નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ.
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
Netanyahu Trump Phone Call 2026: ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે સહમતિ: 'ઈરાનના પરમાણુ મથકો નષ્ટ કરાશે', હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા પાકિસ્તાનની મધ્યસ્થી.

- નેતન્યાહૂ અને ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા કરી.
- બંને દેશો ઈરાનના પરમાણુ ખતરાને દૂર કરવા સહમત થયા.
- હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને ઈઝરાયલની સુરક્ષા પર વાતચીત.
- ઈઝરાયલ-અમેરિકાના સૈન્ય સહયોગની મજબૂતી પર ભાર મૂકાયો.
Netanyahu Trump Phone Call 2026: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની ફોન પર ખૂબ જ મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. બંને નેતાઓ વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે ખતમ કરવા અને હાલમાં બંધ પડેલા 'હોર્મુઝ સ્ટ્રેટ'ને ફરીથી ખોલવા મુદ્દે એક મોટી સહમતિ બની છે. જ્યાં એક તરફ ઈરાન કોઈ પણ સંજોગોમાં ઝૂકવા તૈયાર નથી, ત્યાં અમેરિકા અને ઈઝરાયલ તેને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવા મક્કમ છે.
શું છે આખો વિવાદ?
તમને જણાવી દઈએ કે, 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર એક મોટો હુમલો કર્યો હતો, જેનાથી આખી દુનિયા હચમચી ગઈ હતી. આના બદલામાં ઈરાને પણ આક્રમક વલણ અપનાવ્યું અને દુનિયાના વેપાર માટે અત્યંત મહત્વના એવા સમુદ્રી માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' ને બ્લોક કરી દીધો. ઈરાનના આ પગલાથી દુનિયાભરમાં મોટું આર્થિક સંકટ ઊભું થઈ ગયું છે. હાલમાં આ વિવાદ ઉકેલવા માટે પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ હાથ લાગ્યું નથી. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન કોઈપણ ભોગે પરમાણુ શક્તિ ન બને, જ્યારે ઈરાન અમેરિકાની શરતોને એકતરફી ગણાવીને ફગાવી રહ્યું છે.
ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર શું વાત થઈ?
આ ગરમાગરમી વચ્ચે ઈરાન પીછેહઠ કરવાના કોઈ મૂડમાં નથી, પણ ડોનાલ્ડ ટ્રમ્પને વાટાઘાટોથી સમાધાન થવાની આશા છે. રવિવારે નેતન્યાહૂએ માહિતી આપતા કહ્યું કે, તેમણે શનિવારે રાત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટેના કરાર અને ઈરાનના પરમાણુ પ્રોગ્રામ અંગે અંતિમ સમાધાન લાવવાની ચર્ચા થઈ.
નેતન્યાહૂએ 'ઓપરેશન રોરિંગ લાયન' અને 'એપિક ફ્યુરી' નો ઉલ્લેખ કરતા ઈઝરાયલની સુરક્ષા માટે ટ્રમ્પના મજબૂત સમર્થનનો આભાર માન્યો હતો. આ એ જ મિલિટરી ઓપરેશન્સ હતા જેમાં અમેરિકા અને ઈઝરાયલની સેનાઓએ ઈરાન સામે ખભેખભો મિલાવીને લડાઈ લડી હતી.
આ પણ વાંચોઃ શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
બંને નેતાઓ વચ્ચે આ 3 મુદ્દાઓ પર બની સહમતિ:
પરમાણુ મથકોનો ખાતમો: બંને નેતાઓ એ વાત પર સંમત થયા છે કે ઈરાન સાથેના કોઈપણ અંતિમ કરારમાં સૌથી પહેલી શરત તેનો પરમાણુ ખતરો દૂર કરવાની રહેશે. આનો સીધો અર્થ એ છે કે ઈરાનના પરમાણુ મથકોને તોડી પાડવામાં આવશે અને ત્યાંથી તમામ પરમાણુ સામગ્રી તેના દેશની બહાર કાઢવામાં આવશે.
ઈઝરાયલનો બચાવનો અધિકાર: રાષ્ટ્રપતિ ટ્રમ્પે લેબનોન સહિતના તમામ મોરચે ઈઝરાયલને પોતાની સુરક્ષા કરવાના અધિકારનું ખુલ્લું અને દ્રઢ સમર્થન કર્યું છે.
અતૂટ દોસ્તી: નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે રણમેદાનમાં ઈઝરાયલ અને અમેરિકાની ભાગીદારી સાબિત થઈ ચૂકી છે અને તે પહેલા કરતાં વધુ મજબૂત છે.
છેલ્લે, નેતન્યાહૂએ કડક શબ્દોમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરતા કહ્યું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પની જેમ મારી નીતિ પણ એકદમ સ્પષ્ટ છે - ઈરાન પાસે કોઈ પણ કાળે પરમાણુ શસ્ત્રો રહેશે નહીં."
Frequently Asked Questions
ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કયા મુદ્દાઓ પર ચર્ચા કરી?
ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે બંને નેતાઓ વચ્ચે શું સહમતિ થઈ?
બંને નેતાઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે ખતમ કરવા પર સંમત થયા. આમાં ઈરાનના પરમાણુ મથકોનો નાશ કરવો અને પરમાણુ સામગ્રી દેશની બહાર કાઢવાનો સમાવેશ થાય છે.
હોર્મુઝ સ્ટ્રેટના બંધ થવાને કારણે વિશ્વ પર શું અસર થઈ?
ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરવાથી વિશ્વભરમાં મોટું આર્થિક સંકટ ઊભું થયું છે, કારણ કે તે વૈશ્વિક વેપાર માટે એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે.
ટ્રમ્પે ઈઝરાયલની સુરક્ષા અંગે શું સમર્થન આપ્યું?
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈઝરાયલને લેબનોન સહિત તમામ મોરચે પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે તે અંગે દ્રઢ સમર્થન આપ્યું.






















