શોધખોળ કરો

પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક

મધ્ય પૂર્વના યુદ્ધને કારણે પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ સર્જાયું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ અને ઈફ્તારની દાવત પર કડક પ્રતિબંધ મૂક્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સરકારી કચેરીઓ અઠવાડિયામાં 4 દિવસ ખુલ્લી રહેશે, 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે.
  • મંત્રીઓ, સલાહકારોનો 2 મહિનાનો પગાર બંધ, સંસદસભ્યોના પગારમાં 25% કાપ.
  • સરકારી વાહનોનો ઉપયોગ 60% ઘટાડ્યો, બિનજરૂરી વિદેશ પ્રવાસો પર પ્રતિબંધ.
  • ઈફ્તાર પાર્ટીઓ અને સત્તાવાર ભોજન સમારંભો પર રોક, ખર્ચ ઘટાડવાના પ્રયાસો.

મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધના કારણે આખી દુનિયામાં તેલનું મોટું સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિને જોતા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાના દેશને આર્થિક બરબાદીથી બચાવવા માટે તાજેતરમાં જ કેટલાક બહુ કડક અને આકરા નિર્ણયો લીધા છે. પાકિસ્તાનમાં હવે સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ ખુલશે અને મંત્રીઓના પગાર પણ આગામી 2 મહિના માટે સાવ બંધ કરી દેવામાં આવ્યા છે. દેશમાં ઈંધણ અને સરકારી તિજોરી બચાવવા માટે આવા આકરા પગલાં લેવામાં આવ્યા છે.

કર્મચારીઓ ઘરેથી કામ કરશે, શાળાઓ બંધ 

આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં અત્યારે ભયંકર આર્થિક મુશ્કેલી ચાલી રહી છે. સરકારની નવી જાહેરાત મુજબ, પાકિસ્તાનમાં હવે તમામ સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ માટે જ ખુલ્લી રહેશે. બાકીના સમયમાં 50 ટકા જેટલા કર્મચારીઓ પોતાના ઘરેથી જ કામ કરશે, જેથી વાહનવ્યવહાર ઓછો થાય અને ઈંધણની મોટી બચત થઈ શકે. જોકે, આ કડક નિયમ નાણાકીય સંસ્થાઓને લાગુ પડશે નહીં. આ ઉપરાંત, નાના બાળકો અને વિદ્યાર્થીઓની શાળાઓ પણ 2 અઠવાડિયા માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

નેતાઓ અને મંત્રીઓના પગાર પર કાતર 

આ સંકટ એટલું મોટું છે કે સરકારી ખજાનો બચાવવા માટે નેતાઓના ખિસ્સા પર પણ સીધી કાતર ફેરવવામાં આવી છે. વડાપ્રધાને જાહેરાત કરી છે કે સરકારના તમામ મંત્રીઓ, ખાસ મદદનીશો અને સલાહકારો આવતા 2 મહિના સુધી એક પણ રૂપિયાનો પગાર લેશે નહીં. આ સાથે જ સંસદસભ્યોના પગારમાંથી પણ 25 ટકા રકમ સીધી કાપી લેવામાં આવશે. નેતાઓ અને મંત્રીઓના બિનજરૂરી વિદેશ પ્રવાસ પર પણ કડક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

સરકારી વાહનો અને ઉજવણીઓ પર મોટો પ્રતિબંધ 

વડાપ્રધાને પોતાના ભાષણમાં ચોખ્ખું કહ્યું કે, દુનિયાભરમાં કાચા તેલનો ભાવ 60 થી અચાનક ઉછળીને સીધો 100 ની પાર પહોંચી ગયો છે. પાકિસ્તાન પોતાના દેશનું મોટાભાગનું તેલ અને કુદરતી વાયુ અખાતી દેશો પાસેથી જ ખરીદે છે. હવે જ્યારે ત્યાં જ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન માટે સ્થિતિ બહુ નાજુક બની ગઈ છે. ઈંધણ બચાવવા માટે સરકારે એવો આદેશ આપ્યો છે કે તમામ સરકારી વિભાગોમાં વપરાતા 60 ટકા જેટલા વાહનો આવતા 2 મહિના સુધી રસ્તા પર ઉતારવામાં આવશે નહીં. સરકારી વાહનો પાછળ વપરાતા ઈંધણમાં પણ 50 ટકાનો મોટો કાપ મૂકવામાં આવ્યો છે.

રમજાન અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને થતા મોટા ખર્ચાઓ અટકાવવા માટે પણ સરકારે લાલ આંખ કરી છે. પાકિસ્તાનમાં હવે કોઈપણ મંત્રી કે સરકારી અધિકારી દ્વારા યોજાતી ઈફ્તારની દાવત અને સત્તાવાર રાત્રિભોજન પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. સરકારનો કોઈ પણ કાર્યક્રમ કે પરિસંવાદ હવે ખાનગી જગ્યાએ નહિ થાય, પણ માત્ર સરકારી જગ્યાઓ પર જ કરવામાં આવશે જેથી ખોટા ખર્ચાઓથી બચી શકાય.

પાકિસ્તાનની આર્થિક હાલત પહેલાથી જ ખરાબ હતી અને હવે આંતરરાષ્ટ્રીય યુદ્ધે તેમને પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે. પાકિસ્તાન અત્યારે આંતરિક સુરક્ષાની સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન અત્યારે ખરા અર્થમાં બહુ મોટી અને કપરી મુશ્કેલીમાં ફસાઈ ગયું છે.

Frequently Asked Questions

પાકિસ્તાનમાં સરકારી કચેરીઓ અઠવાડિયામાં કેટલા દિવસ ખુલ્લી રહેશે?

પાકિસ્તાનમાં હવે સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ ખુલ્લી રહેશે. બાકીના સમયમાં 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે.

મંત્રીઓના પગારમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે?

વડાપ્રધાને જાહેરાત કરી છે કે તમામ મંત્રીઓ, ખાસ મદદનીશો અને સલાહકારો આવતા 2 મહિના સુધી પગાર નહીં લે. સંસદસભ્યોના પગારમાંથી પણ 25% રકમ કાપવામાં આવશે.

સરકારી વાહનોના ઉપયોગ પર શું પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે?

આવતા 2 મહિના સુધી સરકારી વિભાગોના 60% વાહનો રસ્તા પર નહીં ઉતારવામાં આવે. સરકારી વાહનો પાછળ વપરાતા ઈંધણમાં પણ 50% કાપ મૂકવામાં આવ્યો છે.

મહામારી દરમિયાન શાળાઓ અંગે શું નિર્ણય લેવાયો છે?

નાના બાળકો અને વિદ્યાર્થીઓની શાળાઓ 2 અઠવાડિયા માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો
Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો
વાતચીત પર સસ્પેન્સ ! અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન જવા તૈયાર, ઈરાનનો બેઠકમાં સામેલ થવાનો ઈનકાર
વાતચીત પર સસ્પેન્સ ! અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન જવા તૈયાર, ઈરાનનો બેઠકમાં સામેલ થવાનો ઈનકાર
‘કાં તો ડીલ સ્વીકારો, નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ....’, પાકિસ્તાનમાં વાતચીત પહેલા જ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી
‘કાં તો ડીલ સ્વીકારો, નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ....’, પાકિસ્તાનમાં વાતચીત પહેલા જ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી
યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂણતી રાજનીતિ!
Hun To Bolish : હું તો બોલીશ : ન ભૂલતા મતદાતાનું ઋણ
Hun To Bolish: હું તો બોલીશ : શ્રેષ્ઠ દાન
Gir Kesar Mango: ગીરની કેસર કેરીએ વૈશ્વિક બજારોમાં મચાવી ધૂમ
Surat Railway Station: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થાના અભાવે મુસાફરો પરેશાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાતચીત પર સસ્પેન્સ ! અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન જવા તૈયાર, ઈરાનનો બેઠકમાં સામેલ થવાનો ઈનકાર
વાતચીત પર સસ્પેન્સ ! અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન જવા તૈયાર, ઈરાનનો બેઠકમાં સામેલ થવાનો ઈનકાર
Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો
Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો
Tamil Nadu News: તમિલનાડુની ફટાકડાની ફેક્ટરીમાં બે વિસ્ફોટ, 16 મહિલાઓ સહિત 23નાં મોત
Tamil Nadu News: તમિલનાડુની ફટાકડાની ફેક્ટરીમાં બે વિસ્ફોટ, 16 મહિલાઓ સહિત 23નાં મોત
Aaj Nu Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગ અને રોહિણી નક્ષત્રનો મહાસંયોગ, આ 4 રાશિઓનું ખુલશે ભાગ્ય, જાણો સોમવારનું રાશિફળ
Aaj Nu Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગ અને રોહિણી નક્ષત્રનો મહાસંયોગ, આ 4 રાશિઓનું ખુલશે ભાગ્ય, જાણો સોમવારનું રાશિફળ
EPFO KYC Update: KYC અપડેટ કર્યા વિના નહીં ઉપાડી શકાય PFના રૂપિયા, EPFOની વેબસાઈટ પર ઓનલાઈન સુવિધા
EPFO KYC Update: KYC અપડેટ કર્યા વિના નહીં ઉપાડી શકાય PFના રૂપિયા, EPFOની વેબસાઈટ પર ઓનલાઈન સુવિધા
યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
IPL 2026: અજિંક્ય રહાણેના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ઓપનર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ
IPL 2026: અજિંક્ય રહાણેના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ઓપનર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ
ડ્રોપ કરવાની માંગ વચ્ચે રિંકુની તોફાની ફિફ્ટી, હારેલી મેચ જીતાડ્યા બાદ આપ્યું મોટું નિવેદન
ડ્રોપ કરવાની માંગ વચ્ચે રિંકુની તોફાની ફિફ્ટી, હારેલી મેચ જીતાડ્યા બાદ આપ્યું મોટું નિવેદન
Embed widget