આ કાર્યક્રમના અંતમાં તેમણે મંચ પર બેઠેલી મહિલી વોલિયેન્ટર્સને પોતાને ચુંબન કરવાનું કહ્યું હતું. સીએનએન ફિલિપાઈન્સ મુજબ પહેલી યુવતીએ ખચકાતા પૂછ્યું હતું કે, ક્યાં ચુંબન કરવાનું છે હોઠ પર કે ગાલ પર? ત્યાર બાદ ચુંબન કર્યું અને તરત મંચ પરથી ઉતરી ગઈ હતી.
બીજી યુવતી તે સમયે આંખમાંથી આંસુ સારતી અને ગભરાયેલી જોવા મળી હતી. દુર્તેતે ત્રીજી યુવતીને ઈશારો કર્યો અને તે મંચ પર પહોંચી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચુંબન બાદ એક સાથે તસવીર પણ લીધી જેમાં દુર્તેત તેમનો હાથ પકડેલા જોવા મળે છે. ચોથી અને પાંચમી યુવતીએ પણ આવું જ કહ્યું હતું, જ્યારે પ્રેસે તસવીર ખેંચી હતી.