MexicoPlaneCrash:મધ્યમેક્સિકોમાંએક મોટી વિમાન દુર્ઘટના બની છે. એક નાનું ખાનગી વિમાન ઇમરજન્સીલેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થતાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા છે. આ અકસ્માતને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને અધિકારીઓએ તાત્કાલિક બચાવ અને રાહતના પ્રયાસો શરૂ કર્યા હતા.
અકસ્માત ક્યાં અને કેવી રીતે થયો
મેક્સિકોસ્ટેટ સિવિલ પ્રોટેક્શનકોઓર્ડિનેટરએડ્રિયનહર્નાન્ડેઝના જણાવ્યા અનુસાર, આ પ્લેન ક્રેશ ટોલુકા એરપોર્ટથી લગભગ પાંચ કિલોમીટર દૂર અને મેક્સિકોસિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર સાન માટેઓએટેન્કોમાં થયુ હતો. વિમાન એકાપુલ્કોથીઉડાન ભરી રહ્યું હતું.
ફૂટબોલ મેદાન પર લેન્ડિંગનો પ્રયાસ
અહેવાલ મુજબ, વિમાન નજીકના ફૂટબોલ મેદાન પર ઇમરજન્સીલેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું. દુર્ઘટના દરમિયાન, તે નજીકની એક કોમર્શિયલઇમારતની ધાતુની છત સાથે અથડાયું. અથડામણ બાદ, વિમાનમાં આગ લાગી ગઈ, જેના કારણે આસપાસનો વિસ્તાર લપેટાઈ ગયો.
કેટલા લોકો સવાર હતા?
હર્નાન્ડેઝે જણાવ્યું હતું કે કુલ આઠ મુસાફરો અને બે ક્રૂ સભ્યો સવાર હતા. જોકે, અકસ્માતના ઘણા કલાકો પછી ફક્ત સાત મૃતદેહોમળી આવ્યા હતા. બાકીનાપીડિતોની શોધ અનેઓળખ ચાલુ છે.
આગના કારણે ચીખ પુકાર મચી ગઇ
અકસ્માત પછી તરત જ ફાયર અને બચાવ ટીમોઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. સાન માટોએટેન્કોના મેયર અનામુનિઝેમિલેનીયોટેલિવિઝનને જણાવ્યું હતું કે આગનીતીવ્રતાનેકારણે, આસપાસના આશરે 130 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ વિસ્તારને કરાયો સીલ
પ્રશાસન દ્વારા સાવચેતી રૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક લોકો ગભરાટમાં છે, અને ઘટનાસ્થળની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, ક્રેશના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. ટેકનિકલ ખામીને કારણે વિમાન ક્રેશ થયું કે અન્ય કોઈ કારણસર, તે તપાસ પૂર્ણ થયા પછી જ નક્કી થશે.
આગના કારણે ગભરાટ ફેલાયો હતો.અકસ્માત બાદ તાત્કાલિક ફાયર અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. સાન માટો એટેન્કોના મેયર અના મુનિઝે મિલેનીયો ટેલિવિઝનને જણાવ્યું હતું કે આગની તીવ્રતાને કારણે આ વિસ્તારમાંથી તાબડતોબ આશરે 130 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
