અહેવાલ અનુસાર ચીનથી પરત આવેલ ઉત્ત કોરિયાના એક કારોબારીને ગોલી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. પીડિત વ્યક્તિથી અન્ય કોઈને આ વાયરસ ન ફેલાય એ કારણે કિમ જોંગ ઉને આ આદેશ આપ્યો છે.
કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3 હજાર લોકોના મોત
જણાવીએ કે, વિશ્વના અનેક દેશ હાલમાં કોરાના વાયરની ઝપેટમાં આવી ગયા છે. આ વાયરસને કારણે 3,000થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે આ રોગથી કારણે 86 હજારથી વધારે લોકો પીડિત છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પંચ (એનએચસી)એ જણાવ્યું કે સૌથી વધારે કોરોના વાયરસની અસર હુબેઈ પ્રાંતમાં થઈ છે. જેની રાજધાની વુહાનથી વિતેલા વર્ષે ડિસેમ્બરમાં આ વાયરસ ફેલાવવાનું શરૂ થયું હતું. વર્લ્ડ સ્વાસ્થ્ય સંગઠને આ સંક્રામક રોગને COVID-19 નામ આપ્યું છે.
ચીનમાં આ વાયરસને કારણે 2870 મોત થયા. તેના કારણે વિતેલા કેટલાક સપ્તાહથી બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, હુબેઈમાં હજુ પણ તેનો પ્રકોપ જારી છે.