પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા પહેલા જ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા શહબાઝ શરીફને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતની સાથે શાંતિ ઈચ્છીએ છીએ, જે કાશ્મીર વિવાદના સમાધાન થવા સુધી શક્ય નથી. શહબાઝ શરીફ સોમવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવાના છે. 


તમને જણાવી દઈએ કે સોમવારે પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગી કરવામાં આવશે, જ્યારે ઈમરાન ખાનને અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા વડાપ્રધાન પદેથી હટાવ્યા બાદ નેશનલ એસેમ્બલી ફરીથી મળશે. શહબાઝ શરીફ સંયુક્ત વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર છે. માનવામાં આવે છે કે શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બનવાના છે. અહીં, ઈમરાન ખાનની વિદાય બાદ પીટીઆઈ તરફથી શાહ મહેમૂદ કુરેશી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે.


નોંધપાત્ર વાત એ છે કે, દેશના 22માં વડાપ્રધાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા છે અને તેઓ પાકિસ્તાનના ઈતિહાસમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવેલા પ્રથમ વડાપ્રધાન બન્યા છે. તેમણે 18 ઓગસ્ટ 2018ના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ 10 એપ્રિલ 2022 સુધી 1,332 દિવસનો હતો.


ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાને ત્રણ વર્ષ, સાત મહિના અને 23 દિવસ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી, જે મહિનામાં લગભગ 43 મહિના અને 23 દિવસ થાય છે. વર્તમાન ગૃહની મુદત ઓગસ્ટ 2023 સુધી છે.


ARY ન્યૂઝના એક અહેવાલ મુજબ, પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શહબાઝ શરીફને દેશના વિપક્ષી દળોએ પસંદ કર્યા છે. પાકિસ્તનમાં સોમવારે નવા વડાપ્રધાન હશે. રવિવારે વહેલી સવારે નેશનલ એસેમ્બલીમાં  અવિશ્વાસ મત દ્વારા ઈમરાન ખાનને પદ પરથી હટાવવામાં આવ્યા બાદ નેશનલ એસેમ્બલી સ્થગિત  કરવામાં આવી હતી.  નવા વડાપ્રધાનની પસંદગી કરવા માટે સંસદના નીચલા ગૃહ, નેશનલ એસેમ્બલીની મેરેથોન કાર્યવાહી રવિવારે વહેલી મોકૂફ રાખવામાં આવી હતી, જે  સોમવારે બપોરે 2 વાગ્યે ફરીથી શરૂ થશે. 


શાહબાઝ શરીફ, જેઓ ઈમરાન ખાનની હકાલપટ્ટી પછી પાકિસ્તાનના આગામી વડા પ્રધાન બનવાની તૈયારીમાં છે, તે ત્રણ વખતના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે, જેમણે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા અને રાજકીય રીતે મહત્વપૂર્ણ પંજાબ પ્રાંતના મુખ્યપ્રધાન ત્રણ વાર સેવા આપી હતી. અને આ પહેલીવાર છે જ્યારે તેમની પાર્ટી, PML-N - ખાસ કરીને તેના સુપ્રીમો નવાઝ શરીફ - વડાપ્રધાન પદ માટે તેમના નામ પર સંમત થયા છે.