અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
American oil refinery: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે.

American oil refinery: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે 50 વર્ષમાં પહેલી વાર અમેરિકામાં એક નવી ઓઇલ રિફાઇનરી ખુલશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ઉર્જા ક્ષેત્રમાં વાપસી કરી રહ્યું છે. "આજે મને જાહેરાત કરવામાં ગર્વ થાય છે કે 50 વર્ષમાં અમેરિકાની પહેલી રિફાઇનરી ટેક્સાસના બ્રાઉનસ્વિલેમાં ખુલી રહી છે. આ ઐતિહાસિક કરાર 300 અબજ ડોલરનો છે, જે અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટો છે."
President Trump announces Reliance investment to build American oil refinery
— ANI Digital (@ani_digital) March 10, 2026
Read @ANI Story https://t.co/NrvndrxTan#US #OilRefinery #Trump pic.twitter.com/xgC9oSXGWu
તેમણે કહ્યું હતું કે આ અમેરિકન કામદારો અને દક્ષિણ ટેક્સાસના લોકો માટે એક મોટી જીત છે. આ રોકાણ માટે અમારા સાથી ભારત અને તેમની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની રિલાયન્સનો આભાર. અમારા અમેરિકા ફર્સ્ટ એજન્ડાના કારણે સ્ટ્રીમલાઈનિંગ પરમિટ અને ટેક્સ ઓછો કરવાથી દેશમાં અબજો ડોલરના સોદા કર્યા છે."
ટ્રમ્પે જણાવ્યું હતું કે બ્રાઉન્સવિલે બંદર પર એક નવી રિફાઇનરી અમેરિકન બજારોને મજબૂત બનાવશે. આપણી રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે અને ઉર્જા ઉત્પાદનને વેગ આપશે. તે વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી હશે. ઈરાને તેલ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરવાથી રોકી દીધા છે. વિશ્વના ક્રૂડ ઓઇલનો આશરે 20 ટકા હિસ્સો આ માર્ગ દ્વારા પસાર થાય છે. ઇરાન હોર્મુઝ સ્ટ્રેટ નજીક તેલ ટેન્કરો પર પણ હુમલા કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ નજીક વેપારી જહાજો પર હુમલામાં અત્યાર સુધીમાં સાત ખલાસીઓ માર્યા ગયા છે.
ઇરાન સાથેના યુદ્ધ અંગે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઈન લેવિટે જણાવ્યું હતું કે અમેરિકાએ ડ્રોન લોન્ચ કરનારા 50 થી વધુ જહાજોનો નાશ કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની ટીમ બજારની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને જરૂર પડ્યે વધારાના વિકલ્પો તૈયાર કરી રહ્યા છે. લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઊર્જા મુદ્દાઓ પર વધારાના પગલાં લેવામાં ડરતા નથી. તેમને વિશ્વાસ છે કે નિર્ધારિત લક્ષ્યો ખૂબ જ ટૂંક સમયમાં પ્રાપ્ત થશે.
લેવિટે જણાવ્યું હતું કે ઇરાન સામેની આ કાર્યવાહી ત્યારે જ સમાપ્ત થશે જ્યારે ટ્રમ્પ સ્વીકારશે કે બધા ઉદ્દેશ્યો પૂર્ણ થયા છે અને ઇરાને બિનશરતી શરણાગતિ સ્વીકારી લીધી છે.






















