પાકિસ્તાન સરકારે ઈદ અલ-અધાના તહેવાર નિમિત્તે પેટ્રોલ અને હાઈ-સ્પીડ ડીઝલના ભાવમાં એકસાથે 22 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આમ, મે મહિનામાં કુલ 33 રૂપિયા પેટ્રોલ અને 33.80 રૂપિયા ડીઝલ સસ્તું થયું છે.
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
Pakistan petrol price drop: વિશ્વભરમાં ઈંધણના ભાવ વધી રહ્યા છે ત્યારે પાકિસ્તાનમાં મે મહિનામાં સતત ત્રીજી વખત ભાવ ઘટાડાયા; પેટ્રોલ કુલ 33 રૂપિયા અને ડીઝલ 33.80 રૂપિયા સસ્તું થયું.

- પાકિસ્તાનમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં ૨૨ રૂપિયાનો ઘટાડો કરાયો.
- મે મહિનામાં ત્રીજી વખત ઈંધણના ભાવમાં ઘટાડો નોંધાયો.
- મોંઘવારી અને જનતાના વિરોધને પગલે ભાવ ઘટાડવાનો નિર્ણય.
- IMFના નિયમો હેઠળ ટેક્સ વસૂલાત લક્ષ્યાંક પૂરો થયો.
Pakistan petrol price drop: એક તરફ ઈરાન-અમેરિકા વચ્ચેનો સંઘર્ષ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાંથી એકદમ વિપરીત સમાચાર આવ્યા છે. પાકિસ્તાન સરકારે ઈદ અલ-અધાના તહેવાર નિમિત્તે પોતાની જનતાને મોટી ભેટ આપતા પેટ્રોલ અને હાઈ-સ્પીડ ડીઝલના ભાવમાં એકસાથે 22 રૂપિયાનો ધરખમ ઘટાડો કર્યો છે. મોંઘવારીથી ત્રસ્ત પાકિસ્તાનની જનતાએ આ ભાવઘટાડાથી મોટો રાહતનો શ્વાસ લીધો છે.
મે મહિનામાં સતત ત્રીજી વખત ભાવ ઘટ્યા
શાહબાઝ શરીફ સરકારે 29 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ મોટા ઘટાડાની જાહેરાત કરી હતી. જેને સરકારે જનતા માટે "ઈદની ભેટ" ગણાવી છે. નોંધનીય છે કે આ મહિનામાં આ સતત ત્રીજી વખત છે જ્યારે સરકારે ઈંધણના ભાવમાં કાપ મૂક્યો હોય.
15 મે: સૌથી પહેલા પેટ્રોલ અને હાઈ-સ્પીડ ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 5 રૂપિયાનો ઘટાડો કરાયો.
22 મે: ત્યારબાદ સાપ્તાહિક સમીક્ષા દરમિયાન પેટ્રોલમાં 6 રૂપિયા અને ડીઝલમાં 6.80 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવામાં આવ્યા.
29 મે: ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારે સીધો 22 રૂપિયાનો ત્રીજો અને સૌથી મોટો ઘટાડો ઝીંક્યો.
આમ, એકંદરે માત્ર મે મહિનામાં જ પાકિસ્તાનમાં પેટ્રોલ 33 રૂપિયા અને ડીઝલ 33.80 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થઈ ગયું છે.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
આખરે કેમ ઘટાડવા પડ્યા ભાવ?
પાકિસ્તાનની જનતા છેલ્લા ઘણા સમયથી કમરતોડ મોંઘવારીનો સામનો કરી રહી છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં તો ત્યાં પેટ્રોલના ભાવ પહેલીવાર 414 રૂપિયા પ્રતિ લિટરની પાર પહોંચી ગયા હતા. જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને જીવનજરૂરી ચીજવસ્તુઓ એટલી મોંઘી થઈ ગઈ કે લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા. ચારેકોર દેખાવો શરૂ થઈ ગયા. આથી, સ્થાનિક રાજકીય સ્થિરતા જાળવી રાખવા અને સરકાર બચાવવા માટે આ ભાવ ઘટાડવા ખૂબ જરૂરી બની ગયા હતા.
આ ઉપરાંત એક બીજું કારણ એ પણ છે કે પાકિસ્તાન અત્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના નિયમો હેઠળ ચાલી રહ્યું છે. IMF એ દરેક લિટર પેટ્રોલ-ડીઝલ પર એક ચોક્કસ ટેક્સ (લેવી) નક્કી કર્યો હતો. હવે પાકિસ્તાન સરકાર પોતાના ચાલુ નાણાકીય વર્ષના ટેક્સ વસૂલાતના લક્ષ્યાંકને પૂરો કરવામાં સક્ષમ છે, તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા તેનો સીધો ફાયદો સરકારે પોતાની પાસે ટેક્સ રૂપે રાખવાને બદલે જનતાને આપવાનું નક્કી કર્યું.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર નાણામંત્રીનું મોટું નિવેદન, જાણો શા માટે 3F પર આપ્યો ભાર?
Frequently Asked Questions
પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો ઘટાડો થયો છે?
પાકિસ્તાનમાં મે મહિનામાં કેટલી વાર ભાવ ઘટાડવામાં આવ્યા?
મે મહિનામાં પાકિસ્તાનમાં ઈંધણના ભાવમાં સતત ત્રીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા 15 મે, 22 મે અને 29 મેના રોજ થયા હતા.
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનું મુખ્ય કારણ શું છે?
પાકિસ્તાનમાં જનતા છેલ્લા ઘણા સમયથી મોંઘવારીનો સામનો કરી રહી હતી અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા. સ્થાનિક રાજકીય સ્થિરતા જાળવી રાખવા માટે ભાવ ઘટાડવા જરૂરી બન્યા હતા.
IMF ના નિયમો સાથે ભાવ ઘટાડાનો શું સંબંધ છે?
IMF ના નિયમો મુજબ, પાકિસ્તાન સરકાર તેના ટેક્સ વસૂલાતના લક્ષ્યાંકને પૂરો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા તેનો ફાયદો સરકારે પોતાની પાસે ટેક્સ રૂપે રાખવાને બદલે જનતાને આપવાનું નક્કી કર્યું.






















