શોધખોળ કરો

Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'

Iran Israel: રવિવારે મોડી રાત્રે ઇઝરાયલ પર બે બાજુથી એક સાથે હુમલો કરવામાં આવ્યો. ઇરાને ઇઝરાયલ તરફ મિસાઇલો છોડી હતી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇરાન અને હિઝબુલ્લાહે ઇઝરાયલ પર એકસાથે મિસાઇલ હુમલો કર્યો.
  • લેબનોનમાં કાર્યવાહી રોકવા ઇરાને હુમલો કર્યો; ઇઝરાયલે રોક્યા.
  • ઇઝરાયલે બદલો લેવાની જાહેરાત કરી, ક્ષેત્રમાં તણાવ વધ્યો.
Iran Israel: મધ્ય પૂર્વમાં ફરી તણાવ વધ્યો છે. રવિવારે મોડી રાત્રે ઇઝરાયલ પર બે બાજુથી એક સાથે હુમલો કરવામાં આવ્યો. ઇરાને ઇઝરાયલ તરફ મિસાઇલો છોડી હતી. દરમિયાન લેબનોનથી હિઝબુલ્લાહે પણ મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. આ પછી ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ હતી અને અલગ અલગ શહેરોમાં સાયરનનો અવાજ સંભળાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, ઇરાને ઉત્તર ઇઝરાયલ તરફ ચાર બેલિસ્ટિક મિસાઇલો છોડી. ઇઝરાયલનો દાવો છે કે એપ્રિલમાં યુદ્ધવિરામ પછી ઇઝરાયલ પર આ પહેલી વાર મિસાઇલો છોડવામાં આવી છે. ઇરાને લેબનોનને કારણે ઇઝરાયલ પર આ હુમલા કર્યા હતા. ઇરાન ઇચ્છે છે કે ઇઝરાયલ લેબનોનમાં લશ્કરી કાર્યવાહી બંધ કરે. જોકે, ઇઝરાયલે હિઝબુલ્લાહ અને ત્યાંના અન્ય લક્ષ્યો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતુ. તાજેતરના હુમલાઓ લેબનોનની રાજધાની બૈરુતમાં કરવામાં આવ્યા હતા.

ઇરાની વિદેશ પ્રધાને ઇરાન અને લેબનોનના ધ્વજનો એક સાથે ફોટો પોસ્ટ કર્યો

દરમિયાન, ઇરાની વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ ઇરાની અને લેબનોનના ધ્વજનો એક સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. હુમલાઓ વચ્ચે ઇરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના સલાહકાર મોહસેન રેઝાઈ દ્વારા પણ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ઇરાને વારંવાર ચેતવણી આપી હતી કે તે યુદ્ધવિરામ ઉલ્લંઘન અને લેબનોન પર હુમલાઓને સહન કરશે નહીં. હુમલાખોરોને આજે રાત્રે તેમનો જવાબ મળ્યો.

દરમિયાન ઈરાનના IRGCએ જણાવ્યું હતું કે ઈઝરાયલ અમેરિકાની મિલીભગત અને આંતરરાષ્ટ્રીય મંચોના મૌનના કારણે વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને લેબનોનના પીડિત લોકો સામે તેની ક્રૂરતા સતત વધારી રહ્યું છે અને ફોસ્ફરસ બોમ્બ સહિતના પ્રતિબંધિત શસ્ત્રોનો ઉપયોગ કરીને યુદ્ધ ગુનાઓ કરી રહ્યું છે.

તેમાં વધુમાં જણાવાયું છે કે, "ઈરાનની અગાઉની ચેતવણીઓ છતાં બેરૂતના બહારના વિસ્તારોમાં હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયલે બધી 'લક્ષ્મણ રેખા' (લાલ રેખાઓ) પાર કરી દીધી છે અને દક્ષિણ લેબનોનમાં હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. અમે પહેલાથી જ ચેતવણી આપી હતી કે જો બેરૂતના બહારના વિસ્તારોમાં હુમલો કરવામાં આવશે તો અમે હુમલો કરીશું."

આ પણ વાંચોઃ Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'

ઇઝરાયલમાં જોવા મળેલી મિસાઇલો

ઈરાને ચેતવણી પણ આપી હતી કે જો ઇઝરાયલ વળતો પ્રહાર કરશે તો અમે જવાબ આપશે. હિઝબુલ્લાહે દાવો કર્યો હતો કે તેણે ડ્રોન અને મિસાઇલોથી ઇઝરાયલી સૈનિકોને નિશાન બનાવ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અંગે માહિતી આપવામાં આવી છે.

ઇઝરાયલ બદલો લેશે

બીજી બાજુ, ઇઝરાયલી સૈન્યએ કહ્યું હતું કે તેણે અત્યાર સુધી ઈરાન તરફથી છોડવામાં આવેલી બધી મિસાઇલોને અટકાવી દીધી છે. ઇઝરાયલે સ્પષ્ટપણે કહ્યું છે કે તે ઈરાન સામે બદલો લેશે.

Frequently Asked Questions

ઇઝરાયલ પર રવિવારે રાત્રે કોણે અને ક્યાંથી હુમલો કર્યો?

રવિવારે મોડી રાત્રે ઇરાને ઇઝરાયલ તરફ મિસાઇલો છોડી હતી, જ્યારે લેબનોનથી હિઝબુલ્લાહે પણ મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. ઇરાને ઉત્તર ઇઝરાયલ તરફ ચાર બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી.

ઇરાને ઇઝરાયલ પર શા માટે હુમલા કર્યા?

ઇરાને લેબનોનને કારણે ઇઝરાયલ પર આ હુમલા કર્યા હતા. ઇરાન ઇચ્છે છે કે ઇઝરાયલ લેબનોનમાં લશ્કરી કાર્યવાહી બંધ કરે, કારણ કે તે યુદ્ધવિરામનું ઉલ્લંઘન હતું.

ઇઝરાયલે આ હુમલાઓ સામે કેવી પ્રતિક્રિયા આપી?

ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ હતી અને તેણે ઇરાન તરફથી છોડવામાં આવેલી બધી મિસાઇલોને અટકાવી દીધી હતી. ઇઝરાયલે સ્પષ્ટપણે કહ્યું છે કે તે ઈરાન સામે બદલો લેશે.

ઇરાને ઇઝરાયલને શું ચેતવણી આપી હતી?

ઇરાને વારંવાર ચેતવણી આપી હતી કે તે યુદ્ધવિરામ ઉલ્લંઘન અને લેબનોન પરના હુમલાઓને સહન કરશે નહીં. ઇરાને કહ્યું હતું કે જો બેરૂતના બહારના વિસ્તારોમાં હુમલો થશે તો તેઓ પણ હુમલો કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
Advertisement

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
Embed widget