નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  

નાઈજીરિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં જેહાદી આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 27 નાઈજીરિયન સૈનિકોના મોત થયા છે.

Continues below advertisement

Nigeria Suicide Attack: નાઈજીરિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં જેહાદી આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 27 નાઈજીરિયન સૈનિકોના મોત થયા છે.  સમાચાર એજન્સી એએફપી અનુસાર, સૈનિકોએ બર્નો અને યોબે રાજ્યોની વચ્ચે સ્થિત ઉજ્જડ જમીનમાં ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે જોડાયેલા આતંકવાદીઓના ઠેકાણા પર જમીની હુમલો કર્યો હતો.

Continues below advertisement

એક સૈન્ય અધિકારીએ એએફપીને કહ્યું,  "આત્મઘાતી હુમલામાં  27 સૈનિકો માર્યા ગયા, જેમાં  કમાન્ડર પણ સામેલ છે, અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,"

આ હુમલો તાજેતરના વર્ષોમાં સેનાને નિશાન બનાવતા સૌથી ઘાતક આત્મઘાતી હુમલાઓમાંનો એક હતો. અન્ય એક અધિકારીએ કહ્યું કે હુમલા સમયે અંધારું હતું, જેના કારણે સૈનિકો ચારે બાજુ સ્પષ્ટ જોઈ શકતા ન હતા. તેમણે એમ પણ કહ્યું કે ઘાયલોની સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે કેટલાકની સ્થિતિ નાજુક છે.

આત્મઘાતી હમલાવરે હુમલો કર્યો 

એક આત્મઘાતી હમલાવરે  તેના વિસ્ફોટક ભરેલા વાહનને ગીચ ઝાડીઓમાં છુપાવી એક સૈનિકોના કાફલાને ટક્કર મારી હતી, જે ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રાંત (ISWAP) સામે ઓપરેશન માટે આગળ વધી રહ્યા હતા. આ હુમલો તિંબકટૂ ત્રિકોણ વિસ્તારમાં થયો હતો, જે પહેલા બોકો હરામના કબજામાં હતું.

ISWAP 2016 માં બોકો હરામથી અલગ થઈ ઉત્તર-પૂર્વમાં પ્રમુખ આતંકવાદી જૂથ બની ગયું હતું. હવે તેણે બોકો રામના કબજાવાળા વિસ્તારોને હડપી લીધા, જેમાં તિંબકટૂ ત્રિકોણ અને સાંબિસા જંગલ સામેલ છે. આ જૂથ રસ્તાઓ પર માઈન્સ લગાવી અને વાહનોમાં વિસ્ફોટકો ભરી સૈનિકોને નિશાન બનાવે છે.  જુલાઈમાં એક હુમલામાં સાત સૈનિકો માર્યા ગયા હતા જ્યારે તેમનું વાહન ખાણ સાથે અથડાયું હતું.


નાઇજીરીયામાં ગૃહ યુદ્ધ

આ સંઘર્ષ હવે 15 વર્ષ જૂનો છે, જેમાં અંદાજે 40,000 લોકો માર્યા ગયા છે અને 20 લાખથી વધારે લોકો વિસ્થાપિત થયા છે. હિંસાએ નાઈજીરિયાના પડોશી દેશો જેમાં  નાઈજર, ચાડ અને કૈમરૂન, માં પણ ફેલાવો કર્યો, જેના પરિણામસ્વરુપે  આ દેશોએ આતંકવાદીઓ સામે લડવા માટે એક પ્રાદેશિક દળની રચના કરી છે. 

વાસ્તવમાં, છેલ્લા અઠવાડિયામાં નાઇજિરિયન આર્મી દ્વારા 79 આતંકવાદીઓ અને શંકાસ્પદ અપહરણકારોને માર્યા હતા. ઉત્તર-પૂર્વમાં આતંકવાદીઓ દ્વારા દાયકાઓથી ચાલેલા વિદ્રોહ અને ઉત્તર-પશ્ચિમમાં વિવિધ સશસ્ત્ર જૂથો દ્વારા ચાલી રહેલા હુમલાઓના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. બદલો લેવા માટે જેહાદી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 27 જવાનો માર્યા ગયા હતા.

નાઇજીરિયામાં મોટી દુર્ઘટના! પેટ્રોલ ટેન્કરમાં થયો બ્લાસ્ટ, 18 લોકોના મોત

Continues below advertisement
Sponsored Links by Taboola