Donald Trump attack accused video: ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર થોમસ મેથ્યુ ક્રૂક્સનો નવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે પોતાનું નામ જણાવી રહ્યો છે. ત્યારબાદ તે કહે છે કે તેને ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકનથી નફરત છે. મેથ્યુના સોશિયલ મીડિયાને તપાસવામાં આવી રહ્યું છે. જોકે વાયરલ વીડિયોની એબીપી અસ્મિતા પુષ્ટિ કરતું નથી. જોકે મેથ્યુનો આ વીડિયો જૂનો છે.


આરોપી ક્રૂક્સ પેન્સિલ્વેનિયા રાજ્યના બેથેલ પાર્કનો રહેવાસી હતો. આ જગ્યા ટ્રમ્પની રેલીથી લગભગ 35 માઇલ દૂર છે. સીએનએનના અહેવાલ મુજબ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સે 2022માં સ્નાતક પાસ કર્યું હતું. સીક્રેટ સર્વિસના સ્નાઇપરે જવાબી કાર્યવાહીમાં મેથ્યુને ઠાર માર્યો છે.


ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર ગોળી ચલાવનાર થોમસ મેથ્યુ ક્રૂક્સ (Thomas Matthew Crooks)એ હુમલા પહેલાં પોતે વીડિયો જારી કર્યો હતો અને હુમલાનું કારણ જણાવ્યું હતું. થોમસે દાવો કર્યો હતો કે તે રિપબ્લિકન પાર્ટીથી નફરત કરે છે. તે ડોનાલ્ડ ટ્રમ્પથી નફરત કરે છે. અને શું, તમે લોકોને ખોટો માણસ મળી ગયો છે. આ પછી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે થોમસે નફરતના કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કર્યો હતો.








ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલા બાદ સીક્રેટ સર્વિસે નિવેદન જારી કરી જણાવ્યું કે શૂટરને ઠાર મારવામાં આવ્યો છે, જેની ઓળખ 20 વર્ષના થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે થઈ છે. ટ્રમ્પ પર ગોળી ચલાવ્યા બાદ સ્નાઇપર્સ તરત જ એક્શનમાં આવી ગયા અને તરત જ હુમલાખોર થોમસને ઘટનાસ્થળે જ ઠાર કરી દીધો. થોમસની ગોળીબારીમાં રેલીમાં હાજર એક વ્યક્તિનું પણ મોત થયું હતું.


થોમસ મેથ્યુ ક્રૂક્સ (Thomas Matthew Crooks)ના હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના કાનને અડીને ગોળી નીકળી ગઈ હતી અને પાછળ ઊભેલા તેમના એક સમર્થકને વાગી હતી, જેમાં તેનું મૃત્યુ થયું. ડોનાલ્ડ ટ્રમ્પ પર તે સમયે હુમલો થયો, જ્યારે તે પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા. આ દરમિયાન એક પછી એક અનેક ગોળીઓ ચાલી, પરંતુ સીક્રેટ સર્વિસ એજન્ટ્સ તરત જ પૂર્વ રાષ્ટ્રપતિને રેલી મંચ પરથી ઉતારીને લઈ ગયા. હુમલા બાદ ટ્રમ્પને તેમના જમણા કાન પર હાથ રાખેલા જોવામાં આવ્યા અને તેમના કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું.


પેન્સિલ્વેનિયાની રેલીમાં ગોળીબારી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'મને તરત જ ખબર પડી ગઈ હતી કે કંઈક ખોટું થયું છે, કારણ કે મેં એક તીવ્ર અવાજ સાંભળ્યો, ગોળીઓ ચાલી અને તરત જ અનુભવ્યું કે ગોળી મારા કાનની ત્વચાને ચીરીને નીકળી ગઈ છે.' તેમણે આગળ કહ્યું, 'આ આઘાતજનક છે કે આપણા દેશમાં આવી ઘટના બની શકે છે.'