શોધખોળ કરો

એપ્સ્ટીન કેસમાં મોટો ધડાકો: બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ

બ્રિટિશ રાજવી પરિવારમાં મોટો ભૂકંપ. જેફરી એપ્સ્ટીન ફાઇલ્સ કેસમાં કિંગ ચાર્લ્સ ત્રીજાના નાના ભાઈ પ્રિન્સ એન્ડ્ર્યુની સેન્ડ્રિંગહામ એસ્ટેટ ખાતેથી પોલીસ દ્વારા ધરપકડ કરાઈ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Prince Andrew arrested: બ્રિટિશ રાજવી પરિવાર માટે એક અત્યંત શરમજનક અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે પૂર્વી ઇંગ્લેન્ડમાં આવેલા સેન્ડ્રિંગહામ એસ્ટેટના વુડ ફાર્મ ખાતેથી બ્રિટિશ સ્પેશિયલ પોલીસે વર્તમાન રાજા ચાર્લ્સ ત્રીજાના નાના ભાઈ અને પૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુની સત્તાવાર રીતે ધરપકડ કરી લીધી છે. અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફરી એપ્સ્ટીન સાથે જોડાયેલા બહુચર્ચિત 'એપ્સ્ટીન ફાઈલ્સ' કેસમાં સરકારી ગુપ્ત દસ્તાવેજો પૂરા પાડવાના ગંભીર આરોપસર આ આંતરરાષ્ટ્રીય સ્તરની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ ધરપકડે સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.

8 અધિકારીઓ સાદા કપડામાં પહોંચ્યા

બીબીસીના (BBC) તાજેતરના અહેવાલ મુજબ, ગુરુવારના રોજ બ્રિટિશ સ્પેશિયલ પોલીસના 8 જેટલા ચુનંદા અધિકારીઓ બિલકુલ સાદા કપડામાં પૂર્વી ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ પહોંચ્યા હતા. કોઈપણ પ્રકારની અફરાતફરી ટાળવા માટે અત્યંત ગુપ્તતા જાળવીને વુડ ફાર્મ ખાતેથી એન્ડ્ર્યુની અટકાયત કરવામાં આવી હતી.

ધરપકડ પાછળનું અસલી કારણ શું છે?

પૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુ પર સૌથી મોટો અને સંગીન આરોપ એ છે કે તેમણે દોષિત યૌન અપરાધી જેફરી એપ્સ્ટીનને બ્રિટિશ સરકારના અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત દસ્તાવેજો પહોંચાડ્યા હતા. હાલમાં પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પૂછપરછ દરમિયાન એ જાણવાનો સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે એન્ડ્ર્યુ દ્વારા એપ્સ્ટીનને બરાબર કયા પ્રકારના દસ્તાવેજો લીક કરવામાં આવ્યા હતા અને તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને કેટલું નુકસાન થયું છે.

ઈમેલ વિવાદ: દીકરીઓના ફોટા એપ્સ્ટીનને મોકલ્યા

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગત 30 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો અને ઈમેઈલ્સે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ રિપોર્ટમાં એવો મોટો ઘટસ્ફોટ થયો છે કે વર્ષ 2010 અને 2011 ના સમયગાળામાં એન્ડ્ર્યુએ પોતાની સગી દીકરીઓની અંગત તસવીરો યૌન અપરાધી એપ્સ્ટીનને ઈમેલ દ્વારા મોકલી હતી. આ તસવીરો એવા સમયે મોકલવામાં આવી હતી જ્યારે એન્ડ્ર્યુ જાહેરમાં એવો દાવો કરી રહ્યા હતા કે તેમણે એપ્સ્ટીન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.

નવા જાહેર થયેલા દસ્તાવેજો દર્શાવે છે કે 21 ડિસેમ્બર 2011 ના રોજ 'HRH ધ ડ્યુક ઓફ યોર્ક' ના સત્તાવાર ઈમેલ આઈડી પરથી એક ક્રિસમસ કાર્ડ મોકલવામાં આવ્યું હતું, જેમાં બંને બહેનોની બરફમાં રમતી તસવીર હતી અને નીચે એન્ડ્ર્યુની સહી હતી. ત્યારબાદ 20 ડિસેમ્બર 2012 ના રોજ બીજું એક કાર્ડ મોકલાયું જેમાં 4 તસવીરો હતી. આ તસવીરોમાં ફેબ્રુઆરી 2012 માં પ્રિન્સેસ બીટ્રિસને મોન્ટ બ્લેન્ક પર્વત પર ચઢતા અને જૂન 2012 માં પ્રિન્સેસ યુજેનીને એક ચેરિટી સાયકલ ઈવેન્ટમાં ભાગ લેતા દર્શાવવામાં આવી હતી. બ્રિટિશ અખબાર 'ધ સન' ના અહેવાલ મુજબ તે સમયે યુજેની માત્ર 21 વર્ષની અને બીટ્રિસ 23 વર્ષની હતી.

ગંભીર યૌન શોષણના આરોપો અને પરિવારમાં તિરાડ

આ વિવાદો માત્ર દસ્તાવેજો લીક કરવા સુધી સીમિત નથી. બીબીસીના એક અન્ય સનસનીખેજ રિપોર્ટમાં એક મહિલાના વકીલે દાવો કર્યો છે કે, જેફરી એપ્સ્ટીને તે પીડિત મહિલાને બળજબરીપૂર્વક પ્રિન્સ એન્ડ્ર્યુના નિવાસસ્થાન 'રોયલ લોજ' ખાતે મોકલી હતી, જેથી એન્ડ્ર્યુ તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકે.

આવા ગંભીર અને શરમજનક આરોપો સતત સામે આવતા રાજવી પરિવારમાં મોટો તિરાડ પડી છે. અહેવાલો મુજબ, આ જ મહિનાની શરૂઆતમાં પ્રિન્સેસ યુજેનીએ પોતાના પિતા એન્ડ્ર્યુના આવા કૃત્યોથી નારાજ થઈને તેમની સાથેના તમામ અંગત સંપર્કો કાયમ માટે તોડી નાખ્યા છે.

Frequently Asked Questions

પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ શા માટે કરવામાં આવી છે?

પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ અમેરિકાના યૌન અપરાધી જેફરી એપ્સ્ટીનને સરકારી ગુપ્ત દસ્તાવેજો પૂરા પાડવાના આરોપસર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સૌથી મોટી કાર્યવાહી છે.

શું પ્રિન્સ એન્ડ્ર્યુએ એપ્સ્ટીનને પોતાની દીકરીઓના ફોટા મોકલ્યા હતા?

હા, જાહેર થયેલા દસ્તાવેજો દર્શાવે છે કે 2010-2011 દરમિયાન પ્રિન્સ એન્ડ્ર્યુએ પોતાની સગી દીકરીઓની અંગત તસવીરો જેફરી એપ્સ્ટીનને ઈમેલ દ્વારા મોકલી હતી.

શું પ્રિન્સ એન્ડ્ર્યુ પર યૌન શોષણના આરોપો પણ છે?

એક રિપોર્ટ મુજબ, પીડિત મહિલાના વકીલે દાવો કર્યો છે કે જેફરી એપ્સ્ટીને એક મહિલાને પ્રિન્સ એન્ડ્ર્યુના નિવાસસ્થાન ખાતે મોકલી હતી જેથી એન્ડ્ર્યુ તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકે.

આ વિવાદોની રાજવી પરિવાર પર શું અસર થઈ છે?

આ ગંભીર આરોપોને કારણે રાજવી પરિવારમાં તિરાડ પડી છે. અહેવાલો મુજબ, પ્રિન્સેસ યુજેનીએ તેમના પિતા એન્ડ્ર્યુ સાથેના તમામ અંગત સંપર્કો તોડી નાખ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો પર હુમલો થતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે
વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો પર હુમલો થતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે
મુસ્લિમ દેશના વડાએ જ ટ્રમ્પને વારેવારે ફોન કરીને ઈરાન પર હુલમો કરવા ઉશ્કેર્યા, રીપોર્ટમાં થયો મોટો ખુલાસો
મુસ્લિમ દેશના વડાએ જ ટ્રમ્પને વારેવારે ફોન કરીને ઈરાન પર હુલમો કરવા ઉશ્કેર્યા, રીપોર્ટમાં થયો મોટો ખુલાસો
US-ઈઝરાયલે ઈરાનના કોનાર્ક નેવી બેઝ પર કર્યો હુમલો, 3 જહાજ ડૂબ્યા, અનેક ઈમારતો ધરાશાયી
US-ઈઝરાયલે ઈરાનના કોનાર્ક નેવી બેઝ પર કર્યો હુમલો, 3 જહાજ ડૂબ્યા, અનેક ઈમારતો ધરાશાયી
Israel Strike: લેબનાન પર ઈઝરાયલનો મોટો હુમલો, 31ના મોત, 149 ઈજાગ્રસ્ત
Israel Strike: લેબનાન પર ઈઝરાયલનો મોટો હુમલો, 31ના મોત, 149 ઈજાગ્રસ્ત
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરતામાં ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Chaitar Vasava Statement : AAPના MLAએ abp અસ્મિતા સાથેની વાતચીતમાં ગઠબંધનને લઈને આપ્યું મોટુ નિવેદન
Israel Iran War Update: મહાયુદ્ધથી શેર માર્કેટમાં હાહાકાર, પ્રી-ટ્રેડિંગમાં શેર માર્કેટમાં જોરદાર કડાકો
Kunvarji Bavaliya : 'કેટલાક તત્વો સમાજને તોડવાનો કરે છે પ્રયાસ': કુંવરજી બાવળીયાનું સ્ફોટક નિવેદન
Una Police: ઉના તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સંકટથી શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1040 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 6.5 લાખ કરોડ સ્વાહા
ઈરાન સંકટથી શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1040 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 6.5 લાખ કરોડ સ્વાહા
વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો પર હુમલો થતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે
વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો પર હુમલો થતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે
મુસ્લિમ દેશના વડાએ જ ટ્રમ્પને વારેવારે ફોન કરીને ઈરાન પર હુલમો કરવા ઉશ્કેર્યા, રીપોર્ટમાં થયો મોટો ખુલાસો
મુસ્લિમ દેશના વડાએ જ ટ્રમ્પને વારેવારે ફોન કરીને ઈરાન પર હુલમો કરવા ઉશ્કેર્યા, રીપોર્ટમાં થયો મોટો ખુલાસો
F-15 Fighter Jet Crash: ઈરાનનો દાવો- કુવૈતમાં તોડી પાડ્યું અમેરિકાનું F-15, જુઓ વીડિયો
F-15 Fighter Jet Crash: ઈરાનનો દાવો- કુવૈતમાં તોડી પાડ્યું અમેરિકાનું F-15, જુઓ વીડિયો
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Ahmedabad: અમદાવાદના મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો અકસ્માત, દારૂના નશામાં બે વાહનોને મારી ટક્કર
Ahmedabad: અમદાવાદના મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો અકસ્માત, દારૂના નશામાં બે વાહનોને મારી ટક્કર
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Embed widget