Missing Titan Submarine: દેશ અને દુનિયામાં અત્યારે ટાઇટેનિક જહાજના કાટમાળને જોવાના સમાચાર ટૉક ઓફ ધ ટાઉન બન્યા છે. હાલમાં જ એટલાન્ટિક મહાસાગરમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા મુસાફરો ગુમ થઇ ગયા છે. એટલાન્ટિક મહાસાગરમાં 5 મુસાફરો સહિત ગુમ થયેલ ટાઇટન સબમરીન અંગે કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, સબમરીનમાં સવાર તમામ 5 મુસાફરોના મોત થયા છે. ટાઇટેનિક જહાજ પાસે સબમરીનનો કાટમાળ મળી આવ્યો હતો. વિશ્વના સૌથી મોટા અને લોકપ્રિય જહાજ ટાઈટેનિકને ડુબવાને 110 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેનો ભંગાર 1985માં મળી આવ્યો હતો. આવામાં મનમાં સવાલ ઉઠે છે કે, જ્યારે જહાજનો કાટમાળ મળ્યો હતો તો આજદિન સુધી તેને બહાર કેમ કાઢવામાં નથી આવ્યો ?


ટાઇટેનિક ક્યારે ડૂબી ગયું 
તમે ટાઇટેનિક જહાજ વિશે ઘણું વાંચ્યું અને સાંભળ્યું હશે. ટાઇટેનિકે તેની પ્રથમ સફર 10 એપ્રિલ 1912ના રોજ યૂકેના સાઉથેમ્પ્ટન બંદરથી ન્યૂયોર્ક સુધી શરૂ કરી હતી. માત્ર 4 દિવસ પછી એટલે કે 14 એપ્રિલે તે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં એક આઇસબર્ગ સાથે ટકરાયુ હતું. આ જોરદાર ટક્કરથી જહાજના બે ટુકડા થઈ ગયા અને તે લગભગ 4 કિલોમીટરની ઊંડાઈએ સમુદ્રમાં ડૂબી ગયું હતું.


1500 લોકો માર્યા ગયા હતા 
આ દૂર્ઘટનામાં લગભગ 15 લોકોએ જીવ ગુમાવ્યા, આ તે સમયનો સૌથી મોટો દરિયાઈ અકસ્માત હતો. આ ટાઇટેનિકનો કાટમાળ સમુદ્રની નીચે 4 કિમી દૂર દેખાયો હતો, આ કાટમાળ લગભગ 70 બાદ રૉબ બલાડ અને તેમની ટીમ દ્વારા 1985માં પ્રથમ શોધી કાઢવામાં આવ્યો હતો. 


મુશ્કેલ છે આ કામ - 
જ્યાં જહાજ ડૂબી ગયું છે ત્યાં ચારેબાજુ અંધકાર જ છે. સમુદ્રની ઊંડાઈમાં તાપમાન પણ 1 ડિગ્રી સેલ્સિયસ છે. આ પ્રતિકૂળ સંજોગોમાં વ્યક્તિ માટે આટલું ઊંડાણમાં જવું અને પછી પાછા આવવું તે ખૂબ જોખમી છે. આવામાં અહીંથી કાટમાળને બહાર કાઢવો તો બહુ દૂરની વાત છે, તેને જોવા પણ એક મોટો પડકાર છે. 


કાટમાળ 20-30 વર્ષ સુધી ટકી શકશે - 
નિષ્ણાતોના મતે ટાઇટેનિકનો કાટમાળ હવે સમુદ્રમાં ઝડપથી પીગળી રહ્યો છે. આવામાં તેને બહાર કાઢીને પણ કોઈ ફાયદો થશે નહીં. કહેવાય છે કે આવનારા 20 થી 30 વર્ષોમાં ટાઈટેનિકનો કાટમાળ સંપૂર્ણપણે પીગળી જશે અને દરિયાના પાણીમાં ભળી જશે. સમુદ્રમાં જોવા મળતા બેક્ટેરિયા ઝડપથી ટાઈટેનિકના લોખંડને ખાઈ રહ્યા છે, જેના કારણે તેને કાટ લાગી રહ્યો છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, આ દરિયાઈ બેક્ટેરિયા દરરોજ લગભગ 180 કિલો કચરો ખાય છે. આવામાં ટાઇટેનિકની ઉંમર બહુ બચી નથી, તેથી તેના કાટમાળને બહાર કાઢવો ​​યોગ્ય નથી.