PM Modi Congratulated Liz Truss: બ્રિટનના વડાપ્રધાન પદ માટે લિઝ ટ્રસે (Liz truss) ચૂંટણી જીતી લીધી છે. લિઝ ટ્રસની જીત પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) તેમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, "યુકેના આગામી પીએમ તરીકે ચૂંટાવા બદલ લિઝ ટ્રસને અભિનંદન. મને ખાતરી છે કે તમારા નેતૃત્વમાં ભારત-યુકે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થશે. તમારી નવી ભૂમિકા અને જવાબદારીઓ માટે આભાર. શુભકામનાઓ."






કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની રેસમાં બ્રિટનના વિદેશ મંત્રી લિઝ ટ્રસે ભારતીય મૂળના ભૂતપૂર્વ નાણા મંત્રી ઋષિ સુનકને હરાવ્યા છે. આ સાથે હવે લિઝ ટ્રસ બ્રિટનનાં આગામી પ્રધાનમંત્રી બનશે. કન્ઝર્વેટિવ પાર્ટીએ સોમવારે આ અંગેની જાહેરાત કરી હતી.


કન્ઝર્વેટિવ પાર્ટીના બેકબેન્ચ સાંસદોની 1922 સમિતિના અધ્યક્ષ અને પક્ષના નેતૃત્વ માટેના ચૂંટણી અધિકારી સર ગ્રેહામ બ્રેડીએ લિઝ ટ્રસની જીતની જાહેરાત કરી હતી. લિઝ ટ્રસ વર્તમાન વડા પ્રધાન બોરિસ જોન્સનનું સ્થાન લેશે. લિઝ ટ્રસની ઉંમર 47 વર્ષની છે. તમને જણાવી દઈએ કે, બ્રિટનના પ્રધાનમંત્રી માટે લિઝ ટ્રસ અને ભારતીય મૂળના ઋષિ સુનક વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. અંતિમ તબક્કાના મતદાનના પરીણામ બાદ હવે સ્પષ્ટ થયું છે કે, લીઝ ટ્રસ બ્રિટનનાં નવાં પ્રધાનમંત્રી બનશે.


બ્રિટનનાં ત્રીજાં મહિલા પ્રધાનમંત્રીઃ


માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનનાં ત્રીજાં મહિલા પ્રધાનમંત્રી હશે. લિઝ ટ્રસને વિજેતા જાહેર કરવાની સાથે, કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ માટે એક અઠવાડિયા સુધી ચાલેલા અભિયાનનો અંત આવ્યો. લિઝ ટ્રસ મંગળવારે વડાપ્રધાન તરીકે શપથ લેશે. લિઝ ટ્રસે ભારતીય મૂળના ઋષિ સુનક બહુ ઓછા મતોના અંતરથી હરાવ્યો હતા. ચૂંટણી પરિણામોમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે લિઝ ટ્રુસને 81,326 વોટ અને ઋષિ સુનકને 60,399 વોટ મળ્યા હતા.