘટના બાદ ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આગને લેવલ 5 તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.આ  સૌથી ભીષણ આગની ઘટના મનાઇ રહી છે.